Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝબસપા સાંસદ પર બળાત્કારનો આરોપ લગાવનાર પીડિતાનું થયું મોત, પરિવારે પોલીસ સામે ઉઠાવ્યા સવાલો

બસપા સાંસદ પર બળાત્કારનો આરોપ લગાવનાર પીડિતાનું થયું મોત, પરિવારે પોલીસ સામે ઉઠાવ્યા સવાલો

rape case,up rape case,bsp mp,politics
Share Now

બહુજન સમાજ પાર્ટીના સાંસદ અતુલ રાય વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કરનાર 24 વર્ષીય પીડિતાનું ગઈ કાલે મંગળવારના રોજ મોત થયું હતું. આ પહેલા યુવતીના સાથીનું 21 ઓગસ્ટના રોજ અવસાન થયું હતું. 16 ઓગસ્ટના રોજ એક યુવતી અને તેના સાથી યુવકે સુપ્રીમ કોર્ટની બહાર પેટ્રોલ છાંટીને પોતાની જાતને આગ લગાવી દીધી હતી. જેને કારણે બંને ગંભીર રીતે દાઝી ગયા હતા. બંનેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

2019 માં બળાત્કારનો લગાવ્યો હતો આરોપ 

ઉત્તરપ્રદેશના ગાઝીપુર જિલ્લાની વિદ્યાર્થીની 16 ઓગસ્ટે તેના મિત્ર સાથે દિલ્હી આવી હતી. તે દિવસે પોતાને આગ લગાડતા પહેલા, તેણે એક ફેસબુક લાઇવ વીડિયો રેકોર્ડ કર્યો હતો. જેમાં મહિલાએ પોલીસ અધિકારીઓ અને ન્યાય વ્યવસ્થા પર આરોપ લગાવ્યો કે તેણે 2019 માં બસપા સાંસદ અતુલ રાય વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો. જેમાં મને હજુ સુધી ન્યાય મળ્યો નથી. 

rape case,up rape case,bsp mp,politics

આ પણ વાંચો:કાબુલ એરપોર્ટ પરથી યુક્રેનનું વિમાન થયું હાઇજેક, હવે ઇરાને કર્યો આ દાવો

પરિવારે પોલીસ તપાસ પર સવાલો ઉઠાવ્યા

એક જાણીતા સમાચાર પત્રના અહેવાલ અનુસાર યુપીના બલિયામાં રહેતી મહિલાના માતા -પિતાએ કહ્યું કે તેઓ જાણતા નથી કે તે ક્યારે દિલ્હી ગઈ હતી. તેમણે કહ્યું કે, “તેણે અમને ક્યારેય તેના કેસ વિશે કશું કહ્યું નથી. અમે તેની મદદ કરવા માંગતા હતા, પરંતુ તે જાતે જ બધુ સાંભળવા માંગતી હતી. સાંસદ અને તેમના સાથીઓ 2019 થી તેને પરેશાન કરી રહ્યા હતા. તેઓ ઈચ્છતા હતા કે અમે કેસ પાછો ખેંચીએ. તેની પાસે કેટલાક વીડિયો પણ હતા જેને બતાવીને તેમણે ધમકી પણ આપી હતી, પરંતુ મારી દીકરીએ કહ્યું કે તે આની સામે લડત કરશે.

યુપી સરકારે કમિટીની રચના કરી 

હવે યુપી સરકારે આ મામલાની તપાસ માટે ડીજી સ્તરના અધિકારીની અધ્યક્ષતામાં બે સભ્યોની સમિતિની રચના કરી છે. યુપીમાં એડીજી (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે કહ્યું, “આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. અમે આ મામલે તપાસ હાથ ધરી છે અને છેલ્લા અઠવાડિયામાં બે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. ડીજી સ્તરની કમિટી અને દિલ્હી પોલીસનો રિપોર્ટ ટૂંક સમયમાં સોંપવામાં આવશેત્યારબાદ અમે આ મામલે આગળની કાર્યવાહી કરીશું. “

સાંસદ અતુલ રાય જેલમાં 

2019 માં, ઉત્તર પ્રદેશના બલિયાની એક છોકરીએ બળાત્કારનો આરોપ લગાવતા વારાણસીના લંકા પોલીસ સ્ટેશનમાં બસપા સાંસદ અતુલ રાય વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે અતુલ રાયે લંકા સ્થિત તેના ફ્લેટ પર બળાત્કાર કર્યો હતો અને તેનો વીડિયો પણ બનાવ્યો હતો. સાંસદ અતુલ રાય હા આ કેસને લઈને જેલમાં બંધ છે.

સાંસદના ભાઈએ કરી હતી ફરિયાદ 

સાંસદના ભાઈ પવન કુમાર સિંહે યુવતી અને તેના સાથી સત્યમ રાય વિરુદ્ધ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ગેંગ બનાવીને હની ટ્રેપ અને છેતરપિંડી કરવાની ફરિયાદ કરી હતી. પવને આરોપ લગાવ્યો હતો કે, બંનેએ સાથે મળીને રાજકારણ સાથે જોડાયેલા લોકોને પોતાની જાળમાં ફસાવ્યા અને પૈસા પડાવ્યા છે. કોર્ટે કેન્ટ પોલીસને યુવતી અને તેના સાથી સામે છેતરપિંડીનો કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટની સૂચના મુજબ પોલીસે કેસ નોંધીને બંનેની ધરપકડ માટે દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. જેને કારણે બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આખરે ધરપકડ ન થતા ત્યારે કોર્ટે તબંનેનેભાગેડુ જાહેર કરીને તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ બહાર પાડ્યું હતું.ત્યારબાદ પીડિતા અને તેના સાથીએ સુપ્રીમ કોર્ટ બહાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment