Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeકહાનીતમારી સેજવાન ચટણીને ચટાકેદાર બનાવીને કેવી રીતે બચાવવામાં આવી રહ્યા છે દેશના 14 અબજ ડોલર?

તમારી સેજવાન ચટણીને ચટાકેદાર બનાવીને કેવી રીતે બચાવવામાં આવી રહ્યા છે દેશના 14 અબજ ડોલર?

Women Empowerment Story: How is country's $ 14 billion being saved by making your chutney savory?
Share Now

નવી દિલ્હી: આદુ-લણની પેસ્ટ કે ચટણીનું નામ સાંભળતા જ મોં માં પાણી આવી જાય છે. કોઈ પણ ભોજનને ચટાકેદાર અને વધુ સ્વાદ ઉમેરવા વપરાતી આ ચટણીની લહેજત તમે પણ માણી હશે. હવે સેજવાન ચટણીમાં નાખવામાં આવતા આદુ અને લસણને સુકવીને ઘણાં દિવસો સુધી ઉપયોગ કરી શકાય છે. સેજવાન ચટણીના ઈન્ગ્રીડિએન્ટ્સને સોલાર ડ્રાયરથી સુકવીને કૃષિ ઉત્પાદનને બરબાદ થતા બચાવાઈ રહ્યા છે. આજે આપણે એવી ઉદ્યમી મહિલાઓની વાત કરીએ જેણે એક નવી પહેલ કરીને મહેનતથી આવકનો સ્ત્રોત ઉભો કર્યો.

ઓરંગાબાગની મહિલાઓ બની ઉદ્યોગ સાહસિક

મહારાષ્ટ્રના ઓરંગાબાગની કવિતા ચંદ્રકાંત ગાડેકરનું જીવન અને જીવનશૈલી હવે સાવ બદલાઈ ગયા છે. તેની સાથે 19 અન્ય મહિલાઓ અત્યાર સુધી ખેતરમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી, હવે તે પોતે માઈક્રો એન્ટરપ્રિન્યોર કહેવાય છે. હવે તેની પાસે આવકનો સ્થાયી સ્ત્રોત છે અને તે વર્ષના 9 મહિના સુધી કામકાજથી આવક કમાય છે. પહેલા તેની પાસે વર્ષમાં ફક્ત ત્રણ મહિના જ કામ હોતું.

Foodtech company S4S helps farmers earn profits with solar-powered  dehydrator - The Hindu

એર ડ્રાયરની મદદ

ઓરંગાબાદના માર્સ્વલી ગામની આ મહિલાઓને હવે ચોમાસામાં કામ નથી શોધવું પડતું. આ મહિલાઓ હવે લસણ અને આદુ જેવી ખેત પેદાશોને ડ્રાયરમાં સુકવીને તેની આવરદા વધારી રહી છે. ડ્રાયર મશીન ખાતરી કરે છે કે સામાન્ય રીતે તે જલ્દી ખરાબ થઈ જતા આ પ્રકારના ઉત્પાદનની સેલ્ફ લાઈફ ઓછામાં ઓછા એક વર્ષ થઈ જાય. ઘણાં બધા ખેડૂતો આદુ-લસણ જેવી ખેત પેદાશોની ખેતી કરતા હોય છે, પણ પાક સમયસર માર્કેટમાં ન વેચાતા અને યોગ્ય ભાવ નહિં મળવાને કારણે તેની ઉપજ ખરાબ થઈ જાય છે અને તેને નુકશાન વેઠવું પડે છે.

આ પણ વાંચો : Dry Fruits Price : અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓના આવતા જ ભારતમાં ડ્રાય ફ્રુટ્સ થયા મોંઘા, જાણો કેમ?

મજૂરથી એન્ટરપ્રિન્યોરની સફર

ગામડામાં ખેત મજૂરી કરતી આ મહિલાઓ હવે વાર્ષિક એક લાખ રૂપિયા સુધી કમાઈ લે છે. ગાડેકર પોતાની ખુશી વ્યક્ત કરતા કહે છે કે, અત્યાર સુધી તેના પરિવારના લોકો બાજરો, મકાઈ, કપાસ અને જવ વગેરેની ખેતી કરતા હતા. ચોમાસા પહેલા શરૂ થયેલ ખેતી પછી બાકીના દિવસોમાં તેની પાસે કોઈ કામ નહોતું હોતું. હવે તેની પાસે આખુ વર્ષ કામ હોય છે. મુંબઈની એક ફૂડ ટેક ફર્મ S4S ટેક્નોલોજીએ આ મહિલાઓનું જીવન બદલી નાખ્યું છે.

SOLAR CONDUCTION DRYER - A SOCIAL DESIGN LIBRARY

સોલાર મશીનની મદદ

અત્યારે આ મહિલાઓની ખેત પેદાશ નેસ્લે, સોડેક્સો અને મેરિકો જેવી કંપનીઓને વેચવા જઈ રહી છે. S4Sએ ખેત પેદાશના નુકશાનને ઓછી કરવા માટે એક મોટું પગલું ઉઠાવ્યું છે. મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આ સંગઠનને 500થી વધુ મહિલાઓને પોતાની સાથે જોડી છે. S4Sની આ પહેલથી ઓછામાં ઓછા 15,000 ખેડૂતોનું જીવન બદલાયું છે. કંપની ખેડૂતો અને ખેતમજૂરોને પોતાના ઉપકરણની મદદથી ખેત ઉત્પાદનના સંરક્ષણથી લઈને તેને ડીહાઈડ્રેટ કરવાની રીત પણ શીખવે છે.

કેવી થાય છે પ્રોસેસ

મહિલાઓ પોતાની કૃષિ પેદાશોને ડ્રાયરમાં 4-5 કલાક સુધી રાખે છે, આ વચ્ચે એ પણ ધ્યાન રાખવામાં આવે છે કે ખેત પેદાશ યોગ્ય રીતે દરેક તરફથી સુકાય. ત્યાર બાદ તેને 2-3 કલાક એક સોલર ડ્રાયરમાં રાખવામાં આવે છે. સોલાર ડ્રાયર આદુ, લસણ જેવા ઉત્પાદનોના પોષક તત્વને જાળવી રાખતા તેની સેલ્ફ લાઈફને વધારીને એક વર્ષ કરી દે છે.

Foodtech company S4S helps farmers earn profits with solar-powered  dehydrator - The Hindu

ગામની મહિલાઓને મજૂરીથી મળી મુક્તિ

સોલર ડ્રાયરથી તેને સુકવ્યા પછી તેનું પેકીંગ કરવામાં આવે છે અને તેને માર્કેટમાં વેચવા માટે મોકલવામાં આવે છે. S4Sની આ પહેલછી મજૂરી કરતી આ મહિલાઓનું જીવન તદ્દન બદલાઈ ગયું છે. તેની આવક 200 ટકા સુધી વધી ગઈ છે. મહિલાઓને આ પ્રોસેસમાં મજૂરી જેવું ભારે કામ નથી કરવું પડતું. તેમને સમયસર પેમેન્ટ પણ મળી જાય છે, જેનાથી તે પોતાના પરિવારનું યોગ્ય રીતે ધ્યાન રાખી શકે છે.

વાર્ષિક લાખો કરોડોનું નુકશાન

ભારત દર વર્ષે સસ્તું અથવા મફત અનાજ આપવા લગભગ 1.5 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરે છે. વર્ષ 2016ના અભ્યાસમાં અંદાજ લગાવવામાં આવ્યો છે કે, ભારતમાં કૃષિ ઉપજની બરબાદીને કારણે વાર્ષિક 92,651 કરોડ રૂપિયાનું નુકશાન થાય છે. તરત જ નાશ પામતા ખેત ઉત્પાદનોની બંપર ઉપજ થયા બાદ તેના યોગ્ય ભાવ નહિં મળવાને કારણે ખેડૂતોને ભારે નુકશાન વેઠવું પડે છે. જો પૂરતા પ્રોસેસિંગ કે સંરક્ષણ મળે તો મોટાપાયે તેની બરબાદીને રોકી શકાય છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment