Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝમોટું કુટુંબ, સુખી કુટુંબ?

મોટું કુટુંબ, સુખી કુટુંબ?

Share Now

ઉપર રહેલું શીર્ષક વાંચીને જ તમને કદાચ નવી લાગશે, કારણકે આપણે અત્યાર સુધી સાંભળ્યું હતું કે નાનું કુટુંબ, સુખી કુટુંબ. પરંતુ ભારતમાં જ રહેતો એક વ્યક્તિ કહે છે “મોટું કુટુંબ, સુખી કુટુંબ”. ચોકાવનારી વાત તો એ છે કે ભારતીય પરિણીત પુરુષ જયારે પોતાની એક પત્નીથી કંટાળેલો જોવા મળતો હોય છે. ત્યારે આ વ્યક્તિને ૩૯ પત્ની છે. અને તેમ છતાં આ વ્યક્તિ આટલી પત્ની આપવા બદલ ભગવાનનો અભાર માને છે.

richard grange barcrott media

 

વિશ્વના સૌથી મોટા પરિવારનો મુખ્યા: ઝોના ચના (ZIONA CHANA)

મિઝોરમમાં આવેલ બક્તાવંગ (BAKTAWNG) નામના ગામમાં રહેતો ઝોના ચના (ZIONA CHANA) એ વિશ્વના સૌથી મોટા પરિવારનો મુખ્યા છે. તેમની ૩૯ પત્નીઓ, ૯૪ બાળકો, ૧૪ પૌત્રીઓ અને ૩૩ પૌત્રો પણ છે. જે ૧૦૦ રૂમ ધરાવતી અને ૪ માળ ધરાવતી બિલ્ડીંગમાં રહે છે. જ્યાં તેમની પત્નીઓ એક મોટા હોલમાં સુવે છે. ચના દ્વાર એવું કહેવામાં આવ્યું હતું કે,” હું ભગવાનનો એક ખાસ બાળક જેવું મહેસુસ કરું છું. કે એમણે મને આટલા બધા લોકોનું ધ્યાન રાખવાની જિમ્મેદારી સોપી છે. હું મારી જાતને ખુબ જ ખુશકિસ્મત માનું છું કારણકે હું ૩૯ પત્નીઓનો પતિ છુ અને આ દુનિયાના સૌથી મોટા પરિવારનો મુખ્યા પણ.”  આ પરિવારમાં એટલા સભ્યો છે, જેટલા કદાચ તમારી આખી સોસાયટીમાં પણ નહિ હોય. અને જો આ પરિવારના મેમ્બર્સ ટીમ બનાવીને ફૂટબોલ રમે, તો ૧૬ ટીમો બની શકે છે.

richard grange barcrott media

એક રાતનું ભોજન બનાવવા માટે ૬૦ કિલો બટાટા અને ૧૦૦ કિલો ભાતની જરૂર

આ પરિવારની સૌથી જૂની પત્ની છે જથીન્ગી. કે જે બીજી પત્નીઓને ઘરના કામો જેવા કે, સાફસફાઈ, કપડા ધોવા અને રસોઈ જેવા કામો વહેંચે છે. એક રાતનું ભોજન બનાવવા માટે અહી ૩૦ ચીકન, ૬૦ કિલો બટાટા અને ૧૦૦ કિલો ભાતની જરૂર પડે છે. સદભાગ્યથી ચના એ એક આવી કમ્યુનીટીના હેડ પણ છે કે જેમાં કોઈ પણ, કેટલી પણ પત્નીઓ રાખી શકે છે. નવાઈની વાત તો એ છે કે એમને એક જ વર્ષમાં 10 અલગ અલગ મહિલાઓ સાથે લગ્ન કર્યા હતા, જયારે તેઓ એકદમ યુવાન હતા. એ પોતાની સૌથી નવી પત્નીને પોતાના બેડની નજીક,  અને જુના પરિવારોના સદસ્યોને થોડા દુર  રાખે છે. અને અહિયાં રોટેશન સીસ્ટમ પણ છે,કે ક્યાં દિવસે, કોણ ચનાના બેડરૂમમાં સુઈ શકે છે.

richard grange barcrott media

ત્યારે આ બધું સાંભળીને તમને ચોક્કસથી નવાઈ લાગતી હશે. પરંતુ વાત અહિયાં પૂરી નથી થઇ. ચનાની એક પત્ની રીન્ક્મીની, કે જે ૩૫ વર્ષની છે. તે કહે છે,”અમે લોકો હમેશા તેમની સાથે રહીએ છીએ. કારણકે તે આ પરિવારના સૌથી મહત્વના સભ્ય છે. એ અમારા ગામમાં સૌથી વધારે હેન્ડસમ વ્યક્તિ છે.”

richard grange barcrott media

પરિવારમાં રહેલી બીજી પત્નીઓ કહે છે, “પરિવારમાં બધા હળીમળીને રહે છે, પરિવાર માટે બનાવામાં આવેલા બધા નિયમો પણ પ્રેમ અને એકતા પર નિરધાર કરે છે. ચનાના ધાર્મિક સંપ્રદાયમાં ૪૦૦૦ જેટલા વ્યક્તિઓ છે. તેમણે તો એવું પણ કહ્યું હતું કે ચનાને હજુ પણ નવી પત્નીઓની શોધ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે જો આ પરિવાર વધારવા માટે મારે અમેરિકા જવું પડશે તો પણ હું તૈયાર છું. પણ આ તમામ વાત પાછળનો ઉદેશ્ય ખરાબ નથી તે ચનાના એક દીકરા પાસેથી જાણવા મળ્યું. ચનાના એક દીકરાએ કહ્યું, “મારા પપ્પા પાસે ઘણી બધી પત્નીઓ છે. ગામની ગરીબ મહિલાઓ સાથે તે લગ્ન કરે છે, જેથી તે તે મહિલાઓનું ભરણ પોષણ કરી શકે અને સાથે ધ્યાન પણ રાખી શકે. 

richard grange barcrott media

આ પરિવાર છે મોટી વોટ બેંક

ત્યારે આ ચનાના પરિવાર સાથે ભારતીય રાજકીય નેતાઓ પણ જોડાવા માંગે છે, કારણકે આ પરિવાર મોટી વોટ બેંક પણ છે. મિઝોરમ જેવા વિસ્તારમાં વોટ માર્જીન ખુબ જ ઓછુ હોય છે. અહી કુલ 1.1 મિલિયન લોકોની વસ્તી છે, જેમાંથી ૭ લાખ લોકો વોટ આપવા માટે સક્ષમ છે. જેમાંથી ૧૬૦થી પણ વધારે ફેમીલી ચના વંશની છે. ચનાની સાથે તેનો આખો પરિવાર પણ મત આપવા માટે જાય છે, અને સાથે જ ઈલેક્શનનું નસીબ પણ. એટલે જ આ પરિવાર રાજનેતાઓમાં પણ ખુબજ પ્રખ્યાત છે. 

અહિયાં વાંચો: “એક ધબકતો શ્વાસ”

વધારે માહિતી માટે ડાઉનલોડ કરો:

Android : http://bit.ly/3ajxBk4

iOS : http://apple.co/2ZeQjTt

No comments

leave a comment