Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / January 17.
HomeકહાનીWorld Aids Day 2021: જાણો વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણીનું મહત્વ અને ઇતિહાસ

World Aids Day 2021: જાણો વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણીનું મહત્વ અને ઇતિહાસ

worlds aids day
Share Now

સ્વસ્થ અને સુખી જીવન જીવવા અને લોકોમાં એઈડ્સ જેવી ગંભીર બીમારી અંગે જાગૃતિ લાવવા માટે 1 ડિસેમ્બરે વિશ્વ એઈડ્સ દિવસ ઉજવવામાં આવે છે. Acquired Immunodeficiency Syndrome (AIDS), HIV (Human Immunodeficiency Virus) દ્વારા થતો જીવલેણ રોગ છે. આ રોગ પ્રત્યે દરેકને જાગૃત કરવા માટે આ દિવસ વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે. વર્ષ 1988માં પ્રથમ વખત વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

શું છે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણીનો ઉદ્દેશ

  • 1987 માં, જેમ્સ ડબલ્યુ. બન અને થોમસ નેટરે આ દિવસને વૈશ્વિક સ્તરે મનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.વિશ્વ એઇડ્સ દિવસનો હેતુ એચઆઇવી અથવા એઇડ્સ ગ્રસ્ત લોકોની મદદ કરવાનો છે
  • એઇડ્સ સંબંધિત માન્યતા દૂર કરવી અને બને તેટલા લોકોને શિક્ષિત કરવા
  • આ ગંભીર બીમારી સામે વૈશ્વિક સ્તરે દરેકને એક કરવા અને આ અભિયાનમાં દરેકને સામેલ કરવા
  • યુવાનો અને બાળકોમાં એઇડ્સ રોગ અંગે જાગૃતિ લાવવામાં આવી હતી અને આ વિષયનો અભ્યાસક્રમમાં પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:દેશમાં કુપોષણનો શિકાર બની રહ્યાં છે બાળકો, ગુજરાત પણ નથી પાછળ

HIV (Human Immunodeficiency Virus)

એચઆઇવી એ એક વાયરસ છે જે શરીરના કોષો પર હુમલો કરે છે, આ સ્થિતિમાં રોગપ્રતિકારક શક્તિ સંપૂર્ણપણે કામ કરવાનું બંધ કરી દે છે અને વાયરસ રક્તવાહિનીઓ, શરીરના અન્ય પ્રવહોમાં હાજર રહે છે અને આ રોગનો સમયસર ઇલાજ ન થતાં તે AIDSનું સ્વરૂપ લઈ ળે છે. આ રોગ જીવનભર શરીરમાં રહે છે, જેના કારણે માનવ જીવન જોખમમાં રહે છે. વિશ્વમાં હાલમાં આ રોગનો કોઈ ઈલાજ નથી. માત્ર દવાની સારવાર ગંભીર રોગને આગળ વધતા અટકાવી શકે છે.

WHOનો રિપોર્ટ 

WHOના તાજેતરના રિપોર્ટ અનુસાર, 2020માં આ રોગથી પીડિત લોકોની સંખ્યા 3.77 કરોડ હતી. જેમાંથી 16% એવા લોકો હતા જેઓ જાણતા ન હતા કે તેઓ એચઆઈવીથી સંક્રમિત છે. જ્યારે 2020માં 73% લોકોએ એન્ટિરેટ્રોવાયરલ થેરાપી લીધી છે. HIV એ વિશ્વભરમાં લાખો લોકોને અસર કરતી મુખ્ય જાહેર આરોગ્ય સમસ્યા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment