રાજકોટ શહેરમાં રહેતા દંપતીના ઘરમાં મેરેજ એનિવર્સરીના દિવસે જ ગમગીની છવાઇ છે. લગ્નની પ્રથમ વર્ષગાંઠના દિવસે પરિણીતાએ ગળેફાંસો ખાઇ આપઘાત (suicide)કરી લેતાં પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. જોકે આપઘાતનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. હાલમાં તો આ બનાવને પગલે પોલીસે (Police)આગળની તપાસ હાથ ધરી છે.
ગળાફાંસો ખાઇ suicide કર્યો
મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરના મહાદેવ લાડી મેઇન રોડ પર રહેતા અને કારખાનામાં મજૂરી કામ કરતા ગોવિંદ શાહોની પત્નીએ ગઇકાલે પતિ કારખાને ગયા બાદ સાંજે પોતાના ઘરે લોખંડની આડશમાં ચુંદડી વડે ગળાફાંસો (Throat)ખાઇ આપઘાત કરી લીધો હતો.
ઉલ્લેખનિય છે કે, ગોવિંદ શાહો અને તેની પત્નીના લગ્ન (Marriage)ને ગઇકાલે જ એક વર્ષ પુર્ણ થયું હતું અને બંનેને પ્રથમ મેરેજ એનિવર્સરી (Anniversary)હોય પતિ ગોવિંદે પત્નીને બહાર ફરવા જવાનું પુછ્યું હતું, પરંતુ પત્નીએ ના પાડી હતી, બાદમાં ગોવિંદ સવારે કારખાને જતો રહ્યો હતો અને સાંજે પરત ફર્યો ત્યારે પત્ની ગળેફાંસો ખાઘેલી હાલતમાં જોવા મળી હતી.
આ પણ વાંચો: અરવલ્લી-સાબરકાંઠાની રાજસ્થાન રાજ્યને જોડતી આંતરરાજ્ય સરહદો પર પ્રોહિબિશન રાઉન્ડ ધી ક્લોક ચેકીંગ
suicide મામલે પોલીસે તપાસ હાથ ધરી
પતિએ આ હાલત જોતા તુરંત ઇમરજન્સીમાં જાણ કરી હતી. જ્યાં તેમને સ્થળ પર જ મૃત જાહેર કરાઇ હતી. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના ગોવિંદ અને પત્નીને લગ્ન થયે એક વર્ષ પૂર્ણ થયું હતું. ગોવિંદ છેલ્લા 5 વર્ષથી પણ વધુ સમયથી કારખાનામાં મજૂરી કામ કરે છે. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે પરિણીતા (Married)ના મૃતદેહનું પોસ્ટમોર્ટમ (Postmortem)કરાવી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Android: http://bit.ly/3ajxBk4