વાનર પૂરા વિશ્વના દરેક દેશમાં જોવા મળે છે. કેટલાક સૌથી મોટા લાગે તો કેટલાક સૌથી નાના. દુનિયાના બધાજ વાંદરાઓમાંથી સૌથી નાનો વાંદરો The pygmy marmoset છે.
વિશ્વનો સૌથી નાના વાંદરો એમેજોન બેસિનના જંગલ અને સાઉથ અમેરિકાના જંગલોમાં જોવા મળે છે. આ વિશ્વનો સૌથી નાનો વાંદરો ફક્ત 100 ગ્રામનો જ થાય છે. . 15 સેમી ઉંચા અને 100 ગ્રામ જ વજન ધરાવતા આ પિગ્મીની પૂંછડી 20 સેમી જ લાંબી હોય છે. તેના પંજા શાર્પ હોવાનાં કારણે સરળતાથી ઝાડ પર ચઢી જાય છે.
તેની લાંબી પૂંછડી બે વૃક્ષ વચ્ચે કૂદકો મારતા પહેલા સંતુલન બનાવે છે. આ વાંદરો તેનું માથું 180 ડિગ્રી સુધી ગોળ ફરાવી શકે છે, જેનાંથી તે પોતાની ઉપર હુમલો કરતા અન્ય જાનવરોને સરળતાથી જોઈ શકે છે.
એમેજોન જંગલના નાના અને મોટા ઝાડ પર 83 ટકા જેટલી આ વાનરોની વસ્તી વિચરતી જોવા મળે છે. નદી કિનારાના ઝાડ અને જંગલના કિનારાઓ પરના ઝાડ પર આસાનીથી આ નાના કપિરાજો જોઈ શકાય છે. આ વાનરોના ગ્રુપમાં બેથી લઈને 9 સુધી The pygmy marmoset હોય શકે છે. આ સમૂહમાં એક નર અને એક બ્રીડિંગ માદા હોય છે. જે બાળકોનો ઉછેર કરીને મોટા કરે.
જ્યારે માર્મોસેટ માદા મેટિંગ માટે તૈયાર હોય છે ત્યારે તેના ગ્લેન્ડમાંથી એક ખાસ પ્રકારની ગંધ છોડે છે. આ ગંધ સુધીને નરને જાણ થાય છે કે, માદા મેટિંગ માટે તૈયાર છે. આ ગંધ બાદ માદા અને નર વચ્ચે મેટિંગ શરૂ થાય છે. જેના 4.5 મહીનાના ગર્ભકાળ બાદ માદા 3થી 4 બચ્ચાઓને જન્મ આપે છે. 5થી 7 મહીના પછી માદા ફરીથી મેટિંગ કરવા માટે તૈયાર હોય છે કારણ કે, આ બચ્ચાઓની તેના સમૂહની બીજી માદાઓ સંભાળ રાખતી હોય છે. આ જ કારણે pygmy marmosets વર્ષમાં બે વખત બચ્ચાઓને જન્મ આપે છે.
આ પણ વાંચો : પાતાળમાંથી નીકળે છે પાતાળિયા દેડકા,આ પીળા રંગના દેડકા પાછળ કારણ શું ?
આ વિશ્વના સૌથી નાના વાંદરાઓ આજે તેમના અસ્તિત્વ માટે જંગ લડી રહ્યા છે. આ નાના વાંદરાઓનું અસ્તિત્વ જોખમમાં આવવાનું કારણ હેબિટેટ લોસ છે. તો સાથે જ આ વાંદરાઓને પાલતૂ બનાવવાનો ટ્રેન્ડ પણ આ વાનરોની સંખ્યા ખૂબ જ ઓછી કરી રહ્યો છે.
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4