Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeએન્ટરટેઈન્મેન્ટYuvika Chaudhary ની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો

Yuvika Chaudhary ની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો

Yuvika Chaudhary
Share Now

અનુસૂચિત જાતિ સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરીને ફસાયેલી બોલિવૂડ એક્ટ્રેસ યુવિકા ચૌધરી (Yuvika Chaudhary) સોમવારે હરિયાણાના હાંસી પોલિસ સ્ટેશનમાં તપાસમાં સામેલ થઈ હતી. પોલીસે ઔપચારિક રીતે ધરપકડ કરી અને હાંસીમાં ડીએસપી ઓફિસમાં બેસાડીને 3 કલાક સુધી પૂછપરછ કરી. ત્યારબાદ તેને જામીન મળી ગયા હતા. 

જોકે, યુવિકાએ 25 મે તેના બ્લોગમાં એક વીડિયો જાહેર કરીને અનુસૂચિત જાતિ પર અપમાનજનક ટિપ્પણી કરી હતી. ત્યારબાદ દલિત અધિકાર કાર્યકર્તા રજત કલસને હાંસી પોલીસ સ્ટેશનમાં એક્ટ્રેસના વિરુદ્ધ SC-ST એક્ટ હેઠળ ફરિયાદ દાખલ થઈ હતી.

પોતાના વિરુદ્ધ દાખલ કેસને રદ કરવાની માંગણી સાથે યુવિકાએ પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે નકારી દીધી હતી. ત્યારબાદ તેણે સ્પેશિયલ કોર્ટમાં જામીનની અરજી કરી હતી, તેને પણ કોર્ટે નકારી દીધી હતી. ત્યારબાદ હાઈકોર્ટે તેને અગ્રિમ જામીન આપતા તપાસમાં સામેલ થવાનો આદેશ આપ્યો હતો.

હાઈકોર્ટના આદેશ પર સોમવારે યુવિકા (Yuvika Chaudhary)એ હાંસી સ્ટેશનમાં સરેન્ડર કર્યુ હતુ. હાઈકોર્ટના આદેશ પર સોમવારે યુવિકાએ હાંસી સ્ટેશન માં સરેન્ડર કર્યુ હતુ. તે દરમિયાન તેની સાથે 10 બાઉન્સર અને પતિ પ્રિન્સ નરુલા પણ હાજર હતા. આ વિવાદમાં યુવિકાની ધરપકડ પણ કરવામાં આવી અને પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ બેલ બોન્ડ ભરાવીને જામીન આપી દીધા.

ડીએસપી વિનોદ શંકરે જણાવ્યુ હતુ કે, યુવિકાની ધરપકડ કરી હતી. તેણે તપાસમાં પૂરેપૂરો સાથ આપ્યો હતો. તેમણે જણાવ્યુ છે કે, જો જરૂર પડશે ફરી બોલાવવામાં આવશે. રજત કલ્સને દલિત સમાજ પર અપમાનજનક ટિપ્પણી વિશે પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહના વિરુદ્ધ પણ કેસ દાખલ કરાવ્યો હતો. તે ઉપરાંત કલ્સને તારક મહેતા ઉલ્ટા ચશ્માની એક્ટ્રેસ મુનમુન દત્તાના વિરુદ્ધ પણ હાંસી સ્ટેશનમાં કેસ કર્યો છે.

આ પણ વાંચોઃ- ‘Manike Mage Hithe’ ગીતની સિંગર યોહાની હવે કરશે બોલીવુડમાં એન્ટ્રી

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment