Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeએન્ટરટેઈન્મેન્ટWorld Music Day: વૃદ્ધના હાથમાં છે વાયોલિન, વગાડે છે એવું સંગીત કે જે તમારૂં મનમોહી લે

World Music Day: વૃદ્ધના હાથમાં છે વાયોલિન, વગાડે છે એવું સંગીત કે જે તમારૂં મનમોહી લે

World Music Day
Share Now

આજે વર્લ્ડ મ્યુઝિક ડે ( WORLD MUSIC DAY ) છે, ત્યારે એમ થાય કે આપણા માટે તો રોજ હોય છે આ દિવસ ( WORLD MUSIC DAY) કારણ કે એક દિવસ એવો ના હોય કે ,તમે મ્યુઝિક સાંભળ્યા વગર રહી શકતા હોવ. સાચુ ને? આજના બિઝી સિડ્યુલમાં તો આપણો દિવસ કહો કે સવાર મ્યુઝિકથી જ થાય છે. એમાં પણ ઇસ ધરતી પે ભાતી ભાતી કે લોગ, એટલે લોકોની પસંદ પણ અલદ હોવાની, તમારી ફેમીલીમાં કે પછી તમારા ફ્રેન્ડ સર્કલમાં જ તમે જોઇ લો બધાના સોન્ગની પસંદ અલગ અલગ જ હશે, કોઇ ને રોકિંગ સોન્ગ સાંભળવા ગમતાં હશે તો કોઇ વ્યક્તિને સુફી સોન્ગ તો કોઇ દુનિયાથી પરે ભક્તિ સોન્ગ. હા એ પણ છે કે ઉંમર અને સમય પ્રમાણે સોન્ગની ચોઇસ પણ બદલાતી હોય છે.

સંગીત આપણા જીવનનો અવાજ છે

World Music Day 2021 Date, Theme, Quotes - National Day Review

Image Courtsy : National Day Review

સંગીત ડેના દિવસે આજે એક એવા વીડિયો આપણી સાથે શેર કરીશું જેને જોઇને તમારુ દિલ ખુશ થઇ જશે. આ વીડિયો તમે કદાચ પહેલાં જોયા હશે પણ આજે આ ખાસ દિવસ પર આ વીડિયોનું મહત્વ બદલાઇ જશે. એક છે કે મ્યુઝિક જે તમને સ્પર્શ કરે છે પણ તમને કોઇ પીડા નથી થતી.

મ્યુઝિક જે તમને સ્પર્શ કરે છે પણ તમને કોઇ પીડા નથી થતી.

kolkata

Image Courtesy : @aarifshaah

રસ્તા પર આવતા જતાં તમે ઘણા લોકોને, બાળકો અને વૃદ્વોને ભીખ માંગતા જોયા હશે, એવુ પણ બન્યુ હશે કે તમે માત્ર તેમનાથી છુટકારો મેળવવા માટે જ તેમને પૈસા આપ્યા હોય. પણ ક્યારેક જો તમે આ લોકો પર ધ્યાનથી નજર કરો તો તમને તેમનામાં રહેલી પ્રતિભા જોવા મળી જશે, જી હા, આ જે વીડિયોની વાત કરવાના છીએ તે ટેલેન્ટ જોઇને તમારુ મન ખુશ ન થઇ જાય તો સવાલ રહ્યો.  કોલકાતા એવી જગ્યા જ્યાંનું હાવડા બ્રિજ ખુબ પ્રખ્યાત છે. ત્યાં ફરવા માટે અને લોકોના સ્વીટ નેચર જોઇને દિલ ખુશ ખુશ થઇ જાય છે, ત્યારે આજે સંગીત ડે પર કોલકાતાના રસ્તા પર વાયોલિન વગાડતા એક વૃદ્વનો વીડિયો જોઇને તમે ખુશ પણ થશો અને દુખી પણ .

કોલકાતાના રસ્તા પર વાયોલિન વગાડતા વૃદ્વ

ક્લિક કરીને જુઓ વીડિયો 

ખુશ એટલા માટે કે કોલકાતાના રસ્તા પર આ જે વૃદ્વ વાયોલિન વગાડીને લોકોનો દિવસ સજાવી રહ્યાં છે, તે ખુબ સુંદર રીતે વાયોલીન વગાડી રહ્યાં છે. આજે જ્યારે સંગીત દિવસ છે, ત્યારે લોકો મોટા મોટા બોલુવુડ અને હોલિવુડના સોન્ગ અને મ્યુઝિકની વાત કરી રહ્યાં છે. પણ આ બધી દુનિયાથી પણ પરે એક દુનિયા છે, જો તમે કોલકાતાના રસ્તા પર ચાલી રહ્યાં હોય અને ક્યાંક આ વૃદ્વ દાદા જોવા મલે તો અવશ્ય તેમના કામની ટેલેન્ટ પ્રશંસા કરજો.

Primiumbeat

Image Courtesy : Primiumbeat

કોલકાતાના રસ્તા પર વાયોલીન વગાડીને ગુજરાન ચલાવતા આ વૃદ્વનું નામ ભોગોબન માલી છે, જે કોલકાતાના ગિરીશ પાર્કમા રહે છે.તમને થશે કે દુખની વાત શું હશે આમાં, તો આ વૃદ્વ વાયોલિન મજબુરીમાં વગાડી રહ્યાં છે, તેમનાથી તેમની રોજીરોટી ચાલી રહી છે. બે ટાઇમનું બસ ભોજન મળે તે માટે આ વાયોલિન વગાડીને પોતાનું ભુખ્યુ પેટ ભરી રહ્યાં છે. આવા લોકો તમને દુનિયાના કોઇપણ ખુણાએ મળી જસે તેમનું સન્માન કરીને બને એટલ મદદ કરો.

ફિલ્મ રોજાનું સોન્ગ દિલ હે છોટા સા ગીત

ક્લિક કરીને જુઓ વીડિયો 

આવો જ એક બીજો વીડિયો છે જે જુનો છે. નાની એવી બાળકી જે પોતાના પિતા સાથે સ્ટેજ પર સોન્ગ ગાઇ રહી છે. વીડિયોમાં ગીત ગાઇ રહેલી આ બાળકીનું નામ વેદા છે જે હિટ ફિલ્મ રોજાનું સોન્ગ દિલ હે છોટા સા ગીત ગાઇ રહી છે, જે ખુબ જ સુંદર અને ક્યુટ લાગી રહ્યું છે. એક યુજરે પોતાના એકાઉન્ટથી આ વીડિયો શેર કર્યો હતો.

veda main performance

Image Source: Twitter

જેમાં આ વીડિયોમાં 16 હજારથી પણ વધુ લાઇક્સ મળી હતી. આ વીડિયો જોઇને લોકો ખુબ વખાણ કરી રહ્યાં છે અને શેર પણ કરી રહ્યાં હતા. આ વીડિયો 26 મી જાન્યુઆરીનો છે એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં આ બાળકીએ સરસ મજાનું સોન્ગ ગાયુ હતુ. આ બાળકીની પ્રતિભા જોઇને લોકો હેરાન છે. 

 

આ પણ વાંચો: શું તમે જોયો ગુજરાતના આ શાહરુખ ખાનને?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment