Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝરાજકોટના યાજ્ઞિક રોડ પર મોટી દુર્ઘટના, બિલ્ડીંગની પહેલા માળની છત નીચે પડતા અફરાતફરી

રાજકોટના યાજ્ઞિક રોડ પર મોટી દુર્ઘટના, બિલ્ડીંગની પહેલા માળની છત નીચે પડતા અફરાતફરી

RAJKOT
Share Now

રાજકોટમા હાર્દ સમા વિસ્તાર યાજ્ઞિક રોડ પર એક ભયંકર દુર્ઘટના બની છે. જેમા યાજ્ઞિક રોડ પર આવેલ ધનલક્ષ્મી બિલ્ડીંગની પહેલા માળની છત પડી ગઈ છે. છત પડી જવાને કારણે નીચે દુકાનો અને વહાનો દબાયા છે. આ ઉપરાંત 7થી વધુ વાહનોનો પણ ચૂર ચૂર થઈ ગયા છે. સ્થાનિકો દ્વારા કાચ તોડી ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવાનું કામગીરી કરવામાં આવી રહી છે. યાજ્ઞિક રોડ પર બનેલી આ મોંટી દુર્ઘટનાને પગલે ખરીદી કરતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે. અને બિલ્ડીંગનો પ્રથમ માળ બંધ કરાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ફાયર વિભાગ અને પીજીવીસીએલની ટીમ ઘટના બન્યાના એક કલાક બાદ પહોંચી છે અને JCB ની મદદથી અન્ય ભાગ તોડી, વીજ પુરવઠો બંધ કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

દિવાળીમાં ઘરાકી હતી દુકાનામાં પર સ્લેબ પડ્યો

DESTRUCTION OF BUILDING સ્થાનિક લોકોએ આક્ષેપ લગાવ્યો હતો કે ફાયરબ્રિગેડને ફોન કર્યો હોવા છતાં એક કલાક બાદ ગાડી ત્યાં આવી હતી, પ્રત્યક્ષદર્શી એ જણાવ્યું કે દુકાનમાં દિવાળીના કારણે ઘરાકી હતી ત્યારે જ અચાનક જ ધડાકાભેર બિલ્ડિંગ પડી ગઈ હતી અને લોકો અંદર ફસાઈ ગયા હતા. જોકે લોકોએ સમયસૂચકતા દાખવીને ફટાફટ લોકો બહાર આવ્યા હતા.

આ પણ વાંચો : ભારતની મોટી સફળતા, અગ્નિ-5 મિસાઇલનું સફળ પરીક્ષણ, સમગ્ર ચીન હવે ભારતની રેન્જમાં

રેસ્ક્યંની કામગીરી શરૂ

RAJKOT ફારબ્રિગેડનાં અધિકારીઓએ સાવચેતી રાખવા માટે ઘટનાસ્થળે પહોંચીને કોઈ કાટમાળમાં ફસાયું ન હોય તેની ખાતરી શરૂ કરી હતી, પ્રાથમિક સમાચાર મળી રહ્યા છે કે રાહતની વાત કહી શકાય કે હાલ અંદર કોઈ દબાયું હોય તેવા સમાચાર નથી.

જર્જરીત બિલ્ડીંગનો સ્લેબ પડતા ઉઠ્યા સળગતા સવાલો

જોકે આ બિલ્ડીંગનો સ્લેબ પડ્યા બાજ એવી માહિતી સામે આવી રહી છે. કે બિલ્ડિંગ પડ્યા પછી પણ સમારકામની તસ્દી કેમ ન લેવામાં આવી. સાથેજ બિલ્ડીંગ આટલી જર્જરીત હતી તો પછી તંત્ર તરફ આનું ધ્યાન કેમ ન ગયું. શું તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હતું. આ ઘટના બાદ એ સવાલ પસમારકામની જવાબદારી કોની હતી? જે લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યું છે તે લોકોએ એવું નિવેદન આપ્યું કે અમારો જીવ બચી ગયો તે અમારા માટે મોટી વાત છે. સાથે જ એ સવાલ પણ ઉઠી રહ્યો છે. કે શું પ્લાન પાસ થયો તે મુજબનું બાંધકામ હતું કે ન હતું.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment