Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeસ્પોર્ટ્સમેચના પેહલા દિવસે વરસાદે કરી જોરદાર બેટિંગ

મેચના પેહલા દિવસે વરસાદે કરી જોરદાર બેટિંગ

World Test Championship
Share Now

 ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી WTC(World Test Championship) ફાઇનલ રમાવાની છે. સાઉથમ્પટનના એજીસ બાઉલ સ્ટેડિયમમાં ફાઇનલ યોજાવાની છે. અને વરસાદના કારણે હજુ સુધી ટોસ પણ નથી કરવામાં આવ્યો. અધિકારીઓએ જણાવ્યું છે કે લંચ એટલે ફર્સ્ટ સેશન પેહલા મેચ નહિ થઈ શકે. સાઉથમ્પટનમાં ત્રણ દિવસ સુધી વરસાદ પડવાની સંભાવના છે. આ ખબર સાથે ક્રિકેટ ચાહકોમાં નિરાશા પ્રસરી હતી. લોકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે ટોસ પણ એક મહત્વનું ફેક્ટર સાબિત થઈ શકે છે. અત્યારે બંને ટીમ ટોસ જીતી પેહલા બેટિંગ કરવાનો નિર્ણય લેશે તેવું માનવામાં આવે છે. અત્યાર સુધી આ સ્ટેડિયમમાં 6 મેચ યોજાઈ છે તેમાં પ્રથમ બેટિંગ કરતા 2 વાર વિજય મળ્યો છે.

WTC ફાઇનલની ટેસ્ટમાં પીચ તટસ્થ રહશે. પીચ ક્યુરેટર સિમોન લીએ જણાવ્યું હતું કે આ પીચ પર બોલ સારો બાઉન્સ થશે. તેથી ફાસ્ટ બોલેરો માટે આ પીચ પાર મદદ રહશે. જેથી બને ટીમને સમાન કન્ડિશન મળશે. તેથી મેચ વધુ રસપ્રદ જોવા મળશે. આ પીચ એકતરફી નહિ હોય પરંતુ બેટિંગ અને બોલિંગ વચ્ચે સમાન ટક્કર જોવા મળશે. હવે જોવું રહ્યું કે આ ફાઇનલમાં પીચ કેવી ભૂમિકા ભજવે છે

144 વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં પ્રથમ વખત ટેસ્ટ ચેમ્પયન ટીમ મળશે. આ ટુર્નામેન્ટ છેલ્લા 2 વર્ષથી ચાલી રહી હતી. WTC રેન્કિંગમાં ટોચ પર આવેલી બે ટીમો વચ્ચે ફાઇનલ યોજાઈ છે. તેમાં ભારત પ્રથમ ક્રમે જયારે ન્યૂઝીલેન્ડ બીજા ક્રમે આવેલું હતું. બંને ટીમો ફાઇનલ જીતવાના ઇરાદે મેદાન પર ઉતરશે. બંને ટીમ મજબૂત જણાય રહી છે. અને WTC(World Test Championship) માં પણ સારો દેખાવ કર્યો છે.

World Test Championship

PC- BCCI

ન્યૂઝીલેન્ડ સંભવિત 11

કેન વિલિયમસન ,ટોમ લેથામ, ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, રોસ ટેલર, બી.જે. વોટલિંગ, અજાઝ પટેલ, કાયલ જેમિસન, ટિમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ટ, કોલિન ડી ગ્રાન્ડહોમ

આ પણ વાંચો:ફાઇનલ માટે ભારતીય ટીમ કેટલી તૈયાર ?

ભારતીય  પ્લેયિંગ 11

રોહિત શર્મા, શુભમન ગિલ,ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી(કેપ્ટન), અજિંક્ય રાહણે, રિષભ પંત (વિકેટ કીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા

ઇન્ડિયા ટીમ અત્યારસુધી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ કુલ 59 ટેસ્ટ મેચ રમી છે. તેમાં ઇન્ડિયા 21 મેચમાં જીત પ્રાપ્ત થઇ અને 26 મેચ ડ્રો રહી હતી.ન્યૂઝીલેન્ડ ની ટીમ માત્ર 12 મેચમાં જ ઇન્ડિયા ને માત આપી છે. આંકડાઓ પરથી કહી શકાય કે ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્વ ખુબ સારો દેખાવ કર્યો છેતેથી ઇન્ડિયાને ફાઇનલ માટે ફેવરિટ માનવામાં આવે છે. પણ જો છેલ્લી ટેસ્ટ સિરીઝ ની વાત કરીએ તો તેમાં ન્યૂઝીલેન્ડએ ઇન્ડિયાને માત આપી હતી. ન્યૂઝીલેન્ડના ખિલાડીઓ ની વાત કરીયે તો તેમાં કેન વિલયમ્સન, ટોમ લેથમ, ટ્રેન્ટ બોલ્ટ,  વગેરે ઇન્ડિયા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

No comments

leave a comment