Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeટ્રાવેલઆગામી મહિને રજાઓનો વરસાદ! 10 હજાર રૂપિયામાં ઘુમી આવો આ સ્થળ

આગામી મહિને રજાઓનો વરસાદ! 10 હજાર રૂપિયામાં ઘુમી આવો આ સ્થળ

Holiday
Share Now

નવેમ્બર મહીનાની શરૂઆત થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. મહિનાના પ્રથમ અઠવાડીયામાં માત્ર તહેવારો જ નહીં, પરંતુ છુટ્ટીઓ પણ એટલી જ છે. 4 નવેમ્બરના રોજ દિવાળી (Diwali)ની છુટ્ટી રહેશે અને 5 નવેમ્બરના રોજ ગોવર્ઘન પૂજા છે. ત્યારબાદ 6 નવેમ્બરના રોજ ભાઇ દૂજની છુટ્ટી (Holiday)રહેશે. જ્યારે 7 નવેમ્બરના રોજ રવિવાર આવી રહ્યો છે. આ રીતે લોકોને સતત 4 દિવસની રજા મળી રહી છે. તો આવો તમને 10 હજાર સુધીમાં ફરવા લાયક સ્થળો વિશે જણાવીએ.

બીર બિલિંગ (હિમાચલ પ્રદેશ)– દિલ્હી-એનસીઆરમાં રહેનારા લોકો 4-5 દિવસમાં બીર બિલિંગ ફરીને આવવાનો પ્લાન બનાવી શકે છે. હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં સ્થિત શાનદાર સ્થળ સ્પોર્ટ્સ એડવેન્ચર જેમ કે પેરાગ્લાઇડિંગ, ટ્રેક અથવા મેડિટેશન માટે ઘણુ પ્રખ્યાત છે. અહીં તમને તિબ્બતી સંસ્કૃતિની પણ ઝલક જોવા મળશે. તમે આરામથી 10 હજાર રૂપિયામાં મિની ટ્રિપ કરી શકો છો.

સોનમર્ગ (કાશ્મીર)– નવેમ્બરના પ્રથમ વીકમાં જ ઠંડીની શરૂઆત થઇ જતી હોય છે. તેવામાં તમે ઇચ્છો તો કાશ્મીર (Kashmir)તરફ પણ લટાર મારી શકો છો. સોનમર્ગ ન્યુલી મેરીડ કપલ માટે એક શાનદાર હનીમૂન ડેસ્ટિનેશન છે. કાશ્મીરના પહાડ, ગાર્ડન અને કેટલાક તળાવ તેની આહલાદકતામાં વધારો કરે છે. ત્યાંના તળાવો ઘણા પ્રખ્યાત છે. આ સમય દરમિયાન તમે સ્નોફોલનો પણ આનંદ માણી શકો છો.

આ પણ વાંચો: સિંહ નગરી સાસણના કરો દર્શન, આવી રીતે કરો ટિકિટ બુક

ઋષિકેશ (હરિદ્વાર)– ધર્મ અને પ્રાકૃતિક બંને રીતે ઋષિકેશ (Rishikesh)શાનદાર સ્થળ છે. અહીં ગંગા ઘાટ અને મંદિર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. રાત્રે મંદિરોમાં યોજાતી આરતી પ્રવાસીઓને પોતાના તરફ આકર્ષે છે. અહીં મુલાકાત લીધા બાદ તમે શિવપુરી પણ જઇ શકો છો, જ્યાં રાફ્ટિંગ, કેમ્પિંગ ટ્રેકિંગ અને બંજી જન્પિંગનો આનંદ માણી શકો છો.

મુક્તેશ્વર (ઉત્તરાખંડ)– ઉત્તરાખંડનું આ સ્થળ પોતાની પ્રાકૃતિકતા માટે પ્રવાસી (Tourist)ઓના આકર્ષણનું કેન્દ્ર છે. અહીં જઇ તમે ઠંડી હવાનો લુપ્ત ઉઠાવી શકો છો. તો અહીં પર તમે ટ્રેકિંગ, પેરાગ્લાઇડિંગ, બાઇકિંગ, રાફ્ટિંગની મજા માણી શકો છો.

તીર્થન ઘાટી (હિમાચલ પ્રદેશ)– પ્રકૃતિને પ્રેમ કરનારાઓ માટે હિમાચલ પ્રદેશ સ્થિત તીર્થન ઘાટી સ્વર્ગથી પણ ઓછુ નથી. તીર્થન ઘાટી હિમાચલ નેશનલ પાર્કથી 3 કિલોમીટરની દૂરી પર જ સ્થિત છે. આ સ્થળ ટ્રાઉટ મછલી માટે લોકપ્રિય છે. તમે આરામથી ઓછામાં ઓછા 10 હજાર રૂપિયામાં અહીં ઘુમીને આવી શકો છો.

માઇન્ટ આબુ (રાજસ્થાન)– માઉન્ટ આબુ (Mount Abu)રાજસ્થાનનું એક માત્ર હિલ-સ્ટેશન છે, જ્યાં દર વર્ષે ભારે સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લે છે. જો તમે તમારા ઓફીસના કામ કાજથી થાકી ગયા છો અને શાંતિથી સમય પસાર કરવા ઇચ્છતા હોવ તો આ સ્થળ તમારા માટે બેસ્ટ છે. નખી તળાવ અહીંની ખુબસુરતીમાં ચાર-ચાંદ લગાવી દે છે.

ઔલી (ઉત્તરાખંડ)– આ ભારતનું સૌથી વધારે ઠંડા સ્થળમાંથી એક છે. સૂર્યના કિરણો સાથે અહીંની હરિયાળી કોઇનું પણ મન ખુશ કરી દેશે. અહીં પર તમે ટ્રેકિંગ (Tracking)ની મજા માણી શકો છો. હનીમૂન પર જનારા લોકો માટે આ એક શાનદાર સ્થળ માનવામાં આવે છે. જોકે અહીં ખુલીને મજા માણવા થોડો સમય અને ખર્ચ બંને વધી શકે છે.

ફેમેલી સાથે અહીં રજાની મજા માણો જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment