Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 2.
Homeલાઇફ સ્ટાઇલWorld Food Day : શું તમને ખબર છે તંદુરસ્તી માટે ઉત્તમ છે વાસી રોટલી

World Food Day : શું તમને ખબર છે તંદુરસ્તી માટે ઉત્તમ છે વાસી રોટલી

World Food Day 2021
Share Now

સૌ કોઈને રાતનો વધેલો ખોરાક સવારે ડસ્ટબીનમાં ફેંકવાની ખરાબ ટેવ છે. આ ખોરાક ખરાબ ના હોવા છતાં લોકો તેને ફેંકી દે છે. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO)ની એક રિપોર્ટ અનુસાર, ભારતમાં દર વર્ષે લગભગ 40 % ખોરાકને ફેંકવામાં આવે છે. ભૂખ સાથે સંકળાયેલી સમસ્યાઓ અને ખાદ્ય સુરક્ષા પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે દર વર્ષે 16 ઓક્ટોબરે World Food Day 2021 મનાવવામાં આવે છે. આવો જાણીએ કે રાતની વધેલી વાસી રોટલી ખાવાના ફાયદાઓ, જે તમને કદાચ જ ખબર હશે.

ડાયાબિટીઝના દર્દીઓ માટે

ડૉક્ટર્સ કહે છે કે, ડાયાબિટીઝના દર્દીઓ માટે વાસી રોટલી ઘણી ફાયદાકારક હોય છે રોજ સવારે દૂધની સાથે રોટલી ખાવાથી તમારા શરીરમાં શુગરનું લેવલ બેલેન્સમાં રહે છે. તેનાથી શરીરને ઈનફ્લેમેશનની સમસ્યાથી પણ છુટકારો મળી શકે છે.

હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલ

બ્લડપ્રેશરના દર્દીઓ માટે પણ વાસી રોટલી ખાવી હિતાવહ છે. સવારે ઠંડા દૂધની સાથે વાસી રોટલી ખાવાથી હાઈ બ્લડ પ્રેશરને સરળતાથી કંટ્રોલ કરી શકાય છે.

એસિડિટીમાં રાહત

પેટની સમસ્યાઓ એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાથી છુટકારો મેળવવા વાસી રોટલીનું સેવન કરવુ હિતાવહ છે. સવારે દૂધની સાથે તેનુ સેવન કરવાથી એસિડિટી અને કબજીયાતથી છુટકારો મેળવી શકો છો.

આ પણ વાંચોઃ- World Food Day 2021: સ્વાદના શોખિન ઓર્ગેનિક ખોરાકની કરે છે માંગણી

જીમ જતા લોકો માટે ફાયદાકારક

ઘણા ઓછા લોકોને ખબર હશે કે જીમ જતા લોકો માટે વાસી રોટલી ઘણી ફાયદાકારક છે. જીમમાં મસલ્સ ગેઈન કરવા માટે પણ વાસી રોટલી ઘણી ફાયદાકારક છે.

તાજી રોટલીથી વધારે પૌષ્ટિક

તાજી રોટલી કરતા વાસી રોટલી વધારે પૌષ્ટિક હોય છે, કેમકે લાંબા સમય સુધી પડ્યા રહેવાના કારણે તેમાં જે બેક્ટેરિયા હોય છે તે ઘણા ફાયદાકારક હોય છે. જોકે, આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે 12 થી 16 કલાકથી વધારે વાસી ના હોય.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment