Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeનેચર & વાઈલ્ડ લાઈફવરુઃપ્રાણદાયક પ્રેમકથા, એક પ્રેમી માટે બીજો પ્રેમી આપી શકે છે જીવ!

વરુઃપ્રાણદાયક પ્રેમકથા, એક પ્રેમી માટે બીજો પ્રેમી આપી શકે છે જીવ!

wolfs
Share Now

વરુઓનો ઉલ્લેખ પૂરા વિશ્વની સભ્યતાઓમાં ઉલ્લેખ છે. સમગ્ર વિશ્વમાં વરુઓની ફક્ત બે જ પ્રજાતિઓ જોવા મળે છે. એક છે Ethiopian wolf અને બીજી પ્રજાતિ Gray wolfs છે.

Ethiopian wolfs પૂર્વી આફ્રીકાના યુથોપિયામાં જોવા મળે છે. જેેને Canis simensis કહેવામાં આવે છે,તો Gray wolfs યુરેશિયાથી લઈને ઉત્તરી અમેરિકા સુધી જોવા મળે છે. જેનું વૈજ્ઞાનિક નામ છે Canis lupus છે. Gray wolfs ની વિશ્વમાં 40 ઉપપ્રજાતિઓ જોવા મળે છે. 40 ઉપ-પ્રજાતિઓમાંથી ભારતમાં 2 ઉપ-પ્રજાતિ જોવા મળે છે. જેમાં એક છે Indian Gray Wolfs અને બીજી પ્રજાતિ છે Himalayan wolf.  Indian Gray Wolf નું વૈજ્ઞાનિક નામ  Canis lupus pallipes છે. જ્યારે Himalayan wolf નું વૈજ્ઞાનિક નામ Canis lupus chanco છે.

આ પણ વાંચો : હવામાં પક્ષીઓનો શિકાર કરતી બિલાડી!

બધા જ પ્રકારના વરુઓની સાઈઝ ખુબ જ મોટી હોય છે. જ્યારે The Arabian gray wolf ની સાઈઝ બધાજ વરુઓમાં સૌથી નાની હોય છે. જેની લંબાઈ 22 ઈંચની હોય છે અને વજન 20 કિલોગ્રામ સુધી હોય છે. જ્યારે વુલ્ફની સૌથી મોટી subspecies  NORTHWESTERN WOLF છે. જે 36 ઈંચ જેટલી ઊંચાઈ ધરાવે છે અને 80 કિલોગ્રામ જેટલું ભારી થઈ શકે છે.  

wolfs

NORTHWESTERN WOLF એ જંગલી કુતરાના કુળનો સૌથી મોટો સભ્ય છે. વરુઓના સમૂહને પૈક કહેવાય છે. આ પૈકનું નેતૃત્વ આલ્ફા નર અને આલ્ફા માદા કરે છે.  દરેક પ્રકારના વરુઓની એક અલગ પર્સાનિલિટી હોય છે. પૂરા પૈકનું આલ્ફા નર અને આલ્ફા માદા ધ્યાન રાખે છે. આલ્ફા નર અને આલ્ફા માદા કડક Hierarchy રાખે છે અને આ પદાનુક્રમમાં આવતા જ વરુઓ  તેમની નસ્લને આગળ વધારે છે.વરુઓની જોડી જીવનભર માટે બને છે. આ જોડીઓ એક-બીજા માટે જીવ પણ આપી શકે છે.  દરેક વરુઓની HOWL અલગ-અલગ હોય છે. જેથી તેઓ એક-બીજાની સાથે સંવાદ કરે છે.  

wolfs

Image Credit-Dhritiman-Mukherjee

માણસની ફિંગરપ્રિંટની જેમ જ વરુની HOWL એક વરુથી બીજા વરુને અલગ બનાવે છે.  HOWL નો ઉપયોગ સ્થળની માહિતી આપવા માટે કરવામાં આવે છે. HOWLનો ઉપયોગ એક બીજા સાથે વાત કરવા માટે પણ કરવામાં આવે છે. જ્યારે બીજા નાર(વરુ)ઓ ટેરીટરી પર કબજો કરવા આવે ત્યારે HOWL શબ્દનો ઉપયોગ થાય છે. 

વરુઓનું વર્ગીકરણ કરતા સમયે વૈજ્ઞાનિક લિનિયસે શ્વાનથી વરુઓને અલગ ગણાવ્યા હતા, આ પાછળનું કારણ ઉલટી પૂંછડી હતી.  Canis એક લેટિન શબ્દ છે જેનો અર્થ શ્વાન થાય છે. 

આ પણ વાંચો : ભારતના પશ્ચિમી ઘાટના ડાંસ કરતાં દેડકાં!

આજે વિશ્વની દરેક જગ્યાએ વરુઓની સંખ્યા ધટી રહી છે. ખુબ જ તેજ ગતિથી તેમના આવાસો નષ્ટ કરવામાં આવી રહ્યા છે. આજે વરુ અથવા ભેડિયા વિશ્વના સૌથી સંકટગ્રસ્ત જીવોમાંના એક છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment