Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeઇતિહાસઅફઘાનમાં બાળકોને ચૂપ કરાવા મહિલાઓ કહેતી સુઈ જા નહીંતર ‘નાલવા’ આવી જશે

અફઘાનમાં બાળકોને ચૂપ કરાવા મહિલાઓ કહેતી સુઈ જા નહીંતર ‘નાલવા’ આવી જશે

Hari Singh Nalwa
Share Now

અફઘાનિસ્તાન (Afghanistan)ને સલ્તનતોનું કબ્રસ્તાન (Cemetery) કહેવામાં આવે છે. આજ સુધી અહીં કોઈ પણ સંપૂર્ણ રીતે સત્તારૂઢ થઈ શક્યું નથી. હાલત એવી છે કે, સોવિયત સંઘ અને અમેરિકા જેવી મહાશક્તિઓને પણ પોતાની સેના પરત બોલાવી પડી છે. પરંતુ ભારતમાં એક એવા યોદ્ધા પેદા થયા હતા. જેણે અફઘાનોને ધોળા દિવસે તારા દેખાડ્યા હતા. તે મહાન યોદ્ધાનું નામ છે હરી સિંહ નાલવા(Hari Singh Nalwa), અફઘાનોમાં હરી સિંહ નાલવાના (Hari Singh Nalwa)નામનો ડર હતો. તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે, અફઘાન મહિલાઓ પોતાના રળતા બાળકોને છાના રાખવા માટે કહેતી કે, ચૂપ થઈ જા નહીંતર ‘નાલવા’ આવી જશે.

હરી સિંહ નાલવા કોણ હતા ?

હરી સિંહ નાલવા મહારાજા રાણજીત સિંહની સેનાના સૌથી વિશ્વાસપાત્ર કમાન્ડર હતા. તેઓ કાશ્મીર, હાજરા અને પૈશાવરના ગર્વનર રહ્યા, તેઓએ અનેક અફઘાન યોદ્ધાઓને મ્હાત આપી અને ત્યાંના અનેક ભાગ પર પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું હતું. સાથે જ તેઓએ અફગાનોને ખેબર દર્રેનો ઉપયોગ કરતા પંજાબમાં આવવાથી રોક્યા, હકીકતમાં 1000 AD થી 19 મીં સદીની શરૂઆત સુધી ખૈબર દર્રાજ વિદેશી હુમલાખોરો માટે ભારત આવવાનો એક માત્ર માર્ગ હતો.

આ પણ વાંચો: કોણ છે ISIS-K ? અને તાલિબાન શા માટે માને છે તેને દુશ્મન ?

અફઘાનિસ્તાન ત્યારે પણ એક અજેય વિસ્તાર માનવામાં આવતો હતો. પરંતુ હરી સિંહ નાલવાએ અફઘાનિસ્તાનના સીમાવર્તી ભાગ અને ખૈબર દર્રે પર કબજો કરી અફઘાનો માટે આ માર્ગથી ભારત આવવાની તમામ શક્યતાઓને ખતમ કરી નાખી. વીસી ડો. ડીપી સિંહએ જણાવ્યું કે, જ્યારે અફઘાનિસ્તાન સતત પંજાબ અને દિલ્હીમાં આવી રહ્યા હતા. તો મહારાજા રણજીત સિંહએ પોતાના સામ્રાજ્યની સુરક્ષા માટે બે પ્રકારની સેનાઓ બનાવી. એક સેનાને વ્યવસ્થિત રાખવા માટે ફ્રેંચ, જર્મન, ઈટાલિયન, રશિયન અને ગ્રીક્સ યોદ્ધાની નિમણૂંક કરી હતી.

બીજી સેના હરી સિંહ નાલવા (Hari Singh Nalwa)અંતર્ગત હતી. આ મહારાજા રણજીત સિંહની સૌથી મોટી તાકાત હતી. હરી સિંહ નાલવા (Nalva)એ આ સેના સાથે અફઘાન આદિવાસી હાજરાને હજારો વાર મ્હાત આપી, નાલવા (Nalva)ની બહાદુરીને સન્માન આપતા ભારત સરકારે 2013 માં તેમના ઉપર એક પોસ્ટ ઓફિસની ટિકિટ પણ જાહેર કરી હતી.

શા માટે અફઘાન નાલવાથી એટલા ડરતા હતા ?

હરી સિંહ નાલવાએ અફઘાન વિરૂદ્ધ અનેક યુદ્ધોમાં ભાગ લીધો હતો. આ લડાઈઓમાં તેઓએ અફઘાનોને અનેક વિસ્તારોથી બેદખલ કરી દિધા હતા. 1807 માં માત્ર 16 વર્ષની ઉંમરમાં નાલવાએ કસૂર (હાલ પાકિસ્તાન) ના યુદ્ધમાં ભાગ લીધો, આ યુદ્ધમાં તેઓએ અફઘાની શાસક કુતુબુદ્દીન ખાનને મ્હાત આપી હતી. 1813 માં નાલવાએ અન્ય કમાંડરો સાથે મળી અટોકના યુદ્ધમાં ભાગ લીધો અને આઝિમ ખાન તથા તેના ભાઈ દોસ્ત મોહમ્મદ ખાનને મ્હાત આપી હતી. આ બંન્ને કાબુલના મહમૂદ શાહ તરફથી આ યુદ્ધમાં લડી રહ્યા હતા. શીખોની દુર્રાની પઠાણો વિરૂદ્ધ આ પહેલી મોટી જીત હતી.

આ પણ વાંચો: તાલિબાનીઓ હજારા સમુદાય પર શા માટે આટલી ક્રૂરતા આચરે છે ? કોણ છે હજારા સમુદાય ?

1818 માં શીખ આર્મીએ નાલવાની આગેવાનીમાં પેશાવરનું યુદ્ધ જીત્યું અને નાલવાને ત્યાં રોકવા માટે કહ્યું હતું. અહીં તેમને પંજાબ-અફઘાન સીમા પર નજર રાખવાની જવાબદારી આપવામાં આવી હતી. 1837 માં નાલવાએ જમરૂદ પર કબજો જમાવ્યો, જે ખૈબર પાસના રસ્તે અફઘાનિસ્તાન જવાનો માર્ગ હતો. ઈતિહાસકાર ડો. સતીશ કે. કપૂર મુજબ મુલ્તાન, હજારા, માનેકડા, કાશ્મીર વગેરે યુદ્ધોમાં અફઘાનોને મ્હાત આપી શીખ સામ્રાજ્યનો વધુ વિસ્તાર કર્યો હતો. ડો. સતીશ કે. કપૂર જણાવે છે કે, આ પ્રકારની જીતોથી અફઘાનના મનમાં નાલવા પ્રતિ ડર પેદા કરી દીધો હતો.

નાલવાની આ જીતોથી ભારતને શું ફાયદો થયો ?

ઈતિહાસકાર જણાવે છે કે, જો હરી સિંહ નાલવાએ પેશાવર અને ઉત્તરી-પશ્ચિમી યુદ્ધક્ષેત્ર જે આજે પાકિસ્તાનનો ભાગ છે. તે યુદ્ધ ન જીત્યા હોત તો આજે આ અફઘાનિસ્તાનનો ભાગ હોત, એવું થવા પર પંજાબ અને દિલ્હીમાં અફઘાનોની ઘુંસણખોરી ક્યારેય રોકી ન શકાત નહીં. આ પ્રકારે અફઘાનિસ્તાન હંમશા-હંમેશા માટે ભારત માટે માથાનો દુખાવો બની જાત.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment