Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / June 25.
Homeન્યૂઝમહિલાના બંને ગર્ભાશયમાં એકસાથે પ્રેગ્નન્સી! ડોક્ટરો પણ ચોંકી ગયા

મહિલાના બંને ગર્ભાશયમાં એકસાથે પ્રેગ્નન્સી! ડોક્ટરો પણ ચોંકી ગયા

Woman born with two uteruses
Share Now

અમેરિકામાં એક મહિલાને બે ગર્ભાશય હોવાનો દુર્લભ કિસ્સો સામે આવ્યો છે. આ 24 વર્ષની મહિલાનું નામ મેગન ફિપ્સ છે. મેગનનો જન્મ પણ ડબલ ગર્ભાશય સાથે થયો હતો. રસપ્રદ વાત એ છે કે, તે એક જ સમયે બંને ગર્ભાશયમાં ગર્ભવતી પણ થઇ હતી. આવી સ્થિતિ જોઈને ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. ખાનગી એજન્સી પાસેથી મળતી માહિતી મુજબ નેબ્રાસ્કાની મેગન ફિપ્સનો જન્મ યુટેરિન ડિડેલ્ફિસ (Woman born with two uteruses)સાથે થયો હતો. આ એક દુર્લભ સ્થિતિ છે, જેના કારણે મેગનને બે ગર્ભાશય (uterus)છે. પરંતુ ડોકટરો (Doctors)ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે તેઓએ જોયું કે ગર્ભવતી બન્યા બાદ મેગનના બંને ગર્ભાશયમાં એક જ સમયે બે બાળકો વધી રહ્યા છે.

Woman born with two uteruses એ બે છોકરીઓને આપ્યો જન્મ, એકનું…

આ વર્ષે જ જૂનમાં તેણે બંને છોકરીઓને જન્મ આપ્યો હતો. બાળકીના જન્મના બીજા દિવસે બીજી છોકરીનો જન્મ થયો. બંને બાળકીઓનું વજન 453 ગ્રામથી ઓછું હતું. મેગનની પ્રથમ પુત્રી રિલેનું 12 દિવસ બાદ અવસાન થયું, જ્યારે તેની બીજી પુત્રી રીસ બચી ગઈ. જોકે, તેમને 45 દિવસ સુધી વેન્ટિલેટર (Ventilator)પર રાખવા પડી હતી.

મેગન ફિપ્સે એક ટીવી શો દરમિયાન જણાવ્યું હતુ કે, મને ખૂબ જ વહેલા પ્રસૂતિ થઈ ગઈ હતી. મેં ગર્ભાવસ્થાના બીજા ત્રિમાસિકમાં બંને છોકરીઓને જન્મ આપ્યો, તેમનું વજન એક પાઉન્ડ કરતાં ઓછું હતું. એકનું તુરંત જ મૃત્યુ થયું હતુ, પરંતુ બીજું બાળક બચી ગયું.

આ પણ વાંચો: લગ્ન બાદ પત્ની સગીરના પ્રેમમાં પડી, પછી પતિએ જે કર્યુ જે જાણીને ચોંકી જશો

મેગનને અગાઉ પણ બે બાળકો થયા હતા, પરંતુ તે બંને તેના જમણા ગર્ભાશયમાં હતા, તેથી તેને માની લીધું કે તેનું ડાબું ગર્ભાશય ‘સક્રિય નથી’. તેમ છતાં આ ગર્ભાવસ્થા દરમિયાન, તેણીને સમજાયું કે કંઈક ગળબળ છે અને તેણીએ ડૉક્ટરની મુલાકાત લીધી, જેમણે તેણીને નિષ્ણાંત પાસે મોકલી.

નિષ્ણાતે તેણીને ચોંકાવનારા સમાચાર આપ્યા કે, તેણી બે બાળકોથી ગર્ભવતી છે. આ બાળકો તેના બે ગર્ભાશયમાં અલગ-અલગ વધી રહ્યા હતા. મળતી માહિતી મુજબ, દર 2,000 સ્ત્રીઓમાંથી માત્ર એક જ ગર્ભાશયની ડીડેલ્ફી ધરાવે છે અને એક જ સમયે બે ગર્ભાવસ્થામાં ગર્ભવતી થવાની સંભાવના 50 મિલિયન લોકોમાંથી એકમાં આવે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment