Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / June 26.
Homeલાઇફ સ્ટાઇલપોર્ન એડિક્શનના કારણે મહિલાથી થઈ હતી આ મોટી ભૂલ, જિંદગી થઇ ગઇ રમર ભમર

પોર્ન એડિક્શનના કારણે મહિલાથી થઈ હતી આ મોટી ભૂલ, જિંદગી થઇ ગઇ રમર ભમર

porn addiction
Share Now

કેટલાક લોકોને પોર્ન જોવાની એટલી લત હોય છે કે, તેઓ તેના વગર રહી નથી શકતા. એક સમય બાદ આ આદત તેમના જીવનનો એક ભાગ બની જાય છે. કેટલાક લોકો આ આદતમાં એટલી હદે ફસાઈ જાય છે કે, ઈચ્છવા છતાં પણ તેમાંથી છૂટકારો મેળવી શકતા નથી. આ આદતને કારણે ઘણા લોકોનું જીવન બગાડ્યું છે. એક પોર્ન એડિક્ટ (porn addiction) મહિલાએ પોતાની આવી જ સ્ટોરી શેર કરી છે. મહિલાએ સોશિયલ મીડિયા (Social media)પર પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે, કેવી રીતે તેની આ આદતે તેની સેક્સ લાઈફ બગાડી નાખી છે.

porn addiction ને કારણે મહિલાની લાઇફ બગડી

મહિલાએ લખ્યું કે, ‘મેં મારી બેડરૂમ લાઈફ (Bedroom Life)ને રસપ્રદ બનાવવા માટે પોર્ન જોવાનું શરૂ કર્યું. હું મારા જીવનસાથી સાથે સારો અનુભવ મેળવવા માંગતી હતી અને સૌથી વધુ હું જાણવા માંગતી હતી કે હું જે કરી રહી છું તે યોગ્ય છે કે નહીં. જેમ જેમ મેં પોર્ન વેબસાઇટ્સ વિશે સર્ચ કર્યું, મને ઘણા વિકલ્પો મળ્યા. કેટલાક વીડિયોમાંની મહિલાઓ જે રીતે આ પ્રવૃત્તિઓને સ્વીકારી રહી હતી, તે મને સામાન્ય લાગતું હતું.

‘હું એવી વસ્તુઓ શોધી રહી હતી જે કદાચ મને ન ગમતી હોય પણ ‘કૂલ’ ગણાવવી જોઈએ. હું ખરીદી કરતી વખતે જે રીતે અનુભવું છું તે જ રીતે હું શારીરિક આત્મીયતાનો આનંદ માણવા માંગતી હતી. હું મારા પાર્ટનર (Partner)ને ઈમ્પ્રેસ કરવા માટે આવા મૂવ્સ કરવા માંગતી હતી. પોર્ન જોઈને મને લાગ્યું કે સેક્સ દરમિયાન મારો પાર્ટનર મારી સાથે ગમે તેવો વ્યવહાર કરે, ભલે પછી તે હિંસક હોય, પરંતુ મારે તેને શાંતિથી સ્વીકારવું પડશે. મારે એમ ન કહેવું જોઈએ કે મને તેનું આ વર્તન પસંદ નથી. મારા મનમાં એ વિચાર ઘર કરી ગયો હતો કે, સામાન્ય લોકો પણ આ રીતનું જ વર્તન કરતા હોય છે. પુરુષ ગમે તે કરે, સ્ત્રી તેને ના પાડી શકતી નથી.

‘જ્યારે મેં પહેલીવાર સંબંધ બાંધ્યો ત્યારે હું મારા પાર્ટનરને એવી કોઈ હરકતો કરવા માટે મનાવી શકી નહીં જે મને પસંદ ન હોય. કદાચ તે મારા પર પોર્નની અસર હતી. મારા મનમાં એક જ વાત હતી કે, મારે મારી બાજુથી કોઈ વાતની ના પાડવી ન જોઈએ. મને મારી જાત પર ગુસ્સો આવવા લાગ્યો હતો કે, મેં આ વસ્તુઓને સામાન્ય રીતે લેવાનું કેવી રીતે શરૂ કર્યું છે. પોર્ન જોવાના કારણે હું સેક્સ માણવાનું જ ભૂલી ગઇ હતી. થોડા સમય પછી મને સમજાયું કે મેં પોર્ન (Porn)માંથી કોઈ નવી રીત શીખી નથી, પરંતુ માત્ર એટલું જાણું છું કે, પુરુષો મારી સાથે જે કંઈ કરે તે મારે સ્વીકારવું પડશે. હું એવુ બતાવવા માંગુ છું કે, હું તેની દરેક હરકતો માણી રહી છું.

આ પણ વાંચો: અજાણ્યા યુવક સાથે રોમેન્ટિક ટ્રિપ પર ગઇ યુવતી, ખૂબ જલ્સા કર્યા અને પછી?

‘જેમ જેમ મારી ઉંમર વધતી ગઇ તેમ તેમ મારી સમજ પણ વધતી ગઈ. મને મારી પસંદ અને નાપસંદની સારી રીતે ખબર પડવા લાગી. પોર્ન પર આટલા વર્ષો વિતાવ્યા પછી, હું સમજી ગઇ કે, બંને વચ્ચેનો ભાવનાત્મક સંબંધ હોય છે જેમાં બંને લોકો સમાન રીતે આગળ વધતા હોય છે. કોઈપણ પ્રવૃત્તિમાં બંનેની અનુમતિ હોવી જરૂરી છે, તો જ તેનો આનંદ માણી શકાય છે.

મહિલાએ porn addiction ને કારણે અંતમાં શું કહ્યું?

અંતમાં મહિલાએ લખ્યું કે, ‘હું એવું નથી કહેતી કે, પોર્ન ખરાબ વસ્તુ છે, પરંતુ તેમાં બતાવવામાં આવતા હિંસક અને આક્રમક કૃત્યો બંધ થવા જોઈએ. આ પોર્ન જોનારાઓને કન્ફ્યુઝ કરવાનું કામ કરે છે. આ કારણે લોકો ખોટી બાબતોને સાચી માની લેવા લાગે છે અને તે જ વસ્તુઓ પોતાના પાર્ટનર સાથે કરવાનો પ્રયાસ કરે છે. સેક્સ લાઈફ સુધારવા માટે પાર્ટનર સાથે સંસ્કારી વર્તન કરવું ખૂબ જ જરૂરી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment