કેરળના ઈડુક્કીમાં એક મહિલાએ એક યુવક પર એસિડ (acid)ફેંકવાની ઘટના સામે આવી છે. મહિલા અને યુવકની મુલાકાત ફેસબુકના માધ્યમથી થઈ હતી. મહિલાનો એવો આરોપ છે કે, યુવકે તેની સાથે લગ્ન કરવાના પ્રસ્તાવને ઠુકરાવ્યો હતો. જેના કારણે તે નારાજ હતી. તો પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ગત્ત 16 નવેમ્બરની ઘટના મામલે આરોપી મહિલાની ધરપકડ કરવામાં આવી છે.
acid થી ઘાયલ થયેલા યુવકે એક આંખ ગુમાવી
આ ઘટના અંગેની પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, પીડિત યુવક તિરૂવનંતપુરમનો રહેવાસી છે. આરોપી મહિલાએ ગત્ત 16 નવેમ્બરે તેના ચહેરા પર એસિડ ફેંક્યું હતું. જેના પગલે તે ખરાબ રીતે ઘાયલ થયો હતો. જેના પગલે યુવકને હોસ્પિટલ (Hospital)ખાતે ખસેડાયો હતો. સારવાર કરી રહેલા ડોક્ટર્સનું કહેવું છે કે, યુવકે એક આંખની રોશની ગુમાવી દીધી છે.
આ પણ વાંચો: Video: અમેરિકામાં ડોલરનો વરસાદ, હાઇવે પર કાર ઉભી રાખી લોકો નોટ લૂંટવા લાગ્યા
સોશિયલ મીડિયામાં થઇ હતી ઓળખાણ
પોલીસ (Police)પાસેથી મળતી માહિતી અનુસાર, મહિલા અને યુવકની દોસ્તી ફેસબુકના માધ્યમથી થઇ હતી. બાદમાં મહિલા પરણિત હોવા અને બે બાળકોની માતા હોવાની જાણ થતા યુવક તેની સાથે સંબંધ ખત્મ કરવા માંગતો હતો. જોકે મહિલા આ બાબતે તેને બ્લેકમેલ કરી રહી હતી અને પૈસાની માગ કરી રહી હતી. પૈસા લેવા માટે મહિલાએ ગત્ત 16 નવેમ્બરે યુવકને બોલાવ્યો હતો, જ્યાં યુવક તેની સાથે તેના બનેવી અને મિત્રને લઈને આવ્યો હતો.
acid ની આ સમગ્ર ઘટનાનો ખુલાસો કઇ રીતે થયો
આ સમગ્ર ઘટના અંગેના CCTV કેમેરાના ફુટેજ સામે આવ્યા છે. ફુટેજમાં દેખાઈ રહ્યું છે કે, યુવકની પાછળ ઉભેલી મહિલા અચાનક આગળ આવી અને તેના ચહેરા પર એસિડ ફેંકે છે. એસિડ ફેંકવા જતા મહિલા પણ સામાન્ય દાઝી હતી. આ ઘટના બાદ યુવકને પહેલા એક ખાનગી હોસ્પિટલમાં અને બાદમાં તિરુવનંતપુરમ મેડિકલ કોલેજ (Medical College)ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યાં અનુસાર, આ મામલામાં ગત્ત શુક્રવારે FIR નોંધવામાં આવી હતી. જ્યારે ગત્ત શનિવારે મહિલાની ધરપકડ કરી લેવામાં આવી હતી.
ઈશુદાન ગઢવી મહેશ સવાણી પર હુમલો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4