Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / June 26.
Homeલાઇફ સ્ટાઇલપ્રેમમાં પડેલી મહિલાઓએ ક્યારેય ના કરવી જોઈએ આ ચાર ભૂલ

પ્રેમમાં પડેલી મહિલાઓએ ક્યારેય ના કરવી જોઈએ આ ચાર ભૂલ

Share Now

એ  વાતમાં કોઈ શંકા નથી કે જ્યારે તમે પ્રેમમાં પડો છો, ત્યારે તમારે દરેક બાબતોને ખૂબ નજીકથી સમજવી પડે છે. પ્રેમભર્યા સંબંધને સંભાળવા અને જાળવવા માટે બંને પાર્ટનરનું સમજદાર હોવુ ખૂબ જરૂરી છે. જો કે આ મામલે મહિલાઓ મોટાભાગે સમાધાન કરતી હોય તેવું  દેખાતું હોય છે, પરંતુ ઘણી વખત એવું બનતું હોય છે કે, તેમના પાર્ટનર દ્વારા તેમને સમજવા માટે કોઈ પણ પ્રયાસ કરવામાં આવતો નથી. અને સમય જતાં સ્ત્રી પાર્ટનર સમધાનકારી વલણ દાખવીને સબંધને હંમેશા સાચવવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. આવી સ્થિતિ થોડા સમય માટે કામ કરી શકે છે પરંતુ ભવિષ્યમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.

એડજસ્ડટમેન્ટ અને કોમ્પ્રોમાઈઝનો તફાવત સમજો

એક મહિલા તરીકે તમારે એડજસ્ટમેન્ટ અને કોમ્પ્રોમાઈઝ વચ્ચેનો તફાવત સમજવો પડશે, તો જ તમે સફળ સંબંધનો સાચો અર્થ સમજી શકશો. પરંતુ મોટાભાગની મહિલાઓ પોતાના સંબંધમાં આ પ્રકારની ભૂલ કરતી રહે છે અને બાદમાં તેની અસર તેમના સંબંધો પર પડવા લાગે છે.

આ પણ વાંચો:લગ્નજીવન કઈ રીતે સુખમય બનાવવું?

પ્રેમમાં પડ્યા પછી, જો તમને લાગે છે કે પાર્ટનરએ પોતાની જાતને સંપૂર્ણપણે બદલવી પડશે, તો આવા સંબંધને સમાપ્ત કરવું વધુ સારું છે. દરેક વ્યક્તિએ પોતાની કેટલીક આદતો બદલવાની હોય છે, જેથી બંને પાર્ટનર એકબીજાની સાથે રહેવામાં સહજતા અનુભવે, પરંતુ વધુ પડતો ફેરફાર તમારા મનને નુકસાન પહોંચાડી શકે છે. જેમ કે જો તમને ખૂબ ગુસ્સો આવે છે, તો તેણે ફક્ત સંબંધ માટે જ નહીં, પરંતુ તમારા પોતાના માટે પણ બદલવું પડશે. બીજી બાજુ, જીવનસાથી માટે પોતાને બદલવાથી તેમની અપેક્ષાઓ વધી શકે છે, જે પૂરી કરવી મુશ્કેલ બની જાય છે.

બંને પાર્ટનરને સ્વતંત્રતા હોવી જોઈએ 

રિલેશનશિપમાં બંને પાર્ટનરને પોતપોતાની મરજી મુજબ કામ કરવાની સ્વતંત્રતા હોય છે, જોકે કેટલીક બાબતો માટે એકબીજા સાથે ચર્ચા કર્યા પછી આગળનું પગલું ભરવામાં આવે છે. પરંતુ જો તમારે તમારા પાર્ટનરને દરેક બાબત વિશે પૂછવું પડે તેવી સ્થિતિ હોય તો ચોક્કસ આવા સંબંધમાં થોડા સમય પછી ગૂંગળામણ અનુભવવા લાગે છે. ઘણી વખત તમે સંબંધમાં એટલા સમર્પિત થઈ જાઓ છો કે તમે તમારા પાર્ટનરની દરેક વાત માનવા લાગો છો. આ સ્થિતિમાં તમને ખબર પડતી નથી અને  તમારી વેલ્યૂ ઓછી થઈ જાય છે.

પ્રોફેશનલ બાબતે સમાધાન ન કરો

મહિલાઓ મોટાભાગે તેમના પાર્ટનર માટે તેમના વર્ક શેડ્યૂલને મેનેજ કરે છે, પરંતુ જ્યારે મેનેજ ફક્ત તમે જ કરતાં રહો અને તમારા પાર્ટનર કોઈ પણ બાબતે સમાધાન ના કરે ત્યારે તમારે સાવચેત રહેવાની જરૂર છે. તમારે એ પણ સમજવું પડશે કે તમારા અંગત જીવનને પ્રોફેશનલ પર અસર ન થવી જોઈએ. આવું કરવાથી તમારી કારકિર્દી જોખમમાં આવી શકે છે, નિયમિત કામ ન કરવાને કારણે તમે તમારી નોકરી પણ ગુમાવી શકો છો. ધારો કે ગઈ કાલે તમે તમારા પાર્ટનર સાથે બ્રેકઅપ કરી લીધું છે, તો તમારી પાસે પસ્તાવા સિવાય બીજું કંઈ નથી.

ઈમ્પ્રેસ કરવાની જરૂર નથી

જો તમે એક મજબૂત મહિલા છો, તો તમે સરળતાથી સમજી શકો છો કે તમારે કોઈને ઇમ્પ્રેસ કરવા માટે તમારો દેખાવ બદલવો જોઈએ નહીં. પ્રેમમાં શરીર અને દેખાવથી કોઈ ફરક પડતો નથી. જો તમે તમારા પાર્ટનરની સામે શ્રેષ્ઠ દેખાવા ઈચ્છો છો, તો તમે તમારી કેટલીક આદતો બદલી શકો છો. જો કે, જે વ્યક્તિ તમને તમારી ખામીઓ સાથે સ્વીકારે છે, તે તમારી સાથે સંબંધ જાળવી રાખવામાં પણ સક્ષમ છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment