Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
HomeકહાનીWorld Photography Day: કઇ રીતે થયો સેલ્ફી અને ફોટોગ્રાફીનો આવિષ્કાર?

World Photography Day: કઇ રીતે થયો સેલ્ફી અને ફોટોગ્રાફીનો આવિષ્કાર?

Photography Day
Share Now

આજે વિશ્વમાં ફોટોગ્રાફી ડે (world photography day)ની ઉજવણી થઇ રહી છે, 19 ઓગસ્ટ 1893 થી આ દિવસની શરુઆત થઇ હતી, જે દિવસે દિવસે ફોટોગ્રાફીમાં કેટલો ફેરફાર આવતો ગયો તે આપણે સૌ કોઇ જાણીએ જ છીએ.

સ્માર્ટ ફોન હોય કે કેમેરો પોતાની કળા દર્શાવવા અને રજુ કરવા માટે આજે દરેક પાસે પોતાનો મોબાઇલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ હોય છે જેના દ્વારા લોકો પોતાના ટેલેન્ટને બીજા લોકો સુધી પહોંચાડતા હોય છે. આ (world photography day) દિવસની ઉજવણીનો ઉલ્લેખ આસપાસની દુનિયાને લોકો સમક્ષ રજુ કરવાનો છે,

ફોટોગ્રાફીનો ઇતિહાસ

વિશ્વમાં સૌથી પહેલો ફોટોનો આવિશ્કાર ફ્રાંસના joseph Nicephore Niepce અને Louis Daguerre એ કર્યો હતો, પુરા વિશ્વમાં 9 જાન્યુઆરીના 1839 ના રોજ ફ્રાસંમાં ફોટોગ્રાફીની ઉત્પત્તિ થઇ હતી. તે સમય અલગ જ હતો, જ્યારે ફોટોગ્રાફીને ડોર્ગોરોટાઇપ પ્રક્રિયાથી ઓળખવામાં આવતો હતો.

Joseph Nicephore Niepce, French inventor - Stock Image - C051/7183 - Science Photo Library

તેમજ આ પ્રક્રિયાને દુનિયાની પહેલી ફોટોગ્રાફી પ્રક્રિયાના નામથી ઓલખવામાં આવે છે, પણ ફ્રાંસંના  જોસેફ નાઇસફોર અને લુઇસ ડાર્ગેરે આનો આવિષ્કાર કર્યો હતો.

ત્યારે જ ફ્રાંસની સરકાર દ્વારા 19 ઓગસ્ટ અને 1839 એ World Photography day ના રુપમાં ઘોષિત કરવામાં આવ્યુ. 19 ઓગસ્ટને વર્લ્ડ ફોટોગ્રાફી ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે.

વર્લ્ડ ફોટોગ્રાફી ડે નો ઉદેશ

આ દિવસને મનાવવાનો ઉદ્રેશ જે લોકો ખાસ પળોને, યાદગાર બનાવવા માંગે છે, ફોટોમં ક્લિક કરવા માંગે છે, અને તે ફોટો જોઇને તેમને ખુશી થાય છે, તે જુની યાદો ફરી એકવાર તાજા થઇ જાય છે. એક કલાકારે સમર્પિત કરવામાં આવી છે, કારણ કે 25-30 વર્ષ પહેલાં ની વાત કરીએ તો દરેક ઘરમાં કેમેરા પણ નહોતો, દરેક ઘરમાં હાલ કેમેરો છે, મોબાઇલના રુપમાં અને દરેક કોઇ આ કલાને રુબરુ થતા શીખવી રહ્યો છે.

Wildlife 1

Image Courtesy: Paresh Solanki

આજ રીતે ધીરે ધીરે 1893 માં વિલિયમ હેનરી ફોક્સ ટેલબોટે ફોટો લેવા માટે સરળ બનાવવાની શરુઆત કરવામાં આવી હતી, ટેબલોટે પેપર બેસ્ડ સોલ્ટ પ્રિંટનો ઉપયોગ કરીને આને અધિક સારી ફોટોગ્રાફિક પ્રક્રિયાને આવિશ્કાર થયો. આ પ્રણાલી એ મેટલ બેસ્ડ ડૉગોરોટાઇપના રુપમાં વિકસિત થઇ હતી.

આજ રીતે વર્લ્ડ ફોટોગ્રાફી ડે લોકોમાં એક નવી કળા ઉભરવા માટેની એક નવી રીત છે,હાલની જનરેશન માટે તો ફોટોગ્રાફી માટે સારા ફોન, સ્માર્ટ ફોન જ જાણે બહુ થઇ ગયા, કોઇ પણ જાતના કેમેરા વગર માત્ર પોતાના ખિસ્સામાં મોબાઇલ લઇને ફરતાં યુવાનો આવતા જતાં પોતાને મનગમતી ફોટોગ્રાફી કરી રહ્યાં છે, ત્યારે સોશિયલ મીડિયાના આ સમયમાં આપણે ઘણા બધાં પ્રતિભાશાળી ફોટોગ્રાફરના ફોટો નિહાળી શકીએ છીએ.

સોશિયલ મીડિયા અને ફોટોગ્રાફી 

  • 50 વર્ષ જુની અનિલ સ્ટાર્ચ મિલ, અમદાવાદ
Anil Starch Mill

Image Courtesy: Dhara Sonara

પોતાની ફોટોગ્રાફીનુ ટેલેન્ટ પણ સોશિયલ મીડિયા દ્વારા લોકો સમક્ષ પ્રગટ થતું રહે છે, તેમાંથી આ છે થોડા ક્લિક કરેલાં ફોટોઝ…વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી અને શહેરમાં આવતા જતાં થતી નાની ઘટનાઓ પર અચાનક ક્લિક કરી લેવામાં આવેલી કેટલીક તસ્વીરો 

  • આલેજ ડુંગર ગુજરાત 
Wildlife

Image Courtesy: Paresh Solanki

  • સ્વતંત્રતા દિવસ પર અમદાવાદના બ્રિજ પર ધ્વજ વેચતા લોકો  
15 August

Image Courtesy: Dhara Sonara

ફર્સ્ટ સેલ્ફી

આજથી 182 વર્ષ પહેલાં અમેરિકાના Robert Cornelius એ ફર્સ્ટ સેલ્ફી ક્લિક કરી હતી, તે સમયે સેલ્ફી શબ્દ જ જાણે નહોતો, અથવા કોઇ સેલ્ફી ક્લિક કરવાની રીત પણ નહોતી, ત્યારે એ સમયે સેલ્ફી ના નામથી અજાણ લોકો આ શબ્દ નો પ્રયોગ પણ નહોતો કર્યો, રોબર્ટ કોર્નલિયસે તેની શોધ કરી અને આજે આપણા રોજીંદા જીવનનો શબ્દ સેલ્ફી બની ગયો તેમ લાગે છે.

કમાણી કરવાની તક 

જો કોરોનાના સમયમાં તમે ઘરે બેઠાં પૈસા કમાવવા માંગો છો, તો Alamy નામની એક વેબસાઇટ છે, જેના પર તમે સરળતાથી પૈસા કમાવી શકો છે, આ વેબસાઇટ પર તમારે ફોટો અપલોડ કરવાનો હોય છે, તમારો ફોટો જ્યારે જ્યારે કોઇ ડાઉનલોડ કરશે ત્યારે તમને તેનો 50 ટકા ભાગ મળશે.

StockFood એક વેબસાઇટ છે, જે એક રીતે ફુડ ફોટો વેબસાઇટ છે, જો તમે ફુડ આઇટમ્સની ફોટોગ્રાફી કરવા માંગો છો, તો અહીં પણ થઇ શકે છે, તમારી સારી એવી કમાણી… વેબસાઇટમાં પણ તમે વીડિયો અને ફોટો અપલોડ કરી શકો છો.

Photocrowd  પણ એક એવી વેબસાઇટ છે, જ્યાં ફોટોગ્રાફર્સને અસાઇમેન્ટ આપવામાં આવે છે, જે બાદ તે પોતાનો ફોટો અપલોડ કરી શકે છે.

 

આજ રીતે દેશ વિદેશના સમાચાર અને કહાનીઓ વાંચવા માટે જોતા રહો OTTIndia 

આ પણ વાંચો: ડિ માર્ટના દામાણી  દુનિયાના 100 અમીરોમાં સામેલ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment