Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / June 27.
Homeલાઇફ સ્ટાઇલગર્લફ્રેન્ડે માંગ્યુ બોયફ્રેન્ડનું ટ્રેક પેન્ટ, ખિસ્સુ ચેક કરતા પગ નીચેથી સરકી ગઇ જમીન

ગર્લફ્રેન્ડે માંગ્યુ બોયફ્રેન્ડનું ટ્રેક પેન્ટ, ખિસ્સુ ચેક કરતા પગ નીચેથી સરકી ગઇ જમીન

boyfriend cheat
Share Now

આજકાલના પ્રેમ કાચ જેવો છે? પહેલાના પ્રેમની સરખામણીએ આજનો પ્રેમ અડગ નથી. કપલ એક બીજાનો વિશ્વાસ તોડી રહ્યા હોય તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે. વિશ્વાસ તુટવા પર વ્યક્તિ સંપુર્ણ રીતે તુટી જતો હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો ઓસ્ટ્રેલિયાથી સામે આવ્યો છે. ઓસ્ટ્રેલિયાની એક મહિલાએ રિલેશનશિપ પોર્ટલ પર એક કહાની શેર કરી છે. મહિલાએ એક વીડિયો અપલોડ઼ કરતા જણાવ્યું કે, તેને કઇ રીતે બોયફ્રેન્ડથી દગો (boyfriend cheat)મળ્યો છે.

મહિલા સાથે boyfriend cheat કરી

એક મહિલાએ લખ્યુ કે, મે રાત્રે પહેરવા માટે બોયફ્રેન્ડનું ટ્રેક પેન્ટ માંગ્યુ હતું. હું તેને પહેરીને બહાર જઇ રહી હતી. ત્યારે મેં પેન્ટના ખીસ્સામાં હાથ નાખતા જે વસ્તુ મળી તે જાણીને મારા પગ નીચેથી જમીન સરકી ગઇ. મહિલાને પોતાના બોયફ્રેન્ડના ટ્રેક પેન્ટમાંથી કોન્ડમનું એક પેકેટ મળ્યું હતુ. જે જોઇને તેને લાગી રહ્યુ હતુ કે, તેનો બોયફ્રેન્ડ તેને દગો આપી રહ્યો છે. આ મહિલાએ વીડિયોમાં કોન્ડમનું પેકેટ પણ દેખાડ્યુ છે. ત્યારબાદ મહિલાએ કેમેરો બોયફ્રેન્ડ તરફ ફેરવ્યો જે બેડ પર આરામ કરતો હતો. વીડિયોમાં મહિલાએ લોકોને પુછ્યુ કે, શું મારે અત્યારે જ તેને ઉઠાડી અને સવાલ-જવાબ કરવા જોઇએ કે બાદમાં? આ વીડિયોને અત્યાર સુધીમાં 7,70,000 થી વધુ લાઇક અને 300 થી વધુ કોમેન્ટ્સ મળી છે.

GF

અન્ય એક વીડિયો શેર કરતા મહિલાએ શું કહ્યું?

આ તમામ બાદ મહિલાએ વધુ એક વીડિયો શેર કરતા લખ્યુ કે, મે હજુ સુધી તેની પાસે કન્ફર્મ નથી કર્યું. શું તમે લોકો મને કહી શકશો કે, આ સમગ્ર ઘટનાને મારે કઇ રીતે આગળ લઇ જવી જોઇએ? કે હું તેને સીધી રીતે જણાવુ કે તે આવુ કેમ કર્યું?

GF1

આ પણ વાંચો: બે પત્નીઓ સાથે સુહાગરાત મનાવ્યા પછી પણ મન ન ભરાતા પતિએ કર્યું કંઈક આવું…

મહિલાએ સવાલ કરતા જ તેને સલાહ આપનારાઓની લાઇન લાગી ગઇ છે. લોકોએ મહિલાને એકથી એક સારી રીત જણાવી. મહિલાના આ વીડિયો પર એક યૂઝરે લખ્યુ છે કે, તમારે નવા વર્ષ સુધી રાહ જોવી જોઇએ, તેને લંચ પર લઇ જવા દો, તમારૂ ગિફ્ટ તેમની પાસે લઇ લો અને તેના બદલામાં તેને એ કોન્ડમનું પેકેટ ગિફ્ટ કરી દેજો. એક અન્ય મહિલાએ સલાહ આપતા લખ્યું કે, તેની પાસે જઇ અને તેના હાથમાં કોન્ડમનું પેકેટ રાખી દો, તેનુ ટ્રેક પેન્ટ ત્યાં રાખી દો અને ત્યાંથી નિકળી જાઓ.

boyfriend cheat મામલે અન્ય એક મહિલાએ કર્યો ખુલાસો

એક અન્ય વીડિયો અપડેટ કરતા મહિલાએ ખુલાસો કરી લોકોને કહ્યું કે, મારો વીડિયો જોયા બાદ એક મહિલાએ મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો. તેને કન્ફર્મ કર્યુ કે, મારો બોયફ્રેન્ડ તેની એક મિત્રની પાછળ પડ્યો છે અને મને દગો આપી રહ્યો છે. વીડિયો દ્વારા મને આ મામલાની ઉંડાઇ સુધી જવામાં મદદ મળી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment