અવ્યવસ્થિત લાઈફસ્ટાઈલ, ખરાબ ખાણી પીણી, ચિંતા, ભારે શરીરના લીધે મનુષ્ય ઘણી બધી બીમારીઓનો શિકાર બનતો જાય છે. ડાયાબિટિઝ, કોલેસ્ટ્રોલ, યૂરિક એસિડની સાથે જ હાર્ટની બીમારીઓ પણ. જે ખૂબ જ ખતરનાક છે. હાર્ટ સંબંધિત બીમારીઓ પ્રત્યે લોકોને જાગૃત કરવાના હેતુથી દર વર્ષે 29 સપ્ટેમ્બરે વિશ્વ હૃદય દિવસ (World Heart Day) મનાવવામાં આવે છે. આજે અમે તમને હૃદયને સ્વસ્થ રાખવા માટેના કેટલાક આસનો વિશે જણાવીશુ. આટલા આસનો નિયમિત કરવાથી તમારુ હૃદય રહેશે એકદમ સ્વસ્થ…
World Heart Day 2021
સેતુબંધાસન
IMAGE CREDIT: GOOGLE
હૃદય (World Heart Day) સાથે સંકળાયેલી પ્રત્યેક સમસ્યા માટે સેતુબંધ આસન ખૂબ જ લાભદાયક હોય છે. સેતુબંધ આસનમાં શરીરને એક બ્રીજ સમાન જોવા મળે છે. હૃદયને સ્વસ્થ રાખવાની સાથે જ એ પેટની ચર્બીને પણ ઓછી કરવામાં મદદ કરે છે.
ભુજંગાસન
IMAGE CREDIT: GOOGLE
આ આસનને કરતા ફક્ત શરીરના ઉપરના અંગોને ખાસ કરીને ચેસ્ટના ભાગ તરફ ખેંચાણ હોવુ જરૂરી છે જે ઘણુ ફાયદાકારક છે.
ત્રિકોણાસન
IMAGE CREDIT: GOOGLE
ત્રિકોણાસન કરવાથી હૃદયમાં પર્યાપ્ત પ્રમાણમાં રક્ત અને ઓક્સિઝનનું સપ્લાય થાય છે. હૃદય સાથે સંકળાયેલી બધા જ પ્રકારની સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. આ આસન, પીઠ, પગને મજબૂત કરવાની સાથે જ આખા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
આ પણ વાંચોઃ- Uric Acid નું પ્રમાણ વધે ત્યારે ઘર-ઘથ્થુ ઉપચાર કરીને નિયંત્રણમાં લાવો
વીરભદ્રાસન
IMAGE CREDIT: GOOGLE
વીરભદ્રાસન યોગ આપણા હાર્ટની ધમનિઓમાં લોહીના ક્લોટ બાજવા દેતો નથી જે હાર્ટ અટેકનું મુખ્ય કારણ છે. વીરભદ્રાસન યોગ શરીર માટે ફાયદાકારક કસરત માટે ઓળખાય છે.
ગોમુખાસન
IMAGE CREDIT: GOOGLE
ગોમુખાસન જેટલા ફાયદા છે તેમાંથી એક છે હૃદયને સ્વસ્થ રાખવાનું. આ આસન કરવાથી બોડીમાં બ્લડ સર્ક્યૂલેશન યોગ્ય રીતે થાય છે. જેનાથી હાર્ટ સાથે સંકળાયેલી બીમારીઓની સંભાવનાઓ ઓછી થઈ જાય છે.
અર્ધ મત્સ્યેન્દ્રાસન
IMAGE CREDIT: GOOGLE
અર્ધ મત્સ્યેંદ્રાસન કરવાથી પણ પેટ અને હાર્ટ બંને હેલ્ધી રહે છે. તો આ આસનનું પણ નિયમિત અભ્યાસ કરો.
ઉત્કટાસન
IMAGE CREDIT: GOOGLE
ઉત્કટાસન યોગ કરવાથી સારા કોલેસ્ટ્રોલમાં વધારો થઈ શકે છે. તે ઉપરાંત, એ સિસ્ટોલિક બ્લડ પ્રેશર અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશરને પણ પ્રભાવી રીતે સુઘારીને હાર્ટને હેલ્ધી રાખે છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4