Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeડિફેન્સમહિલાઓ માટે નેશનલ ડિફેન્સ એકેડેમીના દ્વાર ખુલ્યા, આર્મી ચીફે કરી દીધી મોટી વાત

મહિલાઓ માટે નેશનલ ડિફેન્સ એકેડેમીના દ્વાર ખુલ્યા, આર્મી ચીફે કરી દીધી મોટી વાત

m m naravane
Share Now

નેશનલ ડિફેન્સ એકેડમી (NDA) એ મહિલાઓ માટે તેના દરવાજા ખોલી દીધા છે.આ વર્ષે NDA પરીક્ષામાં મહિલા ઉમેદવારો પણ ભાગ લઈ શકે છે. આ ઐતિહાસિક પગલા પર આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ કહ્યું છે કે એનડીએમાં મહિલાઓના પ્રવેશ સાથે અપેક્ષા રાખવામાં આવે છે કે આપણે નિયમો અનુસાર અને વ્યાવસાયિક રીતે તેમનું સ્વાગત કરીએ. તેમણે કહ્યું કે, થોડા વર્ષો પછી એવો સમય આવશે, જ્યારે આપણે સેનામાં મહિલાઓને આપના બરબરના પદ પર ઊભેલી જોઈશું.

આજે તમે જ્યાં ઊભા છો ત્યાં 42 વર્ષ પહેલા હું પણ ઉભો હતો

નેશનલ ડિફેન્સ એકેડમીની 141મી પાસિંગ આઉટ પરેડની સમીક્ષા દરમિયાન કેડેટ્સને સંબોધતા તેમણે કહ્યું કે આજે તમે જ્યાં ઊભા છો 42 વર્ષ પહેલા હું પણ ત્યાં ઉભો હતો. તે સમયે હું કલ્પના પણ કરી શકતો ન હતો કે એક દિવસ હું આ પરેડની સમીક્ષા કરીશ. અહીંથી તમામ કેડેટ્સ વિવિધ એકેડમીમાં જશે. અને અલગ-અલગ વર્દી પહેરશે, પરંતુ આપણે હંમેશા યાદ રાખવું પડશે કે કોઈ પણ સૈન્ય દળ એકલું લડી શકતું નથી કે યુદ્ધ જીતી શકતું નથી.

આ પણ વાંચો:પીએમ મોદી દુનિયાની સૌથી મોટી પંચાયતમાં ભાગ લેવા પહોંચ્યા

મહિલાઓને પુરૂષોની જેમ તાલીમ આપવામાં આવશે

આર્મી ચીફે કહ્યું કે મહિલાઓને તાલીમ આપવા માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર થોડું અલગ હશે, પરંતુ તેમને પુરૂષ કેડેટની જેમ જ તાલીમ આપવામાં આવશે. તેમણે કહ્યું કે આધુનિકતા અને સંરક્ષણ પ્રશિક્ષણ પછી આપણે 40 વર્ષ બાદ મહિલાઓને આપણી સ્થિતિમાં જોઈશું.

કોર્ટના આદેશ બાદ મહિલાઓ માટે દરવાજા ખૂલ્યા

ગયા મહિને સુપ્રીમ કોર્ટે સંરક્ષણ મંત્રાલયને કહ્યું હતું કે મહિલા ઉમેદવારોને આવતા વર્ષથી એનડીએની પરીક્ષા આપવાની છૂટ આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આના પર વાંધો ઉઠાવ્યો હતો અને આદેશ આપ્યો હતો કે એનડીએમાં મહિલાઓના પ્રવેશને વધુ એક વર્ષ માટે ટાળી શકાય નહીં. તેમને નવેમ્બરથી જ પરીક્ષામાં બેસવા દેવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે, નેશનલ ડિફેન્સ એકેડમી (NDA) એ મહિલાઓ માટે તેના દરવાજા ખોલી દીધા છે.આ વર્ષે NDA પરીક્ષામાં મહિલા ઉમેદવારો પણ ભાગ લઈ શકે છે. આ ઐતિહાસિક પગલા પર આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ કહ્યું છે કે એનડીએમાં મહિલાઓના પ્રવેશ સાથે અપેક્ષા રાખવામાં આવે છે કે આપણે નિયમો અનુસાર અને વ્યાવસાયિક રીતે તેમનું સ્વાગત કરીએ. તેમણે કહ્યું કે, થોડા વર્ષો પછી એવો સમય આવશે, જ્યારે આપણે સેનામાં મહિલાઓને આપના બરબરના પદ પર ઊભેલી જોઈશું.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment