Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝમહારાષ્ટ્ર : ‘મેક ઇન ઇન્ડિયા’ ના સપનાનો દુ:ખદ અંત, યુવકનું મોત

મહારાષ્ટ્ર : ‘મેક ઇન ઇન્ડિયા’ ના સપનાનો દુ:ખદ અંત, યુવકનું મોત

Share Now

મહારાષ્ટ્ર (Maharashtra)ના યવતમાલ (Yavatmal) જિલ્લાના ફુલસાવાંગી ગામમાં એક દુ:ખદ ઘટના સામે આવી છે. પરીક્ષણ સમયે મુન્ના હેલીકોપ્ટર (Helicopter)ની બ્લેડ પડતા તેને બનાવનારા શેખ ઇસ્માઇલ ઉર્ફે મુન્ના શેખનું મોત નિપજ્યુ છે.

ગેરેજમાં હેલીકોપ્ટર બનાવ્યુ હતુ

યવતમાલ (Yavatmal) જિલ્લાના ફુલસાવાંગી ગામના નિવાસી શેખ ઇસ્માઇલ ઉર્ફે મુન્ના શેખે અભ્યાસ તો માત્ર 8 ધોરણ સુધી જ કર્યુ હતો, પરંતુ તેને હેલિકોપ્ટર (Helicopter) બનાવવાનું નક્કી કરી લીધુ હતુ. 24 વર્ષના મુન્ના શેખે પોતાના ગેરેજમાં જ હેલીકોપ્ટર (Helicopter) બનાવ્યુ હતું. જેનુ નામ તેને મુન્ના હેલીકોપ્ટર રાખ્યુ હતું.

ટ્રેનિંગ દરમિયાન દુર્ઘટના સર્જાઇ

આ વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય (MLA)એ આ ઘટના અંગે જણાવ્યું કે વધારે એજ્યુકેશન (Education) ન હોવા છતા પણ મુન્નામાં એ કાબીલીયત હતી અને પોતાની કાબીલીયતથી જ તેને નામ રોશન કર્યુ હતુ. લોકો મુન્નાને રેચો નામથી પણ બોલાવતા હતા.

ધારાસભ્ય (MLA)એ વધુમાં કહ્યુ કે, મુન્ના શેખરે બનાવેલા હેલીકોપ્ટર (Helicopter)ને જોવા માટે બેંગ્લોરથી એક્સપર્ટની એક ટીમ પણ આવવાની હતી. એ જ ઉત્સાહમાં એક દિવસ પહેલ રાત્રીના તેને હેલીકોપ્ટરની ઉડાન ભરવાનની કોશિશ કરી હતી, પરંતુ કમનસીબે દુર્ઘટના સર્જાઇ અને તેમા તેનુ મોત નિપજ્યુ. ઇસ્માઇલના મોતથી વિસ્તારમાં શોકનો માહોલ છે.

પોલીસ (Police) પાસેથી મળતી માહિતી મુજબ 11 ઓગષ્ટના રોજ યવતમાલ (Yavatmal) જિલ્લામાં પોતાના ટ્રેનિંગ (Training) સેશન દરમિયાન હેલિકોપ્ટર બનાવનારા યુવકને માથા પર બ્લેડ઼ પડતા મોત થયું છે. અધિકારીઓએ જણાવ્યું હતુ કે ઇબ્રાહિમ ટેસ્ટિંગ કરી રહ્યો હતો, ત્યારે તેમાં ખામી સર્જાઇ હતી અને એક બ્લેડ઼ માથા પર પડી હતી. મળતી માહિતી મુજબ યુવકને હોસ્પિટલ (Hospital) ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યુ હતુ.

આ પણ વાંચો: પાર્કિંગ ટિકિટ કાપી અને ગુજરાન ચલાવે છે આ બોક્સિંગ ખેલાડી

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment