Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeલાઇફ સ્ટાઇલYoga યોગાભ્યાસ કરતી વખતે અવશ્ય આટલુ ધ્યાનમાં રાખવુ….

Yoga યોગાભ્યાસ કરતી વખતે અવશ્ય આટલુ ધ્યાનમાં રાખવુ….

Yoga
Share Now

ગત વર્ષ આખું કોરોના મહામારીમાં વીત્યુ. તેમાંથી આપણે સૌ કોઈ એટલું તો શીખી ગયા કે આપણે આપણી હેલ્થ પર વઘારે ધ્યાન આપવાનું છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું મહત્વ ઘણી સારી રીતે સમજાવી દીધુ છે. આ કઠિન સમયમાં લોકોએ સ્વાસ્થ્યને સારુ રાખવા માટે નિયમિત કસરત કરવી જરૂરી છે. આથી લોકો એ હવે યોગ (Yoga) પ્રત્યે જાગૃત થયા છે અને નિયમિત કસરત કરતા થયા છે. પરંતુ યોગાસન ફાયદાની જગ્યાએ નુકસાન ન પહોંચાડે તેનું પણ ધ્યાન રાખવુ જરૂરી છે.

Yoga ને લઈને કેટલીક માન્યતાઓ…

યોગ, જીવનના દરેક ઉદાહરણ અને યૌગિક અભ્યાસ પ્રત્યે એક ખૂબ જ સચોટ, પ્રત્યક્ષ અને વ્યાવહારિક દ્રષ્ટિકોણ રાખે છે. યોગનો સંદર્ભ ફક્ત આસન કરવાથી નથી. યોગાસનનો સંપૂર્ણ લાભ આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધી ત્યારે જ પહોંચી શકે છે જ્યારે યોગનો અભ્યાસ જરૂરી નિયમો અને નિર્દેશ અનુસાર કરવામાં આવે.

યોગાસન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો…

  • સૌથી પહેલા યોગ (Yoga) અભ્યાસ માટે એક સમય અને સ્થાન નિશ્ચિત કરી લો. કસરત માટે એવો સમય નિર્ધારિત કરો જ્યારે તમારા શરીરને આરામ મળ્યો હોય અને તમારામાં ઊર્જા હોય. તમે તમારી સુવિધા અનુસાર, સવાર કે સાંજે, કોઈ પણ સમય નિર્ધારિત કરી શકો છો.
  • યોગ હંમેશા ખાલી પેટ જ કરો. ખોરાક લીધા બાદના ઓછામાં ઓછા 2 કલાક પછી યોગાસન કરવું જોઈએ. આ 2 કલાકોમાં થોડા પ્રમાણમાં તરલ પદાર્થોનું સેવન કરવુ જોઈએ.
  • યોગાસન કરતી વખતે જમીન પર મેટ, ચાદર, ચટ્ટાઈ, બ્લેન્કેટ વગેરે પાથરવુ જોઈએ. જેના લીધે યોગાસન કરવામાં સરળતા રહેશે. ઘૂંટણના દુઃખાવામાંથી પણ બચી શકશો. જમીન ઠંડી હોય આથી તેના ડાયરેક્ટ સંપર્કથી બચવુ.
  • કસરત દરમિયાન ધ્યાન ભટકવું સ્વાભાવિક હોય છે એટલે યોગાસન આવી રીતે કરો કે તમારુ ધ્યાન કેન્દ્રિત કરી રાખો. તમારા મોબાઈલ ફોનને દૂર મૂકો અને બને તો સાઈલન્ટ મોડ પર જ રાખો. જેથી તમારુ ધ્યાન ફક્ત યોગસન પર જ રહેશે.
  • યોગાસન કરવાની શરૂઆત હંમેશા એક સારા વોર્મ-અપથી કરવી જોઈએ. જેનાથી શરીરમાં લોહિનું પરિભ્રમણ વધી જશે. જેનાથી યોગાસનનું પરિણામ સારુ મળશે. યોગમાં સૂર્ય નમસ્કારને ઉત્તમ વોર્મ-અપ ગણવામાં આવે છે.
Yoga

IMAGE CREDIT: VERYWELLFIT

  • વિશિષ્ટ આસનોને અસરકારક બનાવવા માટે તમારા શ્વાસ પેટર્ન પર ધ્યાન આપવુ જરૂરી છે. યોગાસન વખતે પ્રત્યેક ચરણમાં શ્વાસ લેવો અને છોડવાની પેટર્ન ઘણી મહત્વની છે. ખોટી શ્વાસ લેવાની પદ્ધતિથી શરીરમાં દુઃખાવો અને યોગ્ય રીતે યોગાસન ન કરવાની પરિસ્થિતિ ઉદ્ભવે છે.
  • યોગાસન કરતી વખતે તમારી ઈજાઓ પ્રત્યે સચેત રહો. જો તમને કોઈ ગંભીર ઈજા થઈ છે, કે કોઈ કારણોસર શરીરના કોઈ અંગમાં દુઃખાવો થાય છે, જો કોઈ સર્જરી કરવામાં આવી છે. ડોક્ટર્સની સલાહ લો અને પછી જ યોગાસન કરો. તમારા યોગા ટીચરને અવશ્યથી જાણ કરો તમારી કોઈ ઈજા કે સર્જરી વિશે…
  • યોગ શિક્ષકના માર્ગદર્શકમાં જ કરવું જોઈએ. જો તમે વ્યક્તિગત અભ્યાસ કરી રહ્યાં છો કો તો મિત્રોની સાથે મળીને ઓનલાઈન શિક્ષક શોધવા અનિવાર્ય છે.
  • યોગ (Yoga)ના સારા પરિણામ માટે કૂલ ડાઉન, વિશ્રામ અને ધ્યાનની સાથે અભ્યાસને પૂર્ણ કરો. યોગ એક સાઈકોફિઝિયોલોજીકલ કળા છે, જે શરીરની જેમ મનને પણ સારો અનુભવ કરાવે છે.
  • યોગાભ્યાસ દરમિયાન બધી રીતે જાગૃત રહો. યોગાભ્યાસ દરમિયાન ખોવાઈ જવાથી ખરાબ અનુભવ કરાવે છે. જોકે, સરળ નથી પણ નીતિ નિયમ સાથે યોગા કરવાથી સારુ પરિણામ મળશે.

આ પણ વાંચો:- પોટેશિયમનું પ્રમાણ વધારવા માંગો છો તો આટલું ખાઓ…

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment