આજે 16 ઓક્ટોબરના રોજ વર્લ્ડ ફૂડ ડે (World Food Day 2021) ની ઉજવણી કરવામાં આવી રહી છે. પોષણયુક્ત ભોજન સક્રિય અને સ્વસ્થ જીવન માટે જરૂરી માનવામાં આવે છે. દુનિયાના 300 કરોડ લોકો એટલે કે 40% વસ્તીની પાસે એટલા પૈસા નથી કે પોષણયુક્ત ખોરાક પાછળ ખર્ચો કરી શકે છે. આ વાતની જાણકારી 26 થી 28 જુલાઈ સુધી રોમમાં થયેલા યૂનાઈટેડ નેશન્સ ફૂડ સિસ્ટમ સમિટ 2021માં એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યુ હતુ. રિપોર્ટ અનુસાર, પોષણયુક્ત ભોજન ના મળવાના લીધે બીમારીઓ વધી રહી છે.
World Food Day 2021
ખાણી પીણીના શોખિન શહેરમાં હવે સ્વાદની સાથે સાથે તંદુરસ્તીનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તેનું અનુમાન, આ વાતથી લગાવી શકાય છે કે, શહેરમાં જૈવિક ખેતી કરનારા જૈવિક ઉત્પાદ ખરીદનારની સંખ્યામાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણો વધારો થયો છે. એટલુ જ નહીં, કોરોનાકાળમાં પણ તેની સંખ્યામાં 10થી 15 % સુધીની વૃદ્ધિ થઈ છે.
શહેરમાં ઓર્ગેનિક ખોરાક એટલું પસંદ કરવામાં આવે છે કે, ઈન્દોરની આસપાસના ગામ ઉપરાંત ઉજ્જૈન, ખરગોન, ખડવા, બડવાની, દેવાસ અહીં સુધી કે રતલામ-મંદસૌરના ખેડૂતો પણ જૈવિક કૃષિ ઉત્પાદ વેચવા ઈન્દોર જાય છે. જૈવિક ઉત્પાદોમાં શહેરમાં સર્વાધિક શાકભાજીની માંગણી છે અને ત્યારબાદ ઘંઉ અને ચણા ખરીદ, વેચાણ, વાવેતર કરવામાં આવી રહ્યું છે.
ઓર્ગેનિક ખોરાકનું માર્કેટ
શહેરમાં જૈવિક ખાદ્ય પદાર્થોનું બજાર વધતુ જાય છે. હાલ ખેડૂતો તેમના સ્તર પર જૈવિક ઉત્પાદ વેચી રહ્યાં છે. સાથે જ સ્ટોર્સના માધ્યમથી પણ જૈવિક ઉત્પાદોની ખરીદી પણ વેચાણમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં હાલ 20થી વધારે એવા સ્ટોર્સ છે જ્યાં ફક્ત ઓર્ગેનિક ઉત્પાદન જ વેચવામાં આવે છે. સામાન્ય રીતે ઓર્ગેનિક ઉત્પાદની કિંમત દોઢથી બે ઘણામાં વધારો થવાની સાથે પણ લોકો તેને ખરીદી રહ્યાં છે.
કસ્તૂરબા ગ્રામ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વિશેષજ્ઞ ડૉ. ડીકે મિશ્રા અનુસાર, જૈવિક કૃષિ વિશે ખેડૂતોની રુચી વધી રહી છે. નાના ખેડૂતો તેમાં વધારે સફળ પણ થઈ રહ્યાં છે. 2-3 વર્ષોમાં જૈવિક ખેતી કરનારાઓની સંખ્યા 5 થી 6 % વધી છે જ્યારે જૈવિક ઉત્પાદની માંગણીમાં બે વર્ષમાં લગભગ દોઢથી બે ગણો વધારો થયો છે. ઈન્દોર, ધાર, ઝાબુઆની કૃષિ જૈવિક ખેતીમાં શાકભાજી, ઘંઉ, ચણા, દાળ, હળદર અને આદુની ખેતી પ્રમુખ રીતે કરી રહ્યાં છે.
આ રીતે થઈ ઓર્ગેનિક ફૂડની શરૂઆત
જૈવિક સેતુના સભ્ય ઉદય બોલે જણાવે છે કે, 2014માં શહેરમાં જ્યારે જૈવિક સેતુની શરૂઆત થઈ ગતી ત્યારે 5 ખેડૂતો જ જોડાયા હતા હવે જઈને 70નો આંકડો પાર થઈ ગયો છે. આવી જ રીતે તે સમયે 30 જેટલા ગ્રાહકો જ જોડાયા હતા અને હવે અહીં 500થી વધારે સંખ્યા થઈ ગઈ છે. કોરોના કાળમાં તંદુરસ્તી પ્રત્યે ગંભીરતા ઘણી વધી છે. દોઢથી બે વર્ષમાં ઉત્પાદક અને ગ્રાહકોની સંખ્યામાં 10 થી 15 % સુધીનો વધારો થયો છે.
આનંદ સિંહ ઠાકુર 2003થી જૈવિક ખેતી કરી રહ્યાં છે. તે જણાવે છે કે, દોઢથી બે વર્ષમાં જૈવિક ઉત્પાદની માંગણીમાં દોઢ ગણી વૃદ્ધિ થઈ છે. એક સમય હતો જ્યારે માંગણી ઓછી અને ઉત્પાદક્તા વધારે હતી. હાલ માંગણી અને પૂરવઠાં એક સમાન છે. આવનારા સમયમાં બંનેમા વધારો થવાની શક્યતા છે.
આ પણ વાંચોઃ- દેશમાં વધી રહ્યો છે ભૂખમરો, જાણો ભારતનો ક્રમ ક્યો?
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4