બંગાળમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન ગુલાબની તીવ્રતા ગુજરાતના દરિયાકાંઠા સુધી પહોંચતા વધી હતી. જેના પગલે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ (Rain)થયો હતો. રાજ્યના 196 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રના જૂનાગઢ (Junagadh) જિલ્લામાં વરસાદી માહોલ બન્યો હતો. ગીરનાર જંગલમાં પણ 12 ઇંચ વરસાદ પડતા જૂનાગઢની સોનરખ નદીમાં ભારે પૂર આવ્યું હતું. જૂનાગઢમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસતા વિલિંગડન ડેમ ઓવરફ્લો થતા લોકો ત્યાં ધસી ગયા હતા. તે સમયે એક યુવક ડેમની આગળના ભાગમાં ન્હાવા પડતાં ધસમસતા પાણીમાં ડૂબવા લાગ્યો હતો. જોકે હાજર મહિલાઓએ સતર્કતાથી દુપટ્ટા દ્વારા યુવકને હેમખેમ બચાવી લેવામાં આવ્યો હતો. આ સમયે હાજર કોઇ વ્યક્તિએ યુવકને બચાવી લીધાની સમગ્ર ઘટના કેમેરામાં કેદ કરી હતી. હાલમાં સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે માત્રામાં વાયરલ થયો છે.
#Gujarat : A man rescued at Willingdon Dam of Junagadh. Reports say he was in dam to enjoy the fresh water flow.#OTTIndia #Junagadh #WillingdonDam #Rain pic.twitter.com/fefKgl51zl
— OTT India (@OTTIndia1) September 30, 2021
જૂનાગઢ (Junagadh)ડેમ જોવા ગયેલો યુવક પડ્યો હતો ન્હાવા
મહત્વનું છે કે, ગઇકાલે બુધવારે ગીરનાર પર્વત પર બપોરે ગણતરીના કલાકોમાં જ ભારે માત્રામાં વરસાદ વરસી જતા શહેરના તમામ ડેમો-નદીઓ ભયજનક સપાટીએ ઓવરફ્લો (Overflows)થઈ વહી રહી હતી. જે પરિસ્થિતિને ધ્યાને લઇ વહીવટી તંત્ર દ્વારા આવતીકાલે શુક્રવાર સુધી જિલ્લામાં તમામ નદી-નાળા, તળાવો, ડેમ વિસ્તારમાં અવર-જવર કરવા પર પ્રતિબંધ મુક્યો છે. તેમ છતાં કેટલાક લોકો વરસાદ અને પુરના પાણી નિહાળવા પ્રતિબંધ વિસ્તારમાં સતત આવી રહ્યાં હતા. તે દરમિયાન ગઈકાલે બુધવારે સાંજે શહેરનો વિલિંગડન ડેમ (Dem)પોતાની મહત્તમ સપાટીએથી ઓવરફ્લો થયેલો ત્યારે ડેમની આગળના ભાગે જ્યાં ડેમનું ઓવરફ્લોનું પાણી વહી રહ્યુ હતું તે સ્થળ પર એક યુવક ન્હાવા પડ્યો હતો.
આ પણ વાંચો: રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, ગુલાબ વાવાઝોડું છેલ્લા 24 કલાકમાં શાહીન બને તેવી આગાહી
મહિલાઓએ હિંમત દાખવી યુવકને બચાવ્યો
ગિરનાર અનેક જંગલ વિસ્તારમાં ભારે વરસાદ (Rain)ના પગલે ડેમમાં પાણીનો પ્રવાહ તીવ્ર ગતિથી ધસમસતો આવી રહ્યો હતો. તે પ્રવાહમાં યુવક એકાએક ડૂબવા લાગ્યો હતો. તે સમયે ત્યાં હાજર કેટલીક મહિલાઓએ હિંમત દાખવીને યુવકને બચાવવા માટે પોતાની ચુંદડીનું દોરડું બનાવીને ડેમના પાણીમાં ગરકાવ થઈ રહેલા યુવક તરફ ફેંક્યું હતું. જે પકડીને ઘણી મુસીબતથી યુવકને ઉપર ખેંચીને મહિલાઓએ પાણીમાંથી બહાર નિકાળ્યો હતો.
જૂનાગઢ (Junagadh)ની આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ
આ બચાવની સમગ્ર ઘટનાનો વીડિયો સ્થાનિરે પોતાના કેમેરામાં કેદ કર્યો હતો જે આજે ભારે માત્રામાં વાયરલ (Viral)થઇ રહ્યોં છે. મહિલાઓની સતર્કતા અને હિંમતભરી કામગીરીથી સદનસીબે યુવકનો જીવ બચી ગયો છે.
નર્મદા જિલ્લો પાણી પાણી જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4