Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / July 2.
Homeન્યૂઝZee અને Sonyનું થશે મર્જર, બનશે ભારતની સૌથી મોટી એન્ટરટેઈનમેન્ટ કંપની

Zee અને Sonyનું થશે મર્જર, બનશે ભારતની સૌથી મોટી એન્ટરટેઈનમેન્ટ કંપની

Zee-Sony Merger: India To Get It’s Largest Entertainment Network Via Merged Entity
Share Now

અમદાવાદ : દેવાના ડુંગર હેઠળ દબાયેલ ભારતના એકસમયના સૌથી મોટા એન્ટરટેઈનમેન્ટ સમૂહ ઝી એન્ટરટેઈનમેન્ટનું હવે સોની પિકચર્સ સાથે મર્જર(Zee-Sony Merger) થશે. બંને કંપનીઓએ આ વિલયની જાહેરાત કરી છે.

Zee-Sony Merger

Zee-Sony Merger

ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝે જણાવ્યું હતું કે તેના બોર્ડે દક્ષિણ એશિયામાં અગ્રણી મીડિયા અને મનોરંજન કંપની તરીકે ઉચ્ચ વૃદ્ધિ અને નફાકારકતા પ્રાપ્ત કરવાની વ્યૂહરચના સાથે સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા (SPNI) સાથે કંપનીના વિલીનીકરણને મંજૂરી આપી છે.

ઝીએ 22 સપ્ટેમ્બરના રોજની સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે સોનીના શેરહોલ્ડરો મર્જ થયેલી કંપનીમાં બહુમતી હિસ્સો ધરાવેશે. મર્જર(Zee-Sony Merger)ને પગલે એસપીએનઆઇ શેરહોલ્ડરો આ મર્જ્ડ એકમમાં 52.93 ટકા હિસ્સો પ્રાપ્ત કરશે અને ઝી શેરધારકો પાસે 47.07 ટકા હિસ્સો હશે.

આ પણ વાંચો  :  PM Modi અમેરિકાની મુલાકાતે, અમેરિકી રાષ્ટ્રપતિ બિડેન સાથે કરશે બેઠક

MD-CEO કોણ રહેશે ?

ઝીના વર્તમાન સીઈઓ પુનિત ગોયન્કા મર્જ થયેલી એકમના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ તરીકે કાર્યરત રહેશે. આ સિવાય સોની ગ્રુપને મર્જ થયેલી એન્ટિટીના બોર્ડમાં બહુમતી ડિરેક્ટરોને નામાંકિત કરવાનો અધિકાર પણ મળશે.  

બંને કંપનીના ટીવી કારોબાર, ડિજિટલ એસેટ્સ, પ્રોડક્શન ઓપરેશન્સ અને પ્રોગ્રામ લાઈબ્રેરીને પણ મર્જ કરવામાં આવશે. આ મર્જરનો સોદો આગામી 90 દિવસમાં પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

Punit Goyanka

જોકે મહત્વની વાત અને શરત એ છે કે ઝીના પ્રમોટર એટલે કે ચંદ્રા પરિવાર તેમની વર્તમાન 4 ટકાની હિસ્સેદારી વધારીને 20 ટકા કરવા માટે સ્વતંત્ર છે.

ZEEL નો કારોબાર

– 190 દેશોમાં પહોંચ, 10 ભાષા, 100થી વધુ ચેનલ
– દર્શકોમાં 19 ટકાનું માર્કેટ શેર
– 2.6 લાખ કલાકથી વધુનું ટીવી કન્ટેન્ટ
– 4800 થી વધુ ફિલ્મોના ટાઈટલ
– ડિજિટલ સ્પેસમાં ZEE5 દ્વારા મોટી પકડ
– દેશમાં 25 ટકા ફિલ્મો ઝી નેટવર્ક પર જોવાય છે

સોનીનો કારોબાર

– ભારતમાં 31 ચેનલ, 167 દેશોમાં પહોંચ
– સોની પાસે દેશમાં 70 કરોડ દર્શકો
– દર્શકોમાં 9 ટકાનો માર્કેટ શેર

આ પણ વાંચો  :  વાયુસેનાના નવા પ્રમુખ હશે એર માર્શલ વીઆર ચૌધરી, આરકેએસ ભદૌરિયાનું સ્થાન સંભાળશે

બંને ગૃપ વચ્ચે આ બીજી ડીલ

અત્રે ઉલ્લેખનીય છે દેવાના ડુંગર હેઠળ દબાયેલ ઝી સમૂહે અગાઉ Zeelને વેચવા કે મર્જ કરવા માટે વાયકોમ18 સાથે ચર્ચા કરી હતી. જોકે આ ચર્ચા અંતિમ તબક્કામાં નહોતી પહોંચી. મહત્વની વાત એ છે કે ઝી સમૂહ અને સોની વચ્ચે આજે થયેલ આ સોદો બીજો મહત્વનો સોદો છે.

અગાઉ સોની પિકચર્સે ઝી પાસેથી  ટેન સ્પોર્ટસનું અધિગ્રહણ કર્યું હતુ. ઓગષ્ટ,2016માં 38.5 કરોડ ડોલરમાં ઝીએ ટેન સ્પોર્ટસ નેટવર્ક સોનીને વેચ્યું હતુ.

India To Get It’s Largest Entertainment Network Via Merged Entity of Zee Sony Merger

 

ટોચના શેરધારકોને ઝીના પ્રમોટરોનો વળતો પ્રહાર

અત્રે ઉલ્લેખનીય છે કે એક સપ્તાહ અગાઉ જ ઝીના શેરહોલ્ડરોએ પ્રમોટરોની હકાલપટ્ટી અને ગોએન્કાની આગેવાની હેઠળના વર્તમાન મેનેજમેન્ટને કાઢી મુકવા એક બેઠક બોલાવી હતી.

કંપનીના સૌથી મોટા શેરહોલ્ડર – ઇન્વેસ્કો ડેવલપિંગ માર્કેટ્સ ફંડ અને ઓએફઆઈ ગ્લોબલ ચાઇના ફંડે તેમને હટાવવાની હાકલ કરી હતી. પ્રોક્સી એડવાઇઝરી ફર્મ ઇન્ગવર્ન(Ingovern)એ ગોયન્કાની આગેવાની હેઠળની ઓડિટ કમિટીની ભૂમિકા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તેને પગલે જ ઈન્વેસ્કોએ તેમને પદ પરથી દૂર કરવા એક સ્પેશ્યલ EGM બોલાવી હતી.

આ પણ વાંચો  :  Amazon એ ભારતમાં સરકારી અધિકારીઓને લાંચ આપી? કંપનીના કર્મચારીઓએ જ લગાવ્યો આરોપ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment