ઉત્તરપ્રદેશના (Uttar Pradesh) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) મથુરામાં દારૂ (liquor) અને માંસના (Meat) વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. સીએમ યોગીએ (CM Yogi) સંબંધિત અધિકારીઓને પ્રતિબંધની યોજના બનાવવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રી યોગીએ સોમવારે મોડી સાંજે મથુરામાં (Mathura) કૃષ્ણોત્સવ 2021 (Janmashtami 2021) ના કાર્યક્રમમાં આ જાહેરાત કરી હતી.
‘દારૂ અને માંસ વેચનાર દૂધ વેચે’
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) અગાઉ પણ કહ્યું હતું કે ધાર્મિક (Religious) મહત્વના શહેરમાં માંસ (Meat) અને દારૂના (liquor) વેચાણ પર પ્રતિબંધ (ban) મૂકવામાં આવશે. તેમણે સૂચવ્યું કે મથુરાના (Mathura) ગૌરવને પુનર્જીવિત કરવા માટે, દારૂ અને માંસના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો દૂધ (Milk) વેચવાનું શરૂ કરી શકે છે, જે તેના મોટા પ્રમાણમાં દૂધ ઉત્પાદન માટે જાણીતું છે.ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે કહ્યું હતું કે મથુરાના વૃંદાવન, ગોવર્ધન, નંદગાંવ, બરસાના, ગોકુળ, મહાવન અને બલદેવમાં ટૂંક સમયમાં દારૂ અને માંસનું વેચાણ બંધ કરીને તેની સાથે સંકળાયેલા લોકોનું અન્ય વેપાર-ધંધામાં પુનર્વસન કરાશે.
આ પણ વાંચો : અમેરિકી સૈનિકો અફઘાનિસ્તાનથી પરત ફર્યા બાદ બાઇડન બોલ્યા, યુદ્ધ હજુ પૂર્ણ થયુ નથી
‘બ્રજમાં અટકશે નહીં વિકાસનું પૈડું’
મુખ્યમંત્રી યોગીએ (Yogi Adityanath) કહ્યું, ‘બ્રજભૂમિને વિકસાવવા માટે દરેક પ્રયાસ કરવામાં આવશે અને આ માટે ભંડોળની કોઈ કમી રહેશે નહીં. અમે પ્રદેશના વિકાસ માટે આધુનિક ટેકનોલોજી અને સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાનું મિશ્રણ જોઈ રહ્યા છીએ. મુખ્યમંત્રીએ દેશને નવી દિશા આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની (Narendra Moldi) પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે લાંબા સમયથી અવગણના કરાયેલા શ્રદ્ધા સ્થાનોને ફરી જીવંત કરવામાં આવી રહ્યા છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt