Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝWorld Cancer Day: ગુજરાતમાં રોબોટ દ્વારા કેન્સર દર્દીઓને આપવામાં આવે છે સારવાર, જાણો કેવી રીતે?

World Cancer Day: ગુજરાતમાં રોબોટ દ્વારા કેન્સર દર્દીઓને આપવામાં આવે છે સારવાર, જાણો કેવી રીતે?

World Cancer day
Share Now

World Cancer Day: વર્તમાન સમયમાં આધુનિક અને રોબોટિક્સ ટેકનોલોજીની સારવારથી કેન્સર જેવા રોગને પણ પરાસ્ત કરવામાં અવિરત સફળતા મળી રહી છે. એવા અનેક રોગો છે, જેની સામે વિજ્ઞાન અને ટૅક્નોલૉજી ખૂબજ કારગર સાબિત થઈ રહી છે અને તેના ઉપયોગથી મનુષ્ય જીવનને થતા નુકસાનથી બચાવીને નવું જીવનદાન આપવામાં આવે છે. કેન્સર ઘણા પ્રકારોના હોય છે જેમાં બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર, બ્લડ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, બોન કેન્સર જેવા ઘાતક રોગોનો સમાવેશ થાય છે. લોકોને કેન્સરના જોખમોથી જાગૃત કરવા, તેના લક્ષણો અને નિવારણ વિશેની જાણકારી આપવા માટે દર વર્ષે ૪ ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે. વર્તમાનમાં વિજ્ઞાનની પ્રગતિ, નવા સંશોધનો, અત્યાધુનિક ટૅક્નોલૉજી, નિદાન પ્રક્રિયામાં આધુનિકતા જેવા અનેક પરિબળો ઉપલબ્ધ છે, જેના થકી દર્દીને કેન્સર રોગ સામેની લડતમાં વિજય અપાવવામાં સજ્જ છે.   

વિશ્વ આરોગ્ય સંસ્થાની 2022ની થીમ “Close the care gap”:

ભારત દેશનાં ગુજરાત રાજ્યમાં કેન્સરના નિદાન માટે જી.સી.આર.આઇ સેન્ટરમાં રોબોટ દ્વારા દર્દીઓને રેડિયોથેરાપીથી સારવાર આપવામાં આવે છે. અમદાવાદ સિવિલ મેડિસીટીની G.C.R.I. હોસ્પિટલમાં ૪૫ કરોડના ખર્ચે સાયબર નાઇફ-રોબોટિક મશીન કાર્યરત છે. કેન્સરગ્રસ્ત દર્દી જેને રેડિયોથેરાપી તકનીક દ્વારા રેડિએશન આપવાની જરૂરિયાત પડે તેવા દર્દીઓ માટે સાયબર નાઇફ રોબોટિક મશીન આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની 2022 ની થીમ “Close the care gap” સાથે ગુજરાત સરકાર કૅન્સર સામેની લડતમાં સતર્ક અને કટિબધ્ધ છે.    

તાજેતરમાં જ રાજ્યના આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે અમદાવાદ સિવિલ મેડિસીટી કેમ્પસ સ્થિત જી.સી.આર.આઇ. કેન્સર હોસ્પિટલમાં સાઇબર નાઇફ સહિતના અન્ય અધત્તન સુવિધા યુક્ત રેડીયોથેરાપી મશીનોનો દર્દીઓના હિતાર્થે પ્રારંભ કરાવવામાં આવ્યો છે. જેમાંથી અંદાજીત ૪૫ કરોડના ખર્ચે વિકસાવેલું સાઇબર નાઇફ મશીન કેન્સરગ્રસ્ત દર્દીઓની સારવારમાં અત્યાધુનિક માનાવામાં આવે છે. આ પ્રકારનું રોબોટિક મશીન વિકસાવનારી જી.સી.આર.આઇ. હોસ્પિટલ રાજ્યમાં પ્રથમ છે. આ રોબોટિકની ખાસિયત એ છે કે, કેન્સરગ્રસ્ત ટ્યુમરની સાથો સાથો સામાન્ય પ્રકારના ૫ મી.મી. થી ૩ સે.મી. સુધીની કદના સામાન્ય ટ્યુમરનું પણ સચોટ નિદાન કરીને તેની સારવાર સાયબર નાઇફ નામના રોબોટિક મશીન થી કરી શકાય છે.

સાયબર નાઇફ – રોબોટ કેવી રીતે કાર્ય કરે છે ?

કેન્સરગ્રસ્ત દર્દી કે જેને રેડિયોથેરાપી તકનીક દ્વારા રેડિએશન આપવાની જરૂરિયાત ઉદ્ભવે છે. તેવા પ્રકારના દર્દીઓ માટે સાયબર નાઇફ -રોબોટ આશીર્વાદ રૂપ છે. કેન્સરગ્રસ્ત દર્દી માટે જ્યારે રેડિએશનના ડોઝ નક્કી કરવામાં આવે છે ત્યારે સામાન્ય પ્રકારના મશીનમાં કેન્સરગ્રસ્ત ભાગ સિવાયના અન્ય ભાગ ઉપર પણ આ ડોઝની અસર થવાની સંભાવાનાઓ રહેલી હોય છે.
જ્યારે સાયબર નાઇફ મશીન દ્વારા કેન્સરગ્રસ્ત ભાગ પર જ લક્ષ્ય સાધીને રેડિયોથેરાપીના ડોઝ આપવામાં આવે છે. જેના કારણે શરીરની અન્ય ટીસ્યુ(પેશીઓ) ઉપર આડઅસરની સંભાવનાઓ નહીંવત બને છે. આ સારવારને સુવ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે છે. જેમાં સૌપ્રથમ રેડિયોથેરાપીની જરૂરિયાત ધરાવતા દર્દીના ચહેરાના માપનું સિટી સિમ્યુલેટરની મદદથી ઓરફિટ બનાવવા માટે દર્દીના ચહેરાનું માપ લેવામાં આવે છે. ત્યારબાદ ટ્રીટમેન્ટ પ્લાનીંગ સિસ્ટમ દ્વારા સમગ્ર સારવાર અને ઓરફિટ તૈયાર કરીને બે દિવસ ના અંતરાલ બાદ દર્દીને રેડિયોથેરાપી માટે બોલાવવામાં આવે છે. 

શું છે સાયબર નાઇફ ટ્રીટમેન્ટ? 

દર્દીને સાયબર નાઇફ ટ્રીટમેન્ટમાં રૂમમાં મૂકવામાં આવેલ ટેબલ પર સૂવડાવીને કોમ્યુટર દ્વારા નક્કી કરવામાં આવેલ ડોઝ સેટ કરીને દર્દીના ચહેરા પર ઓરફિટ પહેરાવીને રોબોટિક દ્વારા સમગ્ર થેરાપીની શરૂઆત કરવામાં આવે છે. સાઇબર નાઇફની સારવાર અડધા થી પોણા કલાક સુધી ચાલે છે. જેમાં રોબોટ ૩૬૦ ડિગ્રી રોટેશન કરીને કેન્સરગ્રસ્ત ભાગ પર સચોટ રીતે સારવાર કરે છે.
આ સારવાર પધ્ધતિને સ્ટીરીયોટેક્ટિક રેડિયો સર્જરી તરીકે ઓળખવામાં આવે છે. સામાન્યતઃ અન્ય સર્જરીમાં કાપકૂપ કરીને સર્જરી કરવામાં આવે છે જ્યારે રેડિયો થેરાપી સર્જરીમાં કોઈપણ પ્રકારના શસ્ત્રક્રિયાની જરૂર પડતી નથી. 

રેડિયોથેરાપી સારવાર:- 

મગજ કે શરીરના અન્ય ભાગમાં ૫ (પાંચ) મી.મી. થી ૩ સે.મી. જેટલી સાદી કે કેન્સરની ગાંઠ ની સારવાર કરવા ઉપયોગી છે.ઘણી વખત કેન્સરગ્રસ્ત કિડની, લીવર, ફેફસાના ભાગમાં સર્જરી શક્ય ન હોય તેવા ભાગમાં સર્જરીના વિકલ્પ રૂપ આ રોબોટિક મશીનના ઉપયોગથી રેડિયોથેરાપીના શેક આપીને સારવાર કરી શકાય છે. અગાઉ એક્સ નાઇફ પ્રકારનું મશીન આ સર્જરી માટે કાર્યરત હતું.જેમાં દર્દીના માથાના ભાગમાં ફ્રેમ ફીટ કરવામાં આવતી હતી. સાઇબર નાઇફમાં ફ્રેમ લેશ પધ્ધતિનો અભિગમ અપનાવી કોમ્યુટરાઇઝ ચહેરાના માપનું ગાર્ડ બનાવીને સારવાર હાથ ધરવામાં આવે છે. જી.સી.આર.આઇ.માં સારવાર અર્થે આવતા કેન્સર કુલ દર્દીઓના ૭૦ ટકા દર્દીઓને રેડિયોથેરાપી સારવાર આપવામાં આવે છે. જેનાથી કેન્સરને મટાડી પણ શકાય અને આગળ વધતુ અટકાવી પણ શકાય. GCRI માં વર્ષ ૨૦૨૧ દરમિયાન રેડિયોથેરાપીના ૫૩૫૬ સેશન આપવામાં આવ્યા છે.

જુઓ આ વિડીયો: E Laser Calmative Therapy

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment