દિવાળીનાં તહેવારોમાં ઉત્સાહનાં મદમાં આવી પોતાની અને અન્ય લોકોની જિંદગી જોખમમાં મુકી લોકો ફટાકડા ફોડતા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ત્યારે આ રીતે જ હાથમાં ફટાકડાની લુમ લઈ અને સ્ટંટ કરી ફટાકડા ફોડતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો ભાવનગર (Bhavnagar)શહેરનાં શિવાજી સર્કલ વિસ્તારનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ભાવનગરમાં યુવકે હાથમાં ફટાકડા લઈ જાહેરમાં સ્ટંટ કરી ફટાકડા ફોડ્યા#Bhavnagar #OTTIndia #Diwali pic.twitter.com/XuXShLVqSf
— OTT India (@OTTIndia1) November 8, 2021
Bhavnagar ના આ વાઇરલ વીડિયોમાં યુવક જોખમી સ્ટંટ કરી રહ્યો છે
ભાવનગર સહિત દેશભરમાં દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે શહેરમાં હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે, એક યુવક જાહેર રસ્તા પર ફટાકડાની હાર લઈ હાથમાં રાખી ફટાકડા ફોડી રહ્યો છે. તેમજ ચારે બાજુએ ફરતા ફરતા ફટાકડા ફોડી રહ્યો છે. જેને લઈ આસપાસમાંથી પસાર થતા વાહન ચાલકો પણ ભયભીત થયા હતા. ત્યારે આ પ્રકારનાં જોખમી સ્ટંટને લઈ યુવક તેની સાથે સાથે બીજાની જિંદગી પણ જોખમમાં મુકી રહ્યો હોવાનું સ્પષ્ટ પણે જોઈ શકાય છે.
આ પણ વાંચો: સુરતમાં દિવાળીની રાતે રહસ્યમય રીતે ગુમ થયેલી 2 વર્ષની બાળકીની લાશ મળી
Bhavnagar શહેરમાં આગજનીના 10 થી વધુ બનાવો બન્યા
વાયરલ થયેલા વીડિયોને લઇને ફાયર વિભાગે જણાવ્યું કે, દિવાળીના તહેવારોને લઈ કોઈ મોટી દુર્ઘટના ન બને તેના માટે ફાયરની ટીમને ખડેપગે તૈનાત રાખવામાં આવી હતી. ભાવનગર શહેરના જુદા-જુદા વિસ્તારમાં 3 નવેમ્બરથી આજ સુધીમાં આગજનીના 15 જેટલા બનાવો બન્યા હતા.
દિવાળીના તહેવાર સમયે એસટી કર્મચારીઓ વિરોધ જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4