Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / December 1.
Homeન્યૂઝAmreli: રાજુલાના ખાખબાઇ ગામના આશ્રમમાં રહેતા મહિલા પૂજારીની હત્યા

Amreli: રાજુલાના ખાખબાઇ ગામના આશ્રમમાં રહેતા મહિલા પૂજારીની હત્યા

Amreli
Share Now

અમરેલી (Amreli)જિલ્લામાં સાધ્વીની હત્યાનો મામલો સામે આવ્યો છે. સાધ્વીની હત્યાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. રાજુલાના ખાખબાઈ ગામ નજીક આવેલા ઓમ નારાયણ આશ્રમના સાધ્વી રેખાબેનની હત્યા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

Amreli જિલ્લામાં સાધ્વીની કરાઇ હત્યા

અમરેલી જિલ્લામાં સાધ્વી તરીકે કામ કરતા મહિલાની આશ્રમમાં જ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. આ સાધ્વી માતાજી તરીકે ઓળખાતા હતા. આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસની સાથે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચીને આગળની વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: યુવકે લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવતાં રોષે ભરાયેલી ગર્લફ્રેન્ડે ચહેરા પર એસિડ ફેંક્યું

Amreli જિલ્લામાં સાધ્વીની હત્યા મામલે પોલીસ તપાસમાં લાગી

આશ્રમમાં ઘણાં સમયથી કાર્યરત સાધ્વીની હત્યાનો ભેદ ઉકેલવા માટે અમરેલી એલસીબી, એસઓજી સહિતની પોલીસ કામે લાગી છે. હત્યામાં કોઈ નજીકનો જ વ્યકિત સંડોવાયો હોવાની પણ આશંકા સેવવામા આવી રહી છે. આરોપી (Accused)ઝડપાયા બાદ હત્યા પાછળના કારણનો ખુલાસો થશે.

ભંગારનું કટીંગ કરતા બાટલો ફાટ્યો જુઓ વીડિયો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment