આંતરરાષ્ટ્રીય ટ્રાન્સલેશન ડે (World Translation Day) દર વર્ષે 30 સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે. વિશ્વ અનુવાદ દિવસ બાઈબલના અનુવાદક સેન્ટ જેરોમની સ્મૃતિમાં મનાવવામાં આવે છે. હાલના સમયમાં બધાને દરેક ભાષાનું જ્ઞાન હોવુ તે શક્ય નથી. પરંતુ આધુનિક સમયમાં અનુવાદના માધ્યથી કોઈ પણ ભાષાને સરળતાથી સમજી શકાય છે.
History Of World Translation Day
વિશ્વ અનુવાદ દિવસ (World Translation Day) દર વર્ષે 30 સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે. 30 સપ્ટેમ્બરે સેન્ટ જેરોમ બાઈબલની પૂણ્ય તિથિ પર મનાવવામાં આવે છે. જેમને અનુવાદકોના આશ્રયદાતા સંત ગણવામાં આવે છે. વિશ્વભરમાં અનુવાદકોને એકઠા કરવા માટે ઈન્ટરનેશનલ ઓફ ટ્રાન્સલેટર્સ (FIT)ની સ્થાપના 1953માં કરવામાં આવી હતી.
વિશ્વ અનુવાદ દિવસનું મહત્વ
ભાષાંતર કરવાની પ્રક્રિયા ઘણી જૂની છે, ભારતમાં અનુવાદ પ્રાચીન કાળમાં રચિત ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ તથા અથર્વવેદ જે મુખ્ય રીતે સંસ્કૃતમાં રચિત છે. જેનું હિન્દીમાં ભાષાંતર કરવામાં આવ્યું છે. ભારતમાં અંગ્રેજોના શાસન બાદ ભારતના ધાર્મિક ગ્રંથને અંગ્રેજીમાં અનુવાદ કરવાનું શરૂ કરી દીધું હતુ.
આ પણ વાંચોઃ- World Heart Day:- હાર્ટને સ્વસ્થ રાખવા માટે આટલા આસનો અચૂક કરવા…
World Translation Day 2021 Theme
દર વર્ષે વિશ્વ અનુવાદ દિવસ અવસર પર એક થીમ જાહેર કરવામાં આવે છે. જેનાથી લોકો આ વિષય પ્રત્યે જાગૃત થાય. આ વર્ષે આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ 2021ની થીમ ‘અનુવાદ અને સ્વેદશી ભાષાઓ(Translation and Indigenous Language) રાખવામાં આવી છે.’
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4