Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 2.
Homeન્યૂઝયુવરાજ સિંહનાં ફેન માટે આવ્યા ખુશીના સમાચાર, પબ્લિક ડિમાન્ડ પર મેદાનમાં પરત ફરશે Yuvi

યુવરાજ સિંહનાં ફેન માટે આવ્યા ખુશીના સમાચાર, પબ્લિક ડિમાન્ડ પર મેદાનમાં પરત ફરશે Yuvi

yuvrajsinh back on the pitch
Share Now

સિક્સર કિંગની એન્ટ્રી થશે મેદાનમાં. પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે ક્રિકેટ મેદાનમાં વાપસીની જાહેરાત કરી સૌ કોઇને ચોંકાવી દીધા છે. તેમણે કહ્યું છે કે, તે લોકોની માંગ પર પીચ પર પરત ફરી રહ્યા છે. આ સાથે યુવરાજે એ પણ જણાવ્યું છે કે તે ક્યારે રમવાનો છે. જોકે, તેણે ટૂર્નામેન્ટનું નામ જાહેર કર્યું નથી.

યુવરાજે વીડિયો અપલોડ કર્યો

યુવરાજે જે વીડિયો અપલોડ કર્યો છે એ તેણે ઈંગ્લેન્ડની સામે રમેલી 150 રનની ઈનિંગનો છે. બેટિંગ કરતા તેણે આ વીડિયોને તેરી મિટ્ટીના ગીત પર એડિટ કરીને પોસ્ટ કર્યો છે. યુવરાજે સોશિયલે મીડિયા પર પોતાનો આ વીડિયો પોસ્ટ કરતા લખ્યું, તમારું ભાગ્ય ભગવાન નક્કી કરે છે. પબ્લિક ડિમાન્ડ પર હું ફરીથી ફેબ્રુઆરીમાં પિચ પર ઊતરીશ. આ ફિલિંગથી વધુ મારા માટે કંઈ જ નથી. હું એના માટે બધાનો આભારી છું.

યુવરાજ સિંહનું ઈન્ટરનેશનલ કરિયર

yuvrajsinh
યુવરાજ સિંહ ભારત માટે 40 ટેસ્ટ, 304 વનડે અને 58 T20 રમ્યો છે. તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 11000થી વધુ રન બનાવ્યા છે, જેમાં 17 સેન્ચુરી અને 71 હાફ સેન્ચુરી સામેલ છે. જ્યારે યુવરાજ પોતાના ફુલફોર્મમાં હતો તો વિરોધી ટીમ માટે તેને અટકાવવાનું મુશ્કેલ થતું હતું. 11000થી વધુ રન બનાવવા સિવાય તેણે 148 વિકેટ પણ લીધી છે, જેમાં 2 વખત 4 વિકેટ અને 1 વખત 5 વિકેટ લેવાની સિદ્ધિ સામેલ છે.

આ પણ વાંચો : PM મોદી બેસતા વર્ષે જશે કેદારનાથ, શંકરાચાર્યની સમાધિનું કરશે ઉદ્ધાટન

2022માં પીચ પર પરત ફરશે યુવરાજ સિંહ

યુવરાજ સિંહે પોતે મંગળવારે જાહેરાત કરી હતી કે તે 2022માં પીચ પર પરત ફરશે. યુવરાજ ભારતનાં શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંનો એક છે. તેણે 2011નાં વર્લ્ડ કપમાં મેન ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ પણ જીત્યો હતો. તેના શાનદાર પ્રદર્શનનાં કારણે ભારતે ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ટાઇટલ જીત્યું હતું. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપ દરમિયાન તેને કેન્સર હોવાનું સામે આવ્યુ હતું, પરંતુ તેણે ટીમ ઈન્ડિયા માટે રમવાનું ચાલુ રાખ્યું હતું. યુવરાજે 40 ટેસ્ટ, 304 ODI અને 58 T20 ઈન્ટરનેશનલમાં 17 સદી અને 71 અડધી સદી સાથે 11,000 થી વધુ રન બનાવ્યા છે. આ સિવાય તેણે 2007 T20 વર્લ્ડકપમાં સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં સતત છ સિક્સર ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો.

2000માં થઈ હતી એન્ટ્રી

યુવરાજ સિંહે ઈન્ટરનેશનલ ડેબ્યુ વર્ષ 2000માં નૈરોબીમાં રમાયેલી ICC નોકઆઉટ ટૂર્નામેન્ટમાંથી કરી હતી. યુવરાજે તેની અંતિમ મેચ 30 જૂન 2017ના રોજ વેસ્ટ ઈન્ડીઝની સામે રમી હતી. તેણે રિટાયરમેન્ટની જાહેરાત વર્ષ 2019માં કરી હતી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment