Afghansitan Crisis: અફઘાનિસ્તાન પર યુએનએસસીની ચર્ચામાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિ (TS Tirumurti) એ જણાવ્યું હતું કે અમે છેલ્લા મહિના દરમિયાન અફઘાનિસ્તાનની પરિસ્થિતિમાં નાટકીય પરિવર્તન જોયું છે. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ પેદા થયેલા હાલાત અંગે ભારતે ફરીથી એકવાર ચિંતા વ્યક્ત કરી છે અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)ની બેઠકમાં આ મુદ્દાને ઉઠાવ્યો છે. UNSC માં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં હાલાત હજુ પણ નાજુક બનેલા છે.
We've witnessed dramatic changes in the situation in Afghanistan over the course of the last month. Security Council met thrice in August & has collectively pronounced on the prevailing situation: India's Permanent Representative to UN TS Tirumurti at UNSC Debate on Afghanistan pic.twitter.com/2U0aBKB0CK
— ANI (@ANI) September 10, 2021
અફઘાન ભૂમિનો ઉપયોગ કોઈપણ દેશને હુમલો કરવા અથવા આતંકવાદીઓને આશરો આપવા માટે થવો જોઈએ નહીં
It took into account some of our collective concerns, in particular on terrorism, where it has noted the commitment of the Taliban not to allow the use of Afghan soil for terrorism, including from terrorists and terrorist groups designated under resolution 1267: TS Tirumurti
— ANI (@ANI) September 10, 2021
તેમણે કહ્યું કે અફઘાન ભૂમિનો ઉપયોગ કોઈપણ દેશને ધમકી આપવા અથવા હુમલો કરવા અથવા આતંકવાદીઓને આશરો આપવા માટે થવો જોઈએ નહીં. આ ઉપરાંત, તેનો ઉપયોગ આતંકવાદીઓને તાલીમ આપવા અને આતંકવાદી મનસૂબાને સફળ બનાવવા માટે આયોજન અને ભંડોળ માટે પણ થવો જોઈએ નહીં.
પાડોશી હોવાના નાતે ચિંતાનો વિષય
ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે અફઘાનિસ્તાનના પાડોશી અને લોકોના મિત્ર હોવાના કારણે હાલની સ્થિતિ અમારા માટે સીધી ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે ભારત અફઘાનિસ્તાનમાં એક એવી વ્યવસ્થાનું આહ્વાન કરે છે જેમાં તમામ વર્ગોનું પ્રતિનિધિત્વ હોય. એક એવી સરકાર હોય જેને આંતરરાષ્ટ્રીય સ્વિકૃતિ અને માન્યતા મળે.
આ પણ વાંચો : વિઘ્નહર્તા દેવના ઉત્સવે સર્જાયો ગ્રહોનો અનોખો શુભ સંયોગ
પ્રતિબદ્ધતાઓનું સન્માન થવું જોઈએ
કાબુલ હુમલાનો ઉલ્લેખ કરતા ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે ગત મહિને એક નિંદનીય હુમલો જોવા મળ્યો. આતંકવાદ અફઘાનિસ્તાન માટે એક ગંભીર જોખમ બનેલો છે. આ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આ મામલે કરાયેલી પ્રતિબદ્ધતાઓનું સન્માન થવું જોઈએ અને તેનું પાલન થવું જોઈએ. તેમણે કહ્યું કે અમે તે નિવેદન ઉપર પણ ધ્યાન આપ્યું કે અફઘાન લોકો કોઈ પણ વિધ્ન વગર વિદેશ મુસાફરી કરી શકશે. અમને આશા છે કે આ પ્રતિબદ્ધતાઓનું પાલન કરાશે. જેમાં અફઘાનો અને તમામ વિદેશી નાગરિકોને અફઘાનિસ્તાનથી સેફ પેસેજ આપવાની વાત સામેલ છે.
અફઘાન મહિલાઓનો અવાજ સાંભળવાની જરૂર
ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે અફઘાન લોકોના ભવિષ્યની સાથે સાથે છેલ્લા બે દાયકામાં મેળવેલા લાભોને જાળવી રાખવા અને નિર્માણ કરવા અંગે અનિશ્ચિતતાઓ ખુબ વધુ છે. અમે અફઘાન મહિલાઓનો અવાજ સાંભળવાની જરૂરિયાતને ફરી દોહરાવીએ છીએ. અફઘાન બાળકોની આકાંક્ષાઓને સાકાર કરવા, અલ્પસંખ્યકોના અધિકારોની રક્ષા કરવા અને માનવીય સહાયતા તત્કાળ પ્રદાન કરવાનું અમે આહ્વાન કરીએ છીએ અને આ મામલે સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય એજન્સીઓને નિર્વિધ્ન પહોંચ પ્રદાન કરવાની જરૂરિયાતને રેખાંકિત કરીએ છીએ.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt