Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeન્યૂઝHappy Women’s Day: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણીથી કેટલું આવ્યું પરિવર્તન ?

Happy Women’s Day: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણીથી કેટલું આવ્યું પરિવર્તન ?

Happy Women's Day
Share Now

Happy Women’s Day:  ક્યારથી ઉજવાય છે ‘વિશ્વ મહિલા દિવસ’ ? શું છે તેનો હેતુ ?

 દર વર્ષે 8 માર્ચના રોજ દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day) ની ઉજવણી કરવામાં આવે છે. મનમાં સવાલ ઉભા થાય છે કે આ પરંપરાની શરૂઆત ક્યારથી થઈ? સાથે જ મહિલા દિવસ મનાવવા પાછળ હેતુ શુ છે? જો મહિલા દિવસ ઉજવાય છે તો પુરૂષ દિવસ કેમ નહી? ચાલો આ તમામ પ્રશ્નોના ઉત્તર જાણીએ…

 કેમ, 8 માર્ચના દિવસે જ આંતરરાષ્ટ્રીય ‘મહિલા દિવસ’ ઉજવાય છે ?

આંતરરાષ્ટ્રીય ‘મહિલા દિવસ’ના ઈતિહાસની વાત કરીએ તો સૌ પહેલા આને વર્ષ 1909માં ઉજવવામાં આવ્યો હતો. ત્યારબાદ આ દિવસને 1975માં સંયુક્ત રાષ્ટ્ર સંઘે માન્યતા આપી. પછી તો  દુનિયાભરમાં આને ઉત્સાહપૂર્વક ઉજવવાની શરૂઆત થઈ. આ દિવસ ઉજવવાનો હેતુ મહિલાઓ પ્રત્યે સન્માન, તેમની પ્રશંસા અને તેમના પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાનો છે. આ દિવસે ખાસ કરીને એ મહિલાઓ પ્રત્યે સન્માન પ્રગટ કરવામાં આવે છે. જેમણે આર્થિક રાજનીતિક અને સામાજીક ક્ષેત્રોમાં મુખ્ય ઉપલબ્ધિયો મેળવી છે તથા જે મહિલાઓ પડદા પાછળ છે તેમને કેવી રીતે સમાજની મુખ્યધારામાં લાવવામાં આવે તેના માટે પ્રયત્નો કરવામાં આવે છે. આ દિવસે ખાસ કરીને મહિલાઓના સંઘર્ષનો ઉલ્લેખ કરી તેમની સફળતાને બિરદાવવામાં આવે છે. આજે દુનિયાભરમાં ખાસ કરીને દબાયેલી કચડાયેલી અને પીડિત મહિલાઓના ઉત્થાન અને વિમુક્તિકરણની યોજનાઓ બને છે. 

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીથી કેટલું આવ્યું પરિવર્તન ?

‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની અસર પણ આજે સમાજમાં જોવા મળી રહી છે.  જે પ્રકારની આઝાદી અને ઉન્મુક્તતા આજની નારીમાં જોવા મળે છે. આવુ પહેલાના જૂના સમયગાળામાં નહોતુ. આજે મહિલાઓએ સમયની સાથે પોતાની ઓળખ બનાવી છે. જેની પાછળ અથાગ પરીશ્રમ અને સંઘર્ષની દાસ્તાન છે. આજે મહિલાઓ ગર્વ સાથે કહી શકે છે કે તે પુરૂષોના મુકાબલામાં બિલકુલ ઓછી ઉતરતી નથી. પ્રવર્તમાન સમયમાં કોઈપણ કાર્યક્ષેત્ર કેમ ન હોય મહિલાઓની ભાગીદારીને સન્માન આપવામાં આવે છે.

કેવી રીતે શરૂઆત થઈ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ?

28 ફેબ્રુઆરી ઇ.સ. 1909ના રોજ સૌપ્રથમ વખત અમેરિકામાં ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ઉજવવામાં આવ્યો હતો. તેમા ‘સોશિયાલિસ્ટ પાર્ટી ઓફ અમેરિકા’એ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ઉલ્લેખનીય છે કે એ દિવસો દરમિયાન ન્યૂયોર્કમાં કપડાની મિલોમાં કામ કરનારી મહિલાઓ શોષણને કારણે ખૂબ પરેશાન રહેતી હતી.  છેલ્લા એક વર્ષથી તેમની હડતાળ ચાલી રહી હતી અને તેમને સાંભળનારુ કોઈ નહોતુ. તેમના આ સંઘર્ષને સમર્થન આપતા 28 ફેબ્રુઆરી 1909ના રોજ ‘સોશિયાલિસ્ટ પાર્ટી’એ તેમને સન્માનિત કર્યા. પોતાના દમ પર મહિલા ગાર્મેંટ વર્કર્સે ત્યારે કામના કલાક અને સારા પગારની પોતાની લડાઈમાં જીત મેળવી હતી. બીજી બાજુ રૂસમાં પહેલીવાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ફેબ્રુઆરી મહિનાના અંતમાં 1913ના રોજ ઉજવાયો હતો. આ મહિલાઓએ પ્રથમ વિશ્વ યુદ્ધનો વિરોધ કરવા માટે આ દિવસ મનાવ્યો હતો. આ જ રીતે યૂરોપમાં 8 માર્ચના રોજ પીસ એક્ટિવિસ્ટસના સમર્થનમાં મહિલાઓએ રેલીઓ કાઢી. આ સાથે જ યૂરોપમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાનો પાયો નંખાયો.

happy Womens day

Happy Women’s day: Google Image

‘વિશ્વ મહિલા દિવસ’ને ક્યારે મળી માન્યતા ? (International Women’s Day) 

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને વૈશ્વિક સ્તર પર ત્યારે માન્યતા મળી જ્યારે સન 1975માં પહેલીવાર યૂનાઈટેડ નેશન્સે 8 માર્ચના રોજ આ દિવસ સેલિબ્રેટ કર્યો. તેનું એક પગલુ આગળ વધતા સન 2011માં અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ ‘બરાક ઓબામા’એ માર્ચ મહિનાને મહિલાઓના મહિનાના રૂપમાં આપી માન્યતા. ત્યારબાદ અમેરિકામાં માર્ચનો આખો મહિનો મહિલાઓની મહેનત અને સફળતાને લઈને સન્માનિત કરવાની પરંપરા શરૂ થઈ. ભારતમાં મહિલા દિવસને લઈને સરકારી અને બિનસરકારી સ્તર પર અનેક કાર્યક્રમોનુ આયોજન થાય છે. જેમા પુરૂષોની મુખ્ય ભાગીદારી હોય છે. કહેવા માટે તો ભારતમાં પુરૂષ પ્રધાન સમાજ છે. 

આ કથનને મહિલાઓ હવે તોડવા માંડી છે. જેમા પુરૂષોનુ પણ પુર્ણ સમર્થન તેમને મળી રહ્યુ છે. મહિલા દિવસના કાર્યક્રમોમાં આજે પુરૂષો તરફથી મહિલાઓને ખૂબ પ્રોત્સાહિત કરવામાં આવે છે. જો કે મજાકમાં જ પુરૂષો પણ હવે એ સવાલ કરવા માંડ્યા છે કે આ જ રીતે આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ કેમ નથી ઉજવાતો… ?

 

No comments

leave a comment