Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeન્યૂઝવિશ્વના સૌથી મોટા રાષ્ટ્રીય ધ્વજનું લેહમાં અનાવરણ

વિશ્વના સૌથી મોટા રાષ્ટ્રીય ધ્વજનું લેહમાં અનાવરણ

National Flag
Share Now

કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર આર કે માથુરે મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે ખાદીના કપડાથી બનેલા તિરંગાનું અનાવરણ કર્યું હતું. જણાવી દઇએ કે આ વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રીય ધ્વજ (National Flag)છે.

વિશ્વના સૌથી મોટા રાષ્ટ્રીય ધ્વજ (National Flag)નું અનાવરણ

કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં વિશ્વનો સૌથી મોટો તિરંગાનું અનાવરણ કરવામાં આવ્યુ હતુ. આ ધ્વજનું અનાવરણ મહાત્મા ગાંધીની 152 મી જન્મજયંતિ પર કરવામાં આવ્યું હતુ. એરફોર્સના હેલિકોપ્ટરોએ તિરંગાના માનમાં ફ્લાય પાસ્ટ કરી હતી. મળતી માહિતી મુજબ ધ્વજની લંબાઈ 225 ફૂટ, પહોળાઈ 150 ફૂટ અને વજન 1000 કિલો છે. જણાવી દઇએ કે આ ધ્વજને બનાવવામાં 4500 મીટર ખાદીના કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ‘ડેર ટુ ડ્રીમ 2.0’ ના વિજેતાઓને પુરસ્કાર એનાયત કરી સન્માન કર્યું રક્ષા મંત્રીએ

તિરંગાના અનાવરણ કાર્યક્રમ દરમિયાન આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે અને સેનાના અન્ય ઉચ્ચ અધિકારીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન સેના પ્રમુખે ભારત અને ચીન સરહદ અંગેની ચર્ચા કરી હતી. સેના પ્રમુખે કહ્યું હતુ કે, છેલ્લા 6 મહિનાથી પરિસ્થિતિ સામાન્ય છે. વધુમાં જણાવતા કહ્યું હતુ કે, ચીન સાથે આગામી વાતચીતનો 13 મો રાઉન્ડ ઓક્ટોબરના બીજા સપ્તાહમાં યોજાશે. જેમાં આશા છે કે બંને દેશો વચ્ચે સર્વસંમતિ બની શકે છે.

રાજસ્થાન હાઇવે પર લડાકુ વિમાનનું લેન્ડિંગ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment