Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeન્યૂઝયુપી સીએમ યોગી આદિત્યનાથે સોશ્યલ મીડિયાને બેલગામ ઘોડો ગણાવ્યો

યુપી સીએમ યોગી આદિત્યનાથે સોશ્યલ મીડિયાને બેલગામ ઘોડો ગણાવ્યો

yogi adityanath,news in gujarati,gujarati news,social mewdia,viral news
Share Now

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોશિયલ મીડિયાને ‘બેલગામ ઘોડો’ ગણાવ્યો છે અને કહ્યું છે કે સોશ્યલ મીડિયાના કોઈ  ‘માઇ-બાપ’ નથી. ભાજપના કાર્યકરો સાથે વાતચીત દરમ્યાન, યુપીના સીએમ યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે હાલમાં સોશિયલ મીડિયા એક પ્રકારનો ‘બેલગામ ઘોડો’ છે અને આ ઘોડાને રોકવા માટે તાલીમ અને તૈયારીઓની જરૂર છે. યોગી આદિત્યનાથ આજે ઉતરપ્રદેશના લખનૌમાં શહેરમાં આયોજિત સોશિયલ મીડિયા વર્કશોપમાં હાજર રહ્યા હતા. અને ત્યાં તેમણે ભાજપ આઈટી સેલના કાર્યકરો અને અધિકારીઓને આ વાતો કહી હતી.

પાર્ટી કાર્યકર્તાઓને આપી ચેતવણી

એક સમાચારપત્રના અહેવાલ અનુસાર, યોગી આદિત્યનાથે પાર્ટી કાર્યકર્તાઓને ચેતવણી આપી હતી કે જો તેઓ સાવચેતી નહીં રાખે તો તેઓ મીડિયા ટ્રાયલનો શિકાર બની શકે છે. પેગાસસ જાસૂસી કૌભાંડ વિવાદનો ઉલ્લેખ કરતા તેમણે પાર્ટીના આઈટી સેલના કાર્યકરોને સોશિયલ મીડિયા પર જવાબ આપવા માટે તૈયાર રહેવા અને કોઈ મુહૂર્તની રાહ ન જોવાનું કહ્યું.

yogi adityanath,news in gujarati,gujarati news,viral news

આ પણ વાંચો:જીગ્નેશ મેવાણીએ મનરેગાના વધુ એક કૌભાંડનો કર્યો પર્દાફાશ

સોશ્યલ મીડિયા પર નથી કોઈ નિયંત્રણ 

ભારતમાં મીડિયાના બદલાતા સ્વરૂપ વિશે વાત કરતા યોગી આદિત્યનાથે કહ્યું કે એક સમય હતો જ્યારે શક્તિશાળી પ્રિન્ટ અને ટેલિવિઝન મીડિયાના માલિકો અને સંપાદકો હતા. પરંતુ આજના ટેકનોલોજીના જમાનામાં લોકો સોશ્યલ મીડિયાનો વધારે ઉપયોગ કરતાં હોય છે. અને સોશિયલ મીડિયાના કોઈ  મા-બાપ નથી. અગાઉ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં કેટલાક લોકો હતા, જેમનું નિયંત્રણ હમેશા રહેતું હતું. પરંતુ સોશિયલ મીડિયા પર કોઈનું નિયંત્રણ નથી. તેથી જો તમે સાવચેત ન રહો તો તમે મીડિયા ટ્રાયલનો શિકાર બની શકો છો. તેમણે  વધુમાં કહ્યું કે, સોશ્યલ મીડિયા એક બેલગામ ઘોડો છે. અને આ બેફામ ઘોડાને નિયંત્રિત કરવા માટે આપણે બધાએ તે માટેની તાલીમ લેવાની અને તૈયારી રાખવી ખૂબ જરૂરી છે.

કપિલ સિબ્બલે કર્યો કટાક્ષ 

જોકે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે યોગી આદિત્યનાથના સોશિયલ મીડિયા સ્ટેટમેન્ટ પર કટાક્ષ કર્યો છે. કપિલ સિબ્બલે ટ્વીટ કરતાં કહ્યું કે, યોગી આદિત્યનાથ જીએ કહ્યું કે સોશિયલ મીડિયા એક બેલગામ ઘોડો છે અને તેમણે આને રોકવા માટે તાલીમ અને તૈયારીઓ માટે આગ્રહ કર્યો છે. અને પછી આ જ ટ્વિટમાં તેમણે સવાલ કર્યો હતો કે ભારતમાં કયું રાજ્ય બેલગામ રાજ્ય છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા બે દિવસ કરશે રોકાણ 

તમને જણાવી દઈએ કે આજે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા (જેપી નડ્ડા) બે દિવસના સંગઠનાત્મક પ્રવાસ પર છે. અને તેઓ બે દિવસ ઉત્તર પ્રદેશમાં રહેવાના છે. આ દરમિયાન, બે પંચાયત પ્રમુખો સિવાય, તેઓ પાર્ટીના પદાધિકારીઓ અને મંત્રીઓને મિશન 2022 ની જીતનો પાઠ ભણાવશે. ત્યારબાદ તેઓ શનિવારે સવારે 11 વાગ્યે ચૌધરી ચરણ સિંહ એરપોર્ટ લખનૌ ખાતે પહોંચશે. જ્યાં પાર્ટીના પદાધિકારીઓ, વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોશિયલ મીડિયાને ‘બેલગામ ઘોડો’ ગણાવ્યો છે અને કહ્યું છે કે સોશ્યલ  ‘માઇ-બાપ’ નથી. ભાજપના કાર્યકરો સાથે વાતચીત દરમ્યાન, યુપીના સીએમ યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે હાલમાં સોશિયલ મીડિયા એક પ્રકારનો ‘બેલગામ ઘોડો’ છે અને આ ઘોડાને રોકવા માટે તાલીમ અને તૈયારીઓની જરૂર છે. યોગી આદિત્યનાથ આજે ઉતરપ્રદેશના લખનૌમાં શહેરમાં આયોજિત સોશિયલ મીડિયા વર્કશોપમાં હાજર રહ્યા હતા. અને ત્યાં તેમણે ભાજપ આઈટી સેલના કાર્યકરો અને અધિકારીઓને આ વાતો કહી હતી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment