Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / January 24.
Homeન્યૂઝમિત્રોને લઇને ડેટ પર પહોંચ્યો યુવક, પછી જે થયુ તે વાંચીને તમે પણ દંગ રહી જશો

મિત્રોને લઇને ડેટ પર પહોંચ્યો યુવક, પછી જે થયુ તે વાંચીને તમે પણ દંગ રહી જશો

Woman date
Share Now

સામાન્ય રીતે રિલેશનશીપમાં બે વ્યક્તિઓ એકલા મળવાનું પસંદ કરે છે. એ વાત અલગ છે કે, મજબૂરીમાં તેમને પોતાનો ક્વોલિટી ટાઈમ કોઈ બીજા સાથે શેર કરવો પડે છે. જો કે, એક મહિલા સાથે જે બન્યું તે ખૂબ જ વિચિત્ર હતું. જ્યારે તેનો બોયફ્રેન્ડ તેને મળવા આવ્યો (Woman date)ત્યારે તેની સાથે 4 બેસ્ટ ફ્રેન્ડ્સ પણ તેની સાથે હતા. આ ઘટના એટલા માટે અનોખી હતી કારણ કે તે વ્યક્તિએ તેની ગર્લફ્રેન્ડને આ વિશે અગાઉ કઇ પણ જાણ કરી નહતી.

Woman date ની ઘટના સોશિયલ મીડિયા પર કરી શેર

મહિલાએ આ સમગ્ર ઘટનાની જાણકારી ટીકટોક પર શેર કરી હતી. તેણીએ જણાવ્યું હતું કે, તેની સાથે બનેલી આ ખૂબ જ વિચિત્ર ઘટના હતી. તેણીને અગાઉથી કોઈ ખ્યાલ નહોતો કે બોયફ્રેન્ડ (Boyfriend)ડેટ પર તેની સાથે મિત્રોને લાવવાનો છે. 28 વર્ષની મહિલા સાથે બનેલી આ ઘટના જાણીને તમે પણ હસી પડશો.

આ પણ વાંચો: ગર્લફ્રેન્ડે માતા-પિતા સાથે મુલાકાત કરાવવા માટે બોયફ્રેન્ડને ઘરે બોલાવ્યો, પ્રેમીકાની માતાને જોતા જ…

મહિલાએ જણાવ્યું કે, તેની નવા બોયફ્રેન્ડ સાથે મુલાકાત ત્યારે થઇ જ્યારે તે તેની બહેનપણીઓ સાથે નાઈટ આઉટ પર ગઈ હતી. તેણીને છોકરો પસંદ આવ્યો અને તેને ડેટ માટેનો પ્લાન કર્યો. જ્યારે યુવતી ડિનર પર તેના બોયફ્રેન્ડને મળવા પહોંચી તો ત્યાંનો નજારો બિલકુલ અલગ હતો. તેમના ટેબલ પર કુલ 6 ખુરશીઓ હતી. તેણે સામે જોયું તો તેનો બોયફ્રેન્ડ અને તેના ચાર મિત્રો એકસાથે તેની તરફ આવી રહ્યા હતા. બાદમાં તેનુ ગ્રુપ તે ટેબલ પર એક સાથે જ જોડાયુ.

છોકરીએ જે કર્યું…

થોડા સમય બાદ છોકરીએ પોતે જ તેના બોયફ્રેન્ડને તેની સાથે આવેલા મિત્રો વિશે કંઈક કહ્યું તો બોયફ્રેન્ડે પણ એ વાત પર સંમત થયો કે તેને પહેલા આ વિશે તેને પૂછવું જોઈતુ હતુ. ઠીક છે, આ ડેટ ખત્મ થઈ અને છોકરી ફરીથી તે વ્યક્તિને મળી જ નહીં. પરંતુ આ તમામ વચ્ચે મજાની વાત તો એ હતી કે, યુવતીએ તેના 4 મિત્રોમાંથી એક સાથે રિલેશનશીપ (Relationship)રાખી અને તેને ડેટ કરવાનું શરૂ કરી દીધું. જેમાં તેણીને તેના જૂના બોયફ્રેન્ડ કરતાં તે વધુ સારો લાગ્યો.

હેમા માલિની અને સંજીવ કુમારની લવ સ્ટોરી જુઓ વીડિયો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment