દર વર્ષે ૨૫ સપ્ટેમ્બર સમગ્ર વિશ્વમાં ‘‘વર્લ્ડ ફાર્માસીસ્ટ ડે’’ તરીકે ઉજવવામા આવે છે. (pharmacist) ફાર્માસીસ્ટ એટલે દર્દીઓનું દર્દ જાણીને તેને સાચી દવા, સાચા સમયે, સાચી માત્રામાં જરૂરી માર્ગદશન સાથે પહોંચાડનાર વ્યક્તિ જ નહીં, પરંતુ હેલ્થ કેર સિસ્ટમમાં નવા રોગો ઓળખીને નવી દવાઓનું સંશોધન કરનાર, દવાઓનું મેન્યુફેક્ચરીંગ તેમજ દર્દીઓને એન્ટીબાયોટીક દવાઓના ઉપયોગ વિષે માહિતી આપી હેલ્થકેર સિસ્ટમના પાયાના ભાગ રૂપે વર્ષોથી કામગીરી કરનાર વ્યક્તિ એટલે ફાર્માસીસ્ટ.
આ ફાર્માસીસ્ટસ દ્વારા વિવિધ કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે રેસકોર્ષ, રાજકોટ ખાતે ૨૫ સપ્ટેમ્બરના રોજ સવારે સવારે 6 થી 9 કલાક દરમિયાન રાજકોટ (pharmacist) ફાર્માસીસ્ટ એસોસિએશન દ્વારા બોડી માસ ઇન્ડેક્સ નિઃશુલ્ક માપી આપવામાં આવશે. સાથે જ તુલસીના રોપા અને ચકલા ઘરનું વિતરણ કરવામાં આવશે. તેમજ બલ્ડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે. ધ ફેડરેશન ઓફ ગવર્મેન્ટ ફાર્માસિસ્ટ દ્વારા વિના મુલ્યે ડાયાબીટીસ (RBS) અને B.P નુ ચેકઅપ, કોરોના એન્ટીજન અને RTPCR ટેસ્ટ કરી આપવામા આવશે.
કોરોના વેક્સિનના લાભો, ESIC – કામદાર વિમાનો લાભ કેવી રીતે લેવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે. એચ.એન. શુક્લા કોલેજના ફાર્મસીના વિદ્યાર્થીઓ દ્વારા વિના મુલ્યે હિમોગ્લોબીનનુ ચેક-અપ અને એને લગતી દવાઓનું વિના મૂલ્યે વિતરણ કરવામા આવશે. મલેરીયા, ડેન્ગ્યુ, ટાઇફોઇડ, કોઁગો ફિવર અને કેન્સર જેવા ગંભીર રોગો વિશે જનતાને માહીતગાર કરવામા આવશે.
બી.કે. મોદી સરકારી ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ટી.બી. (DOTS) રોગ વિષે જાગૃત કરવામા આવશે. મારવાડી યુનીના ફાર્મસી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા જેનરીક દવાઓના લાભ વિશે લોકોને જાણકારી આપવામા આવશે. સ્કુલ ઓફ ફાર્મસી, આર.કે. યુનીવર્સીટી દ્વારા દવાઓની આડઅસર અને દવાઓ લેવામાં થતી ભુલ વિશે લોકોને જાણકારી આપવામા આવશે. આત્મિય યુનીના ફાર્મસી વિભાગના વિદ્યાર્થીઓ દ્રારા જાતે દવા લેવાના ગેરફાયદાઓ વિશે માહિતગાર કરવામા આવશે. આર.ડી. ગાર્ડી ફાર્મસી કોલેજ દ્રારા હૃદયરોગ અને હાર્ટ એટેક વિષે માહિતગાર કરવામાં આવશે.
આ પણ વાંચો : સુરતમાં ન્હાવા પડેલો યુવક પાણીમાં ગરક, 22 વર્ષના યુવકના મોતથી પરિવારમાં શોક
સૌરાષ્ટ્ર યુનીના ફાર્મસી ભવનના વિદ્યાર્થીઓ દ્વારા આપાતકાલીન પરિસ્થીતીમાં અન્યોનો જીવ કેવી રીતે બચાવવો, તેના વિષે માર્ગદર્શન પુરૂ પાડવામા આવશે. રાજકોટ ખાતેના રેસકોર્ષ રીંગ રોડ પર બાલભવનની નજીક રાજકોટની સાત ફાર્મસી કોલેજ અને બે એસોસિએશન દ્વારા સ્ટોલ ઉભા કરી લોકોમાં દવાઓ વિશે સાચી જાણકારી તેમજ આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવીને અનોખી રીતે ‘‘વર્લ્ડ ફાર્માસીસ્ટ ડે’’ની ઉજવણી કરવામાં આવશે. રાજકોટની જનતાને લાભ લેવા વિવિધ ફાર્માસીસ્ટ એસોસીએશન દ્વારા અપીલ કરવામા આવી છે.
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4