ફેસબુક એક એવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે જેણે ધીમે ધીમે સામાન્ય લોકો સુધી પહોંચીને પોતાની ઓળખ બનાવી છે. આજે ભારતમાં ફેસબુક એક એવી એપ બની ગઈ છે જે દરેકના મોબાઈલ ફોનમાં હોય છે. કંપનીની લોકપ્રિયતાને કારણે કમાણી પણ ઘણી વધારે છે. પરંતુ શું તમે જાણો છો કે ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગની સેલેરી કેટલી છે અને તેમની સિક્યોરિટી પર કેટલા પૈસા ખર્ચવામાં આવે છે?
જાણો માર્ક ઝૂકરબર્ગની સેલેરી
જો તમે નથી જાણતા તો તમને જણાવી દઈએ કે ફેસબુકના સીઈઓ ઝકરબર્ગનો પગાર માત્ર 75 રૂપિયા છે. એક રિપોર્ટ અનુસારત ફેસબુક માર્ક ઝૂકરબર્ગની સેલેરી કરતા તેમની સિક્યુરિટી પર વધુ પૈસા ખર્ચ કરે છે. માર્કઝૂકરબર્ગની સિક્યોરિટી પર કેટલા પૈસા ખર્ચાયા છે તે જાણીને તમે પણ ચોંકી જશો. કંપનીના વાર્ષિક એક્ઝિક્યુટિવ કોમ્પેન્સેશન રિપોર્ટમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2020માં ફેસબુકના સીઈઓ માર્ક ઝૂકરબર્ગની સુરક્ષામાં 23.4 મિલિયન ડોલર એટલે કે લગભગ 1 અબજ 76 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. આ સાથે, વર્ષ 2019 માં, ફેસબુકે CEOની સુરક્ષા માટે $ 20.4 મિલિયનનો ખર્ચ કર્યો હતો. કંપનીએ તેમના ખાનગી જેટ પર $2.9 મિલિયન ખર્ચ્યા હતા.
આ પણ વાંચો:દુનિયાની એ મોટી હસ્તીઓ જેમણે અપનાવ્યો હિન્દુ ધર્મ, કારણ જાણીને થઈ જશો હેરાન
ઝૂકરબર્ગની સુરક્ષા 13.4 ડોલર ખર્ચ થયો
રિપોર્ટ અનુસાર, ફેસબુકે માર્ક ઝકરબર્ગની સુરક્ષા પર 13.4 મિલિયન ડોલરનો ખર્ચ કર્યો છે. આ આંકડામાં ઝૂકરબર્ગના રહેઠાણ અને મુસાફરી સુરક્ષા ખર્ચ બંનેનો સમાવેશ થાય છે. વર્ષ 2020માં ઝૂકરબર્ગની સાથે ફેસબુકની ચીફ ઓપરેટિંગ ઓફિસર શેરિલ સેન્ડબર્ગની સુરક્ષા પર $7.6 મિલિયનનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પછી આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈનો નંબર આવે છે. તેમના પર કંપનીએ વર્ષ 2020માં $5.4 મિલિયનનો ખર્ચ કર્યો છે.
આ ઉપરાંત, અન્ય એક રિપોર્ટ દર્શાવે છે કે એમેઝોન કંપની તેમના પૂર્વ સીઈઓ જેફ બેઝોસની સુરક્ષામાં મોટી રકમ ખર્ચ કરતી હતી. રિપોર્ટ અનુસાર, કંપનીએ બેઝોસની સુરક્ષા માટે 1.6 મિલિયન ડોલરનો ખર્ચ કર્યો છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4