દિલ સે માંગી જાય તો હર દુઆ મેં અસર હોતા હે, મંજીલ ઉન્હે મીલતી હે જિનકી જિંદગી મેં સફર હોતા હે.
આજે એટલે કે, 27 સપ્ટેમ્બર 2021ના રોજ વિશ્વ પર્યટન દિવસ તરીકે ઓળખાય છે. આજના દિવસે જ વિશ્વ પર્યટન દિવસ (World Tourism Day)ની ઉજવણી કરવામાં આવે છે. આજના દિવસે સમગ્ર વિશ્વમાં અલગ અલગ રીતે ઉજવણીઓ કરવામાં આવે છે. 1980માં સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પર્યટન સંગઠન (UNWTO) ની દેખરેખ હેઠળ તમામ સભ્ય દેશોમાં ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય સમુદાય અને પ્રર્યટન કેન્દ્ર વચ્ચે એક સેતુ બનાવવાનો છે. તદુપરાંત આ દિવસની ઉજવણી સામાજીક, રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક વૃદ્ધિ માટે વિશ્વમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે.
World Tourism Day પર ગુજરાત ટુરિઝમની અનોખી પહેલ
આજના દિવસના મહત્વને સમજાવવા તથા લોકોમાં પર્યટનને લઈને જાગૃતિ લાવવા માટે ગુજરાત ટુરિઝમ એ એક નવી પહેલ શરૂ કરી છે. ગુજરાત ટુરિઝમ જણાવવા માંગે છે કે, પર્યટન એટલે ફક્ત ફરવુ જ નહીં. પર્યટન એટલે મુસાફર દ્વારા કરવામાં આવેલી ફક્ત મુસાફરી જ નહીં. પરંતુ પર્યટન એટલે અન્યના જીવનમાં લાવવામાં આવતી ખુશી થાય છે. પર્યટનથી ઘણાં બધા ધંધા-રોજગાર, વેપાર સંકળાયેલા છે.
IMAGE CREDIT: GUJARAT TOURISM
પર્યટન વિશેની જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી ગુજરાત ટુરિઝમે એક વીડિયો બનાવ્યો છે. જેને સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે, કેવી રીતે એક જ વ્યક્તિના એક શહેરમાંથી બીજા શહેરની મુસાફરી સાથે કેટલા બધા લોકોની રોજગારી સંકળાયેલી છે.
કેટલા બધા લોકોની ખુશીઓ સંકળાયેલી છે. મુસાફરી ફક્ત મુસાફર સુધી જ સીમિત હોતી નથી પરંતુ તે સેંકડો લોકોના આનંદનું કારણ હોય છે. જયારે કોઈ પ્રવાસી ગુજરાત અથવા કોઈ પણ જગ્યા એ ફરવા જાય છે ત્યારે કેટલા બધા લોકો ના જીવન માં ખુશીઓ નો વરસાદ લાવે છે . પ્રવાસીઓ જે ખર્ચ કરે છે તેનાથી દુકાનદાર એક ડગલું તેના જીવન માં આગળ વધે છે.
IMAGE CREDIT: GUJARAT TOURISM
આ પણ વાંચોઃ- Google Search Engine નો આજે 23મો જન્મદિવસ, જાણો કેવી રીતે પડ્યુ ગૂગલ નામ
ગુજરાત ટુરિઝમ દ્વારા બનાવવામાં આવ્યો એક વીડિયો
કહેવાય છે કે, આપણે જ્યારે આપણાં ઘરમાંથી એક પગલુ બહાર જવા ભરીએ છીએ ત્યારે આપણી સાથે ઘણાં લોકો તેમના સફરમાં એક ડગલુ આગળ વધે છે. આ વીડિયોમાં દરેક નાના કામદારોની એક વાત રજૂ કરવામાં આવી છે. એક મુસાફરની સાથેનો તેમના બે ઘડીના સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ બે ઘડીમાં જ એક મુસાફર તે નાના કામદારોને કેટલી બધી ખુશીઓ આપી દે છે.
IMAGE CREDIT: GUJARAT TOURISM
આ વીડિયોમાં ટ્રેનથી ઉતરતાની સાથે જ મળતા કૂલીની વાત કરવામાં આવી છે. કૂૂલી બાદ રિક્ષાચાલક, ફૂલવાળા, નારિયેળપાણીવાળા, ચણિયાચોળીના માર્કેટવાળા, ખાણીપીણી માર્કેટ વગેરે તમામ દુકાનદારોની વાત કરવામાં આવી છે. જ્યાં એક મુસાફર તેની મુસાફરી કરતા કરતા આ તમામ અજાણ્યિા ચહેરાઓને મળે છે અને તેઓની ખુશીઓનો એક ભાગ બને છે. આ આખા વીડિયોનું શૂટિંગ ગુજરાતના અમદાવાદમાં થયુ છે.
IMAGE CREDIT: GUJARAT TOURISM
World Tourism Day નો ઈતિહાસ
બીજા વિશ્વ યુદ્ધના સમાપ્ત થયા બાદ વિવિધ પ્રકારની આર્થિક પ્રવૃતિઓના વિસ્તરણ સાથે વિશ્વભરમાં પર્યટનક્ષેત્રમાં પણ વિસ્તરણ થયુ હતુ. આવી પરિસ્થિતિમાં મુસાફરી સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ, વ્યક્તિઓ અને ગ્રાહક વર્ગના સંયોજનથી બનેલી આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ એજન્સીઓના સંગઠનની સંસ્થા ખાતે વિશ્વભરમાં પર્યટનનો ઉપયોગ, વિકાસ અને વિસ્તરણ વિવિધ દેશો દ્વારા આર્થિક વિકાસનું યોગદાન સમાયેલુ છે. પર્યટન પ્રવૃત્તિઓ મજબૂત કરવાના હેતુથી સંયુક્ત રાષ્ટ્ર વાર્ષિક કોન્ફરન્સ વખતે આ સંસ્થા સભ્ય દેશોમાં વિવિધ મુદ્દાઓની વિગતવાર સમીક્ષા દ્વારા ખાસ યોગદાન આપે છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4