Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeસ્પોર્ટ્સભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થશે મહાસંગ્રામ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થશે મહાસંગ્રામ

WTC FINAL
Share Now

ભારત હાલ WTC ફાઇનલ (WTC FINAL)રમવા ઇંગ્લેંડમાં છે. 18 જૂનથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ રમાંવાની છે. તે પેહલા ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે 2 ટેસ્ટ મેચનું આયોજન થયું હતું. તેમાં ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડને 1-0 થી હરાવી હતી. તે સાથે ભારતે પણ પ્રેકટીસ મેચ રમી હતી. ઇન્ડિયા ઇન્ટ્રા સ્કોડ મેચ યોજાવામાં આવી હતી. તેમાં ભારતના ઓપનર શુભમન ગીલ એ 85 રન બનાવ્યા હતા. અને રિષભ પંતએ સૌથી વધુ રન ફટકાર્યા હતા. પંતે માત્ર 94 બોલમાં 121 રન બનાવ્યા હતા. તે સાથે ઇશાંત શર્માએ 3 વિકેટ ઝડપી હતી. અને સારો દેખાવ કર્યો હતો. તો હવે ફાઇનલમાં માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. તેવામાં બને ટીમોં દ્વારા ફુલ જોશમાં તૈયાર શરૂ કરી દીધી છે.

ભારતીય સંભવિત પ્લેયિંગ 11

રોહિત શર્મા
શુભમન ગિલ
ચેતેશ્વર પુજારા
વિરાટ કોહલી(કેપ્ટન)
અજિંક્ય રાહણે
રિષભ પંત (વિકેટ કીપર)
રવિન્દ્ર જાડેજા
રવિચંદ્રન અશ્વિન
મોહમ્મદ શમી
જસપ્રીત બુમરાહ
ઇશાંત શર્મા

INDIA WTC

PC- PTI PHOTO

પ્રાઈઝ મનીની જાહેરાત

ICC દ્વારા WTC ફાઇનલ માટે પ્રાઈઝ મની અંગે પણ જાહેરાત કરવામાં આવી છે.ફાઇનલ મેચમાં જે ટીમ વિજેતા બનશે તે ટીમને 12 કરોડ રૂપિયા આપવામાં આવશે. તે સાથે જે ટીમ ફાઇનલ હારશે તે ટીમ ને પણ 6 કરોડ આપવામાં આવશે. અને જો મેચનું પરિણામ ડ્રો રહ્યું તો બંને ટીમને વિજેતા બનાવામાં આવશે એટલે બને ટીમ વચ્ચે ધનરાશિ 50-50 વહેંચવામાં આવશે.આ સાથે જે ટીમ ત્રીજા, ચોથા , અને પાંચમાં સ્થાન પર હશે તેને અનુક્રમે 3.3 કરોડ, 2.5 કરોડ, 1.5 કરોડ આપવામાં આવશે. અને અન્ય ટીમ જેણે ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે તેમને 73 લાખ આપવામાં આવશે.

NEW ZEALAND WTC

PC-REUTERS

ન્યૂઝીલેન્ડની ટીમની જાહેરાત

કેન વિલિયમસન (સી), ટોમ બ્લન્ડેલ, ટ્રેન્ટ બોલ્ટ, ડેવોન કોનવે, કોલિન ડી ગ્રાન્ડહોમ, મેટ હેનરી, કાયલ જેમિસન, ટોમ લેથામ, હેનરી નિકોલ્સ, અજાઝ પટેલ, ટિમ સાઉથી, રોસ ટેલર, નીલ વેગનર બી.જે. વોટલિંગ અને વિલ યંગ. આ સાથે ટીમના વાઇસ કેપ્ટન ટોમ લેથમેં જણાવ્યું હતું કે વિલિયમસન હાલ ઇજાથી રિકવર થઈ રહ્યો છે. અત્યારે તેને આરામની જરૂર છે. પણ અમને આશા છે કે કેન વિલિયમસન WTC ફાઇનલ(WTC FINAL) પેહલા ફિટ થઈ જશે.અને તેજ ટીમને લીડ કરશે. તેને વધુમાં જણાવ્યું કે ટીમના દરેક ખેલાડી ફિટ છે અને અમે ફાઇનલ માટે તૈયાર છીએ.

આ પણ વાંચો:ન્યૂઝીલેન્ડની WTC ફાઇનલ પેહલા શાનદાર જીત

WTC ફાઇનલની ટેસ્ટમાં પીચ તટસ્થ રહશે. પીચ ક્યુરેટર સિમોન લીએ જણાવ્યું હતું કે આ પીચ પર બોલ સારો બાઉન્સ થશે. તેથી ફાસ્ટ બોલેરો માટે આ પીચ પાર મદદ રહશે. જેથી બને ટીમને સમાન કન્ડિશન મળશે. તેથી મેચ વધુ રસપ્રદ જોવા મળશે. આ પીચ એકતરફી નહિ હોય પરંતુ બેટિંગ અને બોલિંગ વચ્ચે સમાન ટક્કર જોવા મળશે. હવે જોવું રહ્યું કે આ ફાઇનલમાં પીચ કેવી ભૂમિકા ભજવે છે. વર્લ્ડ ક્રિકેટમાં પ્રથમ વાર રમાય રહેલી આ ટેસ્ટ ટુર્નામેન્ટમાં 22 તારીખે એક ટીમ વર્લ્ડ બેસ્ટ ટેસ્ટ ટીમ બનશે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

 

 

No comments

leave a comment